3 એવી વોટર સ્લાઈડ્સ કે જેના પર છે બેન, જેમાં આ તો છે સૌથી વધુ ખતરનાક અને…

મિત્રો, ઉનાળાની ઋતુ જેવી શરુ થાય એટલે કે વાતાવરણમા ગરમીનુ પ્રમાણ વધે એટલે મોટાભાગના લોકો પરેશાન થઇ જાય છે અને આ ગરમીથી બચવા માટે અમુક એવી જગ્યાઓ શોધવા લાગે છે કે, જ્યા જઈને તે આ કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મેળવી શકે. હવે જવા માટે તો અનેકવિધ વિકલ્પો મળી રહે છે પરંતુ, બજેટ અને સમયની અનુકુળતાને જોતા મોટાભાગે લોકો એક જ જગ્યાની પસંદગી કરે છે અને તે છે વોટરપાર્ક.

image source

હાલ, તો લગભગ જ કોઈ એવી જગ્યા હશે કે, જ્યા તમને વોટરપાર્ક જોવા ના મળે. આ જગ્યા એક એવી જગ્યા છે કે, જ્યા બાળકોથી માંડીને વાયોવૃદ્ધ સુધીના લોકોને મજા આવે છે. ઘણા લોકો તો પોતાના વેકેશનના પ્રોગ્રામમા પહેલેથી જ ફિક્સ કરી લેતા હોય છે. આ ઉપરાંત આ જગ્યા બજેટમા અને સમય અનુકુળ મળી રહે છે અને અહી જઈને તમે ગરમીમાંથી પણ મુક્તિ મેળવી શકો છો.

image source

આ વોટરપાર્કમા બાળકો અને યુવા લોકોના મનોરંજન માટે અનેકવિધ જુદી-જુદી પ્રકારની વોટર સ્લાઈડ્સ મુકવામા આવી હોય છે. આ વોટર સ્લાઈડ્સમા સ્લાઈડ કરીને લોકો તેનો ભરપૂર આનંદ માણતા હોય છે. આજે આ લેખમા અમે તમને ત્રણ એવી ખતરનાક વોટર સ્લાઈડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને હાલ સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામા આવી છે, તો ચાલો જાણીએ કઈ છે આ વોટર સ્લાઈડ્સ?

શૂટ ધ રેપિડ્સ :

image source

આ વોટર સ્લાઈડ ખુબ જ વધારે પડતી ઊંચાઈ પર આવેલી છે. આ વોટર સ્લાઈડ ઓહાયોમા આવેલી છે. જુન ૨૦૧૦મા વોટર સ્લાઈડ લોકો માટે ખોલવામા આવી હતી અને આ રાઈડ ખુલતાની સાથે લાખો લોકો તેને માણવા માટે અહી આવતા હતા પરંતુ, ૧૯ જુલાઈ, ૨૦૧૩ના રોજ બનેલી એક આકસ્મિક ઘટના આ રાઈડને બંધ કરવા માટે કારણભૂત બની. આ દિવસે ૧૦ પેસેન્જર એકસાથે રાઈડ પર જઈ રહ્યા હતા ત્યારે આ રાઈડ પલટી ગઈ અને તેમાની એક સ્ત્રી ખુબ જ સીરીયસ થઇ ગઈ હતી અને તેના કારણે આ રાઈડ બંધ કરવા માટેનો નિર્ણય લેવામા આવ્યો.

બ્લેક હોલ સ્લાઈડ :

image source

આ પણ વિશ્વની એક ખુબ જ ફેમસ વોટર સ્લાઈડ છે. આ વોટર સ્લાઈડ ઓરલેન્ડોના ફ્લોરીડા શહેરમા આવેલી છે. અહી પણ અવારનવાર અકસ્માતના કોઈ ને કોઈ કિસ્સા બનતા રહેતા જેના કારણે આ વોટર સ્લાઈડ પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામા આવ્યો. વર્ષ ૨૦૦૦મા એક વ્યક્તિએ આ સ્લાઈડમા સ્લાઈડ કરતા સમયે પોતાનો પગ ગુમાવ્યો હતો, જેના કારણે આ સ્લાઈડ પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામા આવ્યો.

ઇન્સેનો વોટર સ્લાઈડ :

image source

બ્રાઝીલ બીચ પાર્કમા આવેલી આ સ્લાઈડ સૌથી વધુ ખતરનાક છે. એકવાર આ વોટર સ્લાઈડ પર બે બાળકો ખુબ જ ખરાબ રીતે ઘાયલ થયા હતા અને આ ઘટના બાદ જ આ વોટર સ્લાઈડને બંધ કરવા માટે નિર્ણય લેવામા આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત