પેટ ફુલવા પાછળ આ લક્ષણો છે જવાબદાર, ઇગ્નોર કર્યા વગર જાણી લો તમે પણ આજે જ

ઘણીવાર લોકોને લાગે છે કે તેમનું પેટ ફુલાઈ ગયું છે અથવા મોટું થઈ રહ્યું છે, તો પછી તેનો અર્થ એ છે કે તેઓ જાડાપણાનો શિકાર બની રહ્યા છે પણ હકીકતમાં એવું નથી. પેટ એક નહીં પરંતુ અનેક કારણોસર ફેલાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે, પેટ ફૂલવા પાછળના કયા કારણો છે અને તમારે તેના પર વધુ જાગૃત રહેવાની જરૂર છે કે નહીં ? ચાલો આ વિશે જાણીએ.

image source

– જ્યારે શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે, ત્યારે પેટનું ફૂલવાની સમસ્યાઓ ઉભી થઈ શકે છે અને હોર્મોન્સનું એક જગ્યાએ સ્થિર ના રેહવું પણ ઘણી સમસ્યાઓનું કારણ બને છે.

– મહિલાઓના અંડાશયમાં ઘણીવાર કેન્સરની સમસ્યા થાય છે અને તે કેન્સર પેહલા જ પેટનું ફૂલવું હંમેશાં જોવા મળ્યું છે, તેથી તેને અવગણશો નહીં.

image source

– એક આઈબીએસ નામનો રોગ હોય છે, જેમાં આંતરડાના બેક્ટેરિયા વધુ સંવેદનશીલ બને છે અને તમને આ રોગને કારણે મુશ્કેલીઓ થઈ શકે છે, તેથી તે મહત્વનું છે કે તમે પણ આ બાબતે ધ્યાન આપો અને તેને બિલકુલ અવગણશો નહીં.
– ઓટો ઇમ્યુનીટી ડિસઓર્ડર નામના રોગની શરૂઆત પણ પેટ ફૂલવાથી થઈ શકે છે. આ કારણે, શરીરના સારા અને સ્વસ્થ કોષોને નુકસાન થતું જોવા મળે છે જેથી તમે શરીરમાં એકસાથે થાક અનુભવતા જોશો. તેથી તેને અવગણશો નહીં.

image source

– તણાવને કારણે વજન વધવાની સમસ્યા થઈ શકે છે આજકાલ લોકો ભાગ-દોડવાળા જીવન અને વ્યસ્ત જીવનશૈલીમાં પણ તણાવનો સામનો કરી રહ્યા છે, જો તમારો તણાવ ઓછો નહીં થાય તો તમારું વજન ઓછું નહીં થાય કારણ કે તણાવમાં રહેલા વ્યક્તિને વધુ ભૂખ લાગે છે, જેના કારણે તે એક પછી એક વસ્તુઓ ખાવાનું રાખે છે, જેનાથી વજન વધે છે.

image source

– આજકાલ લોકો મોટે ભાગે આખી રાત મોબાઈલ અને લેપટોપમાં વ્યસ્ત રહે છે અને સવારે કામ પર જવાને કારણે વહેલા જાગે છે, જેના કારણે તેઓ પુરી ઊંઘ નથી લઈ સકતા અને પૂરતી ઊંઘ ન આવવાને કારણે વજન વધવાની સમસ્યા ઉભી થાય છે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે લોકો રાતે મોડા સૂઈને સવારે મોડા ઉઠે છે, આ રીતે ઊંઘના ખોટા સમયના કારણે પણ વજન વધી શકે છે.

image source

– જે લોકો બેઠા-બેઠા કામ કરે છે તેનું વજન પણ ઝડપથી વધી જાય છે, કારણ કે ડાઈટના નિષ્ણાંતો અને ફિટનેસના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જે લોકો દિવસના લાંબા સમય સુધી બેઠા-બેઠા કામ કરે છે, તેમનું વજન ઝડપથી વધી જાય છે જો તમને પણ આખો દિવસ બેસીને કામ કરવાની ટેવ હોય, તો પછી તમારે વચ્ચે વિરામ લેવાનું શરૂ કરો, જો તમે વચ્ચે 10 મિનિટ વિરામ લેશો તો તમારા વજનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

image source

– શિયાળાના દિવસોમાં દરેક લોકો થોડું જ પાણી પીવે છે. જો તમે થોડા-થોડા સમયમાં પાણી ના પીતા હોય, તો તે તમારી ખરાબ ટેવ છે. આ ટેવના કારણે પણ તમે જાડા થઈ શકો છો અને તમને ઘણી શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી તમને તરસ લાગે કે ના લાગે, પણ થોડા સમયમાં પાણી પી લેવું જોઈએ. આ કારણે તમારું લોહી સંક્રમણ બરાબર ચાલશે અને તમારો વજન પણ ઘટશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત