ભૂટાનમાં બુધવારથી 7 દિવસ સુધી કરવામાં આવી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત

કોરોનાનો વધતો પ્રકોપ અટકાવવા ભૂટાન સરકારે બુધવારથી 7 દિવસ માટે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. આ આદેશ જાહેર કરતા સરકારે કહ્યું કે લોકડાઉનના કારણે કોરોનાનું સંક્રમણ વધતા અટકશે. આ પહેલા ભૂટાને ઓગષ્ટ મહિનામાં લોકડાઉન લાગુ કર્યું હતું.

દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત

image source

પીએમ લોતે શેરીંગે કહ્યું કે અમારી પાસે લોકલ ટ્રાન્સમિશનના સમાચાર છે. થોડા દિવસોમાં જ થિમ્પુમાં 5, પારોમાં 3 અને લામોઝિંગ્ખામાં એક કેસ નોંધાયો હતો. આ પણ સ્વૈચ્છિક પરીક્ષણ દરમિયાન સામે આવ્યા હતા. આ બધી બાબતો ચિંતાજનક છે. તેથી, દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 23 ડિસેમ્બરથી શરૂ થશે.

વધુ કડક પગલાં લેવાનું નક્કી કર્યું

image source

આજે સવારે લગાવવામાં આવેલા આંતર-જિલ્લા આંદોલન પ્રતિબંધને ચાલુ રાખતા, નેશનલ કોવીડ-19 ટાસ્કફોર્સે થિમ્ફુ અને પારોમાં ફ્લૂ ક્લિનિકોમાં છૂટાછવાયા કેસો સામે આવ્યા બાદ વધુ કડક પગલાં લેવાનું નક્કી કર્યું હતું. આ અંગેનો આદેશ નેપાળના પ્રધાન મંત્રીએ આપ્યો હતો. તેમના આદેશ અનુસાર દેશના લોકોને ઓછામાં ઓછી અસુવિધાનો સામનો કરવો પજે તે રીતે પગલા લેવાવા જોઈએ. સરકાર આ દિશામાં કામ કરવાનો પ્રયાસ કરી રહી છે.

આઈસોલેશનમાં હશે તેને કોઈ રાહત આપવામાં આવશે નહીં

image source

લોકડાઉન દરમિયાન ફક્ત જીવનજરૂરિયાતની સેવાઓ જ કાર્યરત રહેશે. જ્યારે શાળાઓ, અન્ય કચેરીઓ અને વ્યવસાયિક મથકો લોકડાઉન દરમિયાન બંધ રહેશે. આ જ રીતે, ઝોનમાં કાર્ડ ધરાવતા વ્યક્તિઓની અવર જવર અને આવશ્યક ચીજોની ડિલિવરી બુધવારથી થિમ્પૂમાં શરૂ થશે. જે લોકો આઈસોલેશનમાં હશે તેને કોઈ રાહત આપવામાં આવશે નહીં.

ભૂટાનમાં બીજી વખત જાહેર થયું લોકડાઉન

નોંધનિય થે કે થોડા દિવસ પહેલા જ થિમ્પુ, પારે અને લામોઝિંગ્ખામાં નવા કેસો સામે આવ્યા હતા. જેના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જે 23 ડિસેમ્બરથી લાગુ થશે અને 29 તારિખ સુધી ચાલશે. નોંધનિય છે કે ભૂટાન એ દેશમાં સામેલ છે કે જ્યાં સૌથી ઓછા કેસો સામે આવ્યા હતા. ભૂટાને કોરોના મહામારીને પોતાના દેશમાં પ્રવેશવા દીધી નહોતી, જ્યારે દુનિયાભરના દેશોમાં કોરોના બીજા સ્ટેજમાં પહોંચી ગયો હતો ત્યારે ભૂટાને લોકડાઉન જાહેર કર્યું હતું અને એ પણ માત્ર 5 દિવસ માટે.

દેશમાં જરૂરી સામાનની ઉણપ નહી વર્તાય

image source

22 ડિસેમ્બરે હિમાલયન સામ્રાજ્યના આરોગ્ય મંત્રાલયના અપડેટ મુજબ, કોરોનાના કુલ કેસો 479 હતા, જેમાંથી 430 સાજા થઈ ગયા હતા.કોરોનાથી ભૂટાનમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. લોકડાઉન દરમિયાન, સંબંધિત એજન્સીઓ એ સુનિશ્ચિત કરશે કે દેશમાં જરૂરી ચીજવસ્તુઓ, શાકભાજી અને પશુ આહાર સહિત અન્ય આવશ્યક ચીજોની કોઈ.અછત ન સર્જાય. સરકાર તમામ માલની આયાત અને નિકાસમાં ઓછામાં ઓછો અવરોધ આવે તેવું આયોજન કરશે. ભૂટાનની કુલ વસ્તી 7.54 લાખ છે (2018 ની ગણતરી મુજબ)

બ્રિટને પણ લોકડાઉનની જાહેરાત કરી

image source

તમને જણાવી દઈએ કે બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનની જાણ થયા બાદ ઘણા દેશોમાં હડકંપ મચ્યો છે. બ્રિટને પણ લોકડાઉનની જાહેરાત કરી છે. તો બીજી તરફ ભારત સહિત ઘણા દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. નવા વર્ષ અને નાતાલને લઈને પણ દેશો દ્વારા વિવિધ ગાઈડ લાઈન જારી કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ