તમે ક્યાંય અઢી કિલોનું લીંબુ જોયું છે? તો જૂઓ હરિયાણા આ ખેડૂતની કમાલ

ભારતના ખેડૂતો હવે પારંપરિક ખેતી છોડીને કઈક અલગ કરી રહ્યા છે. આ ઉપરાંત ઓર્ગેનિક ખેતીની પણ માગ વધી રહી છે. જેનાથી બે ફાયદા છે એક તો લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે છે અને બીજુ તેના ભાવ પણ સારા મળે છે. સામાન્ય રીતે લીંબુનું કદ એકદમ નાનું હોય છે. આમ તો લીંબુની ઘણી પ્રજાતિઓ છે, જેની બનાવટ અલગ અલગ પ્રકારની હોય છે. પરંતુ કોઈપણ લીંબુનું કદ હથેળીની લંબાઈ કરતા વધારે હોતું નથી. જો તમને કહેવામાં આવે કે એક લીંબુનું વજન અઢી કિલો છે અને તેનું કદ તરબૂચ જેવું છે, તો તમને ચોક્કસપણે થોડી નવાઈ લાગશે. પરંતુ હરિયાણાના હિસારના એક ખેડૂતે આવા લીંબુ ઉગાડ્યા છે.

વિજેન્દ્ર થોરીના ખેતરમાં તરબુચ જેવડા લીંબુ આવ્યા

image source

હકિકતમાં હિસારના કિશનગઢના ખેડૂત વિજેન્દ્ર થોરીના ખેતરમાં તરબુચ જેવડા લીંબુ આવ્યા છે. જેને જોવા માટે દુર-દુરથી લોકો આવી રહ્યા છે. સાથે લીંબુને પણ લઈ જઈ રહ્યા છે. જાણકારી અનુસાર ખેડૂતે વાવેલ લીંબુના છોડ પર અઢીથી સાડા ત્રણ કિલ્લાના લીંબુ આવી રહ્યા છે. આટલા મોટા આકારના લીંબુ જોઈને બધા આશ્ચર્યચકિત છે. જણાવી દઈએ કે ખેડૂત વિજેન્દ્ર થોરી જલ્દી જ ગિનીઝ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં નામ નોંધાવા આવેદન કરશે.

છોડ પર લાગેલા લીંબુનો આકાર ખુબ મોટો

image soucre

ખેડૂત વિજેન્દ્ર થોરીએ થોડા વર્ષો પહેલા જ પોતાની 7 એકર જમીન પર પંજાબથી લાવીની કિન્નુના છોડ લગાવ્યા હતા. તેઓએ વચ્ચે માલ્ટા, મોસંબી અને લીંબુના છોડ લગાવ્યા હતા. કિન્નુ સિવાય લીંબુ આવવાના શરૂ થઈ ગયા છે. મુદ્દાની વાત એ છે કે છોડ પર લાગેલા લીંબુનો આકાર ખુબ મોટો છે. વિજેન્દ્રના ખેતરમાં લાગેલા લીંબુનું વજન અઢીથી ત્રણ કિલો આસપાસ છે.

image source

વિજેન્દ્રએ આ છોડને પુરી રીતે ઓર્ગેનિક ખાતર આપીને તૈયાર કર્યા છે. ગામ લોકોનું માનવું છે કે આ જ કારણે લીંબુનું વજન આટલું મોટુ થયું હશે. છોડ પર લાગેલા લીંબુની ચર્ચા સાંભળી મોટી સંખ્યામાં ગામ લોકો આવી રહ્યા છે. એટલું જ નહીં લોકો આ લીંબુ સાથે ફોટો પણ પડાવી રહ્યા છે.

આ લીંબુ પથરીના દર્દીઓ માટે રામબાણ ઈલાજ

image source

વિજેન્દ્ર થોરીએ આ લીંબુને અનેક નિષ્ણાતોને પણ દેખાડ્યા પરંતુ કોઈએ તેની સાચી પ્રજાતિ વિશે કોઈ માહિતી આપી નથી. સાથે જ મોટા આકારના આ લીંબુ પથરીના દર્દીઓ માટે રામબાણ ઈલાજ સાબિત થઈ રહ્યા છે. ખેડૂત વિજેન્દ્ર થોરીએ દાવો કર્યો છે કે આ લીંબુની શિકંજી પીવાથી આખા ગામમાં પથરીનો એક પણ રોગી નથી.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ