જલ્સા કરોને જેંતીલાલ

બીગ બોસ 12ની આ અત્યંત ચર્ચાસ્પદ કન્ટેસ્ટન્ટ એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે, હાલ પોતાના ભૂતપૂર્વ પ્રેમીના કારણે ચર્ચામાં છે

બીગબોસની દરેક સિઝન સલમાન ખાનના હોસ્ટીંગના કારણે તો ચર્ચામાં રહે જ છે પણ તેના કન્ટેસ્ટન્ટ તેને વધારે મસાલેદાર બનાવે છે.

તેઓ શો પર ચિત્ર વિચિત્ર હરકતો કરીને ટીઆરપી વધારવાનો પ્રયાસ કરે છે. અથવા તો બની શકે કે તેમની પાસે એવું કરાવવામાં આવે છે. પણ લોકો તેને ઘણા રસપૂર્વક જુએ છે તે હકીકત છે.

લોકો એટલી હદ સુધી બીગબોસ કન્ટેસ્ટન્ટના ફેન બની જાય છે કે રાતોરાત તેમના સોશિયલ મિડિયા પર તેમના ફેન અકાઉન્ટ ઉભા થઈ જાય છે. અને રીતસરની ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ હોય તેમ પોતાના કન્ટેસ્ટન્ટને સપોર્ટ કરવામાં આવે તો સામેવાળા કન્ટેસ્ટન્ટ પર વિવિધ કમેન્ટ્સ કરવામાં આવે.

જોકે ઘણા ઓછા બીગબોસ કન્ટેસ્ટન્ટ એવા છે જે સીઝન બાદ ક્યારેય દેખાતા હોય. પણ સીઝન 12ની સૃષ્ટિ રોડે આજકાલ ખુબ જ ચર્ચામાં છે. તેના કામ માટે નહીં પણ પોતાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડના એક ઓપન લેટરને કારણે.


જો કે હાલ તે એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે. પણ તાજેતરમાં તેના એક્સ બોયફ્રેન્ટે મનીષ નાગદેવે એક લેટર ખુલ્લો મુક્યો છે જેમાં તે બન્ને વચ્ચેના બ્રેકપનું કારણ જણાવવામાં આવ્યું છે.

લેટરમાં સૃષ્ટિ પર આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે સૃષ્ટિના બિગબોસના બહાર આવ્યાના થોડા જ સમયમાં બન્નેનું બ્રેક અપ થઈ ગયું હતું. બન્ને ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા ટુંક જ સમયમા લગ્ન કરવા જઈ રહ્યા હતા. પણ અચાનક તેમનું બ્રેકઅપ થઈ ગયું.

તેમાં સૃષ્ટિની રોહિત સુચાંતી સાથેના સંબંધોને જવાબદાર માનવામાં આવ્યા હતા.

કારણ કે તે બન્ને બીગબોસના કન્ટેસ્ટન્ટ હતા અને બીગબોસ હાઉસમાં એકબીજાની નજીક આવી ગયા હતા.

જો કે તે વખતે તેવી કોઈ પણ શક્યતાને મનીષ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. પણ તાજેતરમાં મનીષના આ ખુલ્લા પત્રએ વિવાદ ઉભો કરી દીધો છે જો કે સૃષ્ટિએ હજુ કોઈ પ્રતિસાદ આપ્યો નથી. પણ મનીષના મિત્રોએ તેના આ ખુલ્લા પત્રને સપોર્ટ કર્યો છે.

જોકે હાલ સૃષ્ટિ તેનો કોઈ જવાબ આપે તેવું લાગતું નથી કારણ કે તેણી પોતના બિઝનેસમેન બોયફ્રેન્ડ સાથે ખુશ હોય તેવું લાગી રહ્યું છે.

તાજેતરમાં જ તેણે પોતાના બોયફ્રેન્ડ સાથેની મસ્તી ભરી ક્ષણોને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી છે.

જો કે હાલ સૃષ્ટિ કોઈ ટેલિવિઝન પ્રોજેક્ટ પર કામ નથી કરી રહી. પણ ટુંક જ સમયમાં તેની ફિલ્મ ‘ગબરુ ગેંગ’ રીલીઝ થવાની છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version