વૃદ્ધના શરીરમાંથી આટલી મોટી પથરી બહાર કાઢતા ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા, વજન જાણીને તમે પણ કહેશો OMG!

પથરીની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. અને કહેવાય છે કે પથરી તમને ત્યારે જ નડતર રૂપ બને જ્યારે એની સાઈઝ પ્રમાણમાં વધુ મોટી હોય. બાકી નાની નાની પથરી તો લગભગ દરેકના શરીરમાં હોય છે. મોટાભાગના કેસમાં પથરીની સાઈઝ mmમાં જ હોય છે પણ ભરૂચ જિલ્લામાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં પથરીનું વજન વિશે જાણીને તમને નવાઈ લાગશે. તમને મનમાં થશે કે આ પથરી છે કે પછી પથરો

ભરૂચના એક ડોકટરે દેડિયાપાડાના વૃદ્ધનો વિશ્વનો ચોથો સૌથી મોટો નારિયેળ સાઈઝનો પથરો અઢી કલાકના ઓપરેશન બાદ બહાર કાઢ્યો છે અને વૃદ્ધનો જીવ બચાવી લીધો છે તમને જણાવી દઈએ કે આ પથરાનું વજન 640 ગ્રામ હતું એટલે કે અડધા કિલોથી વધુના વજનનો આ પથરો વૃદ્ધના શરીરમાં હતો.

image source

ભરૂચ ખાતે પથરીનું ખૂબ જ જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પથરીના આ જટિલ ઓપરેશન અંગે વિગતે જોતા ભરૂચ નગરના ફળશ્રૃતિ નગર વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા ડૉ.જયંતિ વસાવાના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લાના દેડીયાપાડા ગામમાં રહેતા 62 વર્ષના મોતિસિંગ માનસિંગ વસાવાને 20 વર્ષથી દુ:ખાવાની સમસ્યા હતી એટલું જ નહીં આ ઉપરાંત પણ તેમને ઘણી ફરિયાદો હતી.

62 વર્ષના મોતીસિંગ માનસિંગ વસવાને પેશાબમાં તકલીફ થતી હતી અને એ સાથો સાથ ચાલવામાં પણ તકલીફ પડતી હતી. પથરીના કારણે તેમની કિડની અને મૂત્રાશય પર પણ અસર પહોંચી હતી.

image source

તમને જણાવી દઈએ કે દર્દીની બંને કિડની ફેઇલ થઈ ગઈ હતી જેના કારણે દર્દીને ઓપરેશન ટેબલ પર લેવામાં આવ્યા ત્યારે તેમના જીવનું મોટું જોખમ પણ હતું. તેમ છતાંય ડોકટરો દ્વારા સફળ ઓપરેશન કરી 650 ગ્રામ વજનની તેમજ 4 ઇંચ લાંબી અને 5 ઇંચ પહોળી પથરી સફળતાપૂર્વક કાઢવામાં આવી હતી.

image source

તમને જણાવી દઈએ કે દેશમાં સૌથી મોટી પથરી ધરમપુરમાં વર્ષ 2018 માં એક દર્દીના શરીરમાંથી કાઢવામાં આવી હતી જેનું વજન 1365 ગ્રામ હતું. જેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

એ અગાઉ પેહલા કાશ્મીરમાં એક દર્દીના શરીરમાંથી 843 ગ્રામની પથરી નીકળી હતી. જ્યારે વિશ્વમાં અત્યાર સુધી 1900 ગ્રામ એટલે કે 2 કિલો જેટલી પથરી બ્રાઝીલમાં એક દર્દીમાંથી શસ્ત્રક્રિયા દ્વારા કઢાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. જયંતીભાઈ વસાવા એ જ ભરૂચમાં આ આગાઉ વર્ષ 1992 માં પહેલી વખત 310 ગ્રામની પથરી કાઢી હતી. આપના દેશમાં આ ચોથો સૌથી મોટી પથરીનો બનાવ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong