રુબીના દિલેક પહેલા ટીવીની આ 5 વહુઓ બની ચુકી છે Bigg Bossની વિજેતા, કરી લો આ લિસ્ટ પર નજર

શરૂથી જ બિગ બોસ 14ની કન્ટેસ્ટન્ટ છોટી બહુ રુબીના દિલેક આખરે બધા કન્ટેસ્ટન્ટને માત આપીને બિગ બોસ 14ની ટ્રોફી પોતાના નામે કરી લીધી. દર્શકોની અટકળો સાચી સાબિત થઈ. રુબીનાએ શાનદાર રમત રમીને રાહુલ વૈદ્યને માત આપી અને બિગ બોસ 14ની વિનર બની ગઈ. આ રીતે રુબીના છઠ્ઠી ટેલોવીઝન એક્ટ્રેસ છે જેમને બિગ બોસની ટ્રોફી પોતાના નામે કરી છે.

image source

અત્યાર સુધી બિગ બોસના 14 સિઝન થઈ ચૂક્યા ચર અને અત્યાર સુધી શોના વિનર્સના લિસ્ટમાં ટેલિવિઝન વર્લ્ડની ફેમસ વહુઓનો દબદબો રહ્યો છે. તો ચાલો જાણી લઈએ રુબીના પહેલા ટેલિવિઝનની અન્ય કઈ કઈ એક્ટ્રેસ બિગ બોસની ટ્રોફી જીતી ચુકી છે.

શ્વેતા તિવારી. ( બિગ બોસ 4)

image source

કસોટી જીંદગી કી ફેમ શ્વેતા તિવારીએ ચોથા સીઝનમાં ધૂમ મચાવી હતી. આમ તો આ સિઝનમક સૌથી વધુ ચર્ચામાં રહી ડોલી બિન્દ્રાનો ગુસ્સો અને ઘરમાં એમના ઝગડા.. આ સીઝનમાં કોમ્પિટિશન ટફ હતું પણ આખરે સારો એવો ફેન બેસ હોવાના કારણે શ્વેતા તિવારી વિનરની ટ્રોફી જીતવામાં સફળ રહી. શ્વેતા પહેલી ફિમેલ કન્ટેસ્ટન્ટ હતી જેમને બિગ બોસ જીત્યું હતું.‘

જુહી પરમાર.(બિઝ બોસ 5)

image source

બિગ બોસ સિઝન 4ની ટ્રોફી શ્વેતા તિવારીને મળી તો એના સિઝન 5માં ટીવીની પોપ્યુલર વહુઓમાંથી એક જુહી પરમાર વિનર બની હતી. ટ્રોફીની સાથે જુહીને 1 કરોડની પ્રાઇઝ મની પણ મળી હતી.‘

ઉર્વશી ઢોલકીયા.( બિગ બોસ 6)

image source

કોમોલિકા બનીને ઉમદા એક્ટિંગથી દરેકનું દિલ જીતનાર ઉર્વશી ઢોલકીયાએ જીતનો સિલસિલો બિગ બોસ સિઝન 6માં પણ કાયમ રાખ્યો. જ્યારે ઉર્વશીએ બિગ બોસમાં એન્ટ્રી લીધી, તો એમની ઝલવો ત્યાં પણ એવોને એવો જ રહ્યો. કદાચ આ જ કારણ રહ્યું કે બધા જ કન્ટેસ્ટન્ટને પાછળ છોડતા ઉર્વશીએ વિનરનો ખિતાબ પોતાના નામે કરી લીધો.

શિલ્પા શિંદે (બિગ બોસ 11)

image source

ભાભીજી ઘર પર હે શોમાં અંગૂરી ભાભીના રોલમાં દર્શકોનો ભરપુર પ્રેમ મેળવનારી શિલ્પાએ જ્યારે બિગ બોસમાં એન્ટ્રી લીધી તો ત્યાં પણ એમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. બિગ બોસના ઘરમાં જ લોકોને શિલ્પાનો અસલી ચહેરો જોવા મળ્યો. શિલ્પા રિયલ લાઈફમાં લોકોને એટલી પસંદ આવી કે વિકાસ ગુપ્તા જેવા સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટને પાછળ છોડીને શિલ્પા બિગ બોસ 11ની વિજેતા બની ગઈ.‘

દીપિકા કક્કડ ( બિગ બોસ 12)

image source

સાસુરાલ સીમર કા ફેમ ટીવીની અન્ય એક વહુ દીપિકા કક્કડને બિગ બોસની ટ્રોફી મળી. દીપિકાએ બિગ બોસની સિઝન 12માં ભાગ લીધો હતો આમ તો આ સીઝનના ફેવરિટ કન્ટેસ્ટન્ટ શ્રીસંત હતા અને લોકોને સુરભીનું સુશાંતને ટાર્ગેટ કરવું ખૂબ ગમતું હતું. પણ એ બધાની વચ્ચે દીપિકા એકદમ ઇમોશનલ કન્ટેસ્ટન્ટ સાબિત રહી અને આ જ કારણ રહ્યું કે લોકોએ એમને વિનર બનાવી દીધી.‘

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ