જલ્સા કરોને જેંતીલાલ

બિહારમાં 120 માસુમોનો ભોગ લેનાર ચમકી બુખાર એટલે કે એક્યુટ એંસેફલાઇટિસ સિન્ડ્રોમ ખરેખર શું છે ?

છેલ્લા ત્રણ અઠવાડિયાથી બિહારમાં એક્યુટ ઇંસેફલાઇટિસ સિન્ડ્રોમે (AES) હાહાકાર મચાવી દીધો છે. લગભગ સાડા ત્રણસો કેસ સામે આવ્યા છે. આ રોગના કારણે બિહારના 120 દીવડાઓ બુજાઈ ગયા છે.


મોટા ભાગના બાળકોનું મૃત્યુ શુગર લેવલ નીચું આવી જવાથી એટલે કે જેને સાઇન્ટીફીક ભાષામાં કહેવાય તેમ હાઇપોગ્લાઇસીમિયાના કારણે થયું છે. આ લક્ષણો મગજના તાવનું લક્ષણ છે અને તે પણ વર્ષોના સંશોધન બાદ જાણવા મળ્યું છે.


રાજ્ય સરકાર પર પણ જાત જાતના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. માસુમ બાળકોના મૃત્યુથી સ્થાનીક પ્રજા ખુબ જ રોશે ભરાઈ છે.


આ વાયરસે આ પહેલાં 1978માં ભારતમાં દેખા દીધી હતી. હાલ બિહાર ઉપરાંત ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પણ તેના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2017 તેમજ 2018માં લગભગ 700થી પણ વધારે લોકોનો આ વાયરસે ભોગલીધો હતો.


એક્યુટ ઇંસેફલાઇટિસ સિન્ડ્રોમ (AES) શું છે ?

આ એક એવી અવસ્થા છે જે મોટાભાગે જાપાની ઇંસેફલાઇટિસ વાયરસના સંક્રમણના કારણે થાય છે. આ ઉપરાંત આ અન્ય રીતે પણ ફેલાઈ શકે છે.

AESના લક્ષણો


આ વાયરસનું જોખમ ચેપગ્રસ્ત ગ્રામિણ વિસ્તારમાં રહેતા લોકોને વધારે રહે છે. આ રોગ નાની ઉંમરના બાળકોને વધારે અસર કરે છે. અત્યાર સુધીમાં 6 વર્ષથી નીચેના બાળકોનો ભોગ વધારે લેવાયો છે.

આ ઉપરાંત જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, અથવા કોઈ ગંભીર બીમારીનો ભોગ બનેલું હોય જેમ કે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ રોગપ્રતિકારક શક્તિ નબળી કરવાની દવા લેતું હોય તેવા લોકોમાં પણ આ વાયરસ ફેલાવાનો ભય રહે છે.


AES કેવી રીતે ફેલાય છે ?

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ વાયરલ છે. પણ આ ઉપરાંત બીજી રીતે પણ તે ફેલાઈ શકે છે.

સંશોધનો પ્રમાણે આ વાયરસ બેક્ટેરિયા, ફુગ, પરજીવી, સ્પાઇરોકીટ, રસાયણો વિગેરેના કારણે પણ થઈ શકે છે. અને જે વ્યક્તિને લેપ્ટોસ્પિરોસિસ અને ટોક્સોપ્લાઝ્મોસિસ જો વધારે ગંભીર હોય તો તેને આ વાયરસ પણ લાગી શકે છે.


AESનો ઉપચાર શું છે ?

સૌ પ્રથમ તો તેના લક્ષણો જાણી તરત જ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી દેવો જોઈએ. હાલ ડોક્ટરો એન્ટિવાયરલ દવાઓ તેમજ સ્ટેરોઇડ ઇન્જેક્શનથી તેનો ઉપચાર કરી રહ્યા છે. આ ઉપરાંત ગંભીર સંભાળ, આરામ, શુદ્ધ આહાર અને તાવની દવાઓ પણ દર્દીને આપવામાં આવે છે.


જો કે આનો અસરકારક ઉપચાર હજુ સુધી થઈ શક્યો નથી. જો કે તેનાથી રક્ષણ મેળવવા માટેની રસ્સી ઉપલબ્ધ છે. માટે તે રોગ ફેલાય તે પહેલાં જ તેની વેક્સીન લઈ શકાય છે. ઉપરાંત સ્વચ્છતા, ખુલ્લામાં મળત્યાગ, હાથ સ્વચ્છ રાખવા, સ્વચ્છ હાથોથી ભોજન બનાવવું તેમજ ખાવું વિગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પણ ઘણા અંશે વાયરસને અટકાવી શકાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version