સલમાનના ‘બિગ બોસ’ શોમાં આ 10 છે સૌથી વિવાદિત અને ઝગડાખોર સભ્યો, જેમાં નંબર 3 તો…

બિગ બોસ દર્શકોનો મનગમતો રિયાલિટી શો છે. દર વર્ષે આ શોનો દર્શકો આતુરતાથી રાહ જોવે છે. બિગ બોસની દરેક સીઝનમાં એવા કોઈને કોઈ કન્ટેસ્ટન્ટ જરૂર હોય છે જે ન ફક્ત પોતાના પ્રતિસ્પર્ધીને પણ ખુદ બિગ બોસના નાકમાં પણ દમ કરી દે છે. વાત વાતમાં ઝગડો, ઘરમાંથી બહાર જતા રહેવાની ધમકી આપવી અને અપશબ્દોનો ભરપૂર ઉપયોગ બિગ બોસની મોટાભાગની સીઝનમાં જોવા મળે છે. જાણી લો બિગ બોસના એક કન્ટેસ્ટન્ટ વિશે જેમને સૌથી વધુ ઝગડા કર્યા.

સ્વામી ઓમ

image soucre

સ્વામી ઓમ બિગ બોસ 10માં સામેલ થયા હતા અને એમને ઘરમાં રહેતા બીજા કન્ટેસ્ટન્ટના નાકમાં દમ કરી દીધો હતો. એ પોતાના ગમેતેવા કમેન્ટ્સના કારણે હંમેશા લોકોની નજરમાં રહેતા અને એ કારણે ઘણા વિવાદ પણ થયા હતા. સ્વામી ઓમ વિરુદ્ધ ઘણા ક્રિમિનલ કેસ પણ હતા. પછી એમના ખરાબ વર્તનના કારણે એમને શોમાંથી કાઢી મુકવામાં આવ્યા.

ઇમામ સિદ્દીકી.

image soucre

ઇમામ બિગ બોસ સિઝન 6માં દેખાયા હતા. બિગ બોસના અત્યાર સુધીના ઇતિહાસમાં જો કોઈ કન્ટેસ્ટન્ટને સૌથી વધુ ઝગડાખોર હોવાનું ટેગ આપવામાં આવે તો ઇમામ સિદ્દીકી પહેલા નંબર પર હશે. ઇમામે શો દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કર્યો. એ સાથે જ એ પોતાની હરકતોથી ઘરના લોકોને એ હદે હેરાન કરી નાખતા હતા કે સામેવાળી વ્યક્તિ રડી પડતી હતી.

ડોલી બિન્દ્રા.

image source

એ બિગ બોસ સિઝન 4માં સામેલ થઈ હતી. એમને ડોલી બોમ્બના નામે ઓળખવામાં આવતા હતા કારણ કે એમને ઘરના લગભગ બધા જ લોકો સાથે ફાઇટિંગ કરી હતી. શોમાં એમનો ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારી સાથે ભયંકર ઝગડો થયો હતો.

પ્રિયંકા જગ્ગા.

image source

પ્રિયંકા જગ્ગા બિગ બોસ 10માં દેખાઈ હતી. સ્વામી ઓમનો જેમ તો નહીં પણ પ્રિયંકાએ પણ ઘરના લોકોને શો દરમિયાન ખૂબ જ હેરાન કર્યા. પ્રિયંકાને પણ શોમાંથી બહાર કાઢી નાખવામાં આવી હતી.
હિના ખાન

image soucre

યે રિશ્તા ક્યાં કહેલાતાની એક્ટ્રેસ હિના ખાન બિગ બોસ 11માં સામેલ થઈ હતી. એમને બિગ બોસના ઘરમાં ઘણી ઉથલપાથલ કરી હતી. એમનો મતલબી સ્વભાવ હોય કે પછી એમની સ્ટાઇલ દરેક વાત બિગ બોસના ઘરમાં ચર્ચાનો વિષય બનીને રહેતી હતી. એમને શોમાં શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તાને સારી ટક્કર આપી જો કે અંતમાં શિલ્પા શિંદે વિજેતા બની.

પૂજા મિશ્રા.

image source

બિગ બોસ સિઝન 5ની કન્ટેસ્ટન્ટ બનીને આવેલી પૂજા મિશ્રાએ પણ પોતાના વ્યવહારથી લોકોને નારાજ કર્યા જેના કારણે ઓછા વોટ મળવાના લીધે એમને બેઘર થવું પડ્યું.

કમાલ આર ખાન.

image soucre

કેઆરકેના ત્રાસથી તો હર કોઈ વાકેફ છે અને એ પોતાના વિવાદિત ટિપ્પણીઓ અને ટ્વિટર પર પોતાની પોસ્ટના કારણે હંમેશા ચર્ચામાં રહે છે, કેઆરકે બિગ બોસ 3માં કન્ટેસ્ટન્ટ તરીકે દેખાયા હતા, શો દરમિયાન કેઆરકેએ પણ ખૂબ જ ઝગડા કર્યા.

રાખી સાવંત અને કશ્મીરા શાહ.

image source

બોગ બોસ સિઝન 1માં ટીવી, બોલિવુડ અને મોડલિંગ વર્લ્ડના અમુક ખૂબ જ વિવાદિત ચેહરાઓ દેખાયા હતા. આ સીઝનમાં બે ડ્રામા કવિન્સ રાખી સાવંત અને કશ્મીરા શાહ સામેલ થઈ હતી. સ્વાભાવિક જ છે જ્યારે બંને એક જ ઘરમાં હોય તો ઝગડા તો થવાના જ છે. કશ્મીરા શોમાં પ્લાનિંગ સાથે આવી હતી અને જલ્દી જ એમને ઘરના બધા લોકોને રાખીની વિરુદ્ધ કરી દીધા અને રાખી એકલી પડી ગઈ.

આકાશદીપ સહગલ.

image source

આકાશદીપ સહગલ જેમને સ્કાઈના નામે પણ ઓળખવમાં આવતા હતા, તે બિગ બોસમાં પોતાના ઝગડાના કારણે ફેમસ હતા. શો દરમિયાન એમનો સલમાન ખાન સાથે પણ ઝગડો થઈ ગયો હતો, જેમના પર આકાશે પછી કરિયર ખતમ કરી નાખવાનો આરોપ પણ લગાવ્યો. બિગ બોસ ખતમ થયા પછી આકાશ ક્યારેય સ્ક્રીન પર નથી દેખાયા. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું એ સલમાન ખાન સાથે થયેલા ઝગડાને ભૂલી ચુક્યા છે તો એમને કહ્યું કે હા બિલકુલ પણ મને નથી ખબર કે એ ભૂલ્યા છે કે નહીં. મેં કોઈનું કરિયર ખતમ કરવા માટે કોઈ પીઆરને હાયર નથી કર્યા. મારા વિચારો એટલા નાના નથી. હું ખુદને પાવરફુલ બતાવવા માટે મારી સાથે 10 લોકોને લઈને નથી ચાલતો”

અર્શી ખાન.

image soucre

છેલ્લે વાત કરીશું બિગ બોસ સિઝન 11ની અર્શી ખાનની. અર્શી તો બિગ બોસમાં આવતા પહેલા પણ ચર્ચામાં રહેતી હતી. શોમાં અર્શીએ અશ્લીલતા પીરસવાની ખૂબ જ કોશિશ કરી જેના કારણે સલમાન પણ એમને નાપસંદ કરવા લાગ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ