બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવવા ભૂમિ પેડનેકરે કર્યું આ મોટું કામ

ભૂમિ પેડનેકર બોલીવુડની એ હસીનાઓમાં સામેલ છે જેમને ખૂબ જ સંઘર્ષ કરીને બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી છે. વર્ષ 2015માં ફિલ્મ દમ લગા કે હાઇશાથી એમને પોતાના કરિયરની શરૂઆત કરી હટીમ આ ફિલ્મમાં એ એક એવી સ્ત્રીના પાત્રમાં હતી જે ખૂબ જ જાડી છે. જ્યાં હિરોઇન વજન ઘટાડીને ફિલ્મોમાં આવે છે તો ભુમીએ આ રોલ માટે પોતાનું વજન વધાર્યું હતું. ફિલ્મની સ્ટોરીને તો પસંદ કરવામાં આવી જ સાથે સાથે ભુમીએ પોતાની જબરદસ્ત એક્ટિંગથી બધાનું દિલ જીતી લીધું.

image source

એ પછી એમને પોતાનું વજન ઘટાડયું અને હવે એ દરેક પ્રકારના રોલમાં દેખાય છે. આજે ભૂમિ પેડનેકરે ઘણી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓની વચ્ચે પોતાની અનોખી ઓળખ બનાવી છે. જો કે એમના માટે અહીંયા સુધી પહોંચવું સરળ નહોતું. ભૂમિ ફક્ત 18 વર્ષની હતી જ્યારે એમના પિતાનું કેન્સરના કારણે નિધન થઈ ગયું હતું. પિતાના ગયા પછી એમના પરિવારે ઘણો સંઘર્ષ કર્યો. તો ચાલો આજે જાણી લઈએ ભૂમિ પેડનેકર વિશે કેટલીક ખાસ વાતો.

image source

ભુમીએ અસલ જીવનમાં ખૂબ જ મહેનત કરી છે. એમને કહ્યું કે પિતાના ગુજરી ગયા પછીથી મેં પોતાના કામને 10 ગણા વધુ મહેનતથી કરવાનું શરૂ કરી દીધું હતું. લાગતું હતું બધું ખોટું થઈ રહ્યું છે શરૂઆતના બે વર્ષ ખૂબ જ ખરાબ વીત્યા પણ મેં પોતાને હિંમત આપી. તમને જણાવી દઈએ કે અભિનેત્રી બન્યા પહેલા ભૂમિ યશરાજમાં 6 વર્ષ સુધી આસિસ્ટન્ટ રહી હતી.

image source

ફિલ્મ દમ લગાકર હાઇશા માટે ભુમીએ પોતાનું વજનને ઘણું વધારી લીધું હતું. એક જાડી છોકરીના પાત્ર માટે ભૂમિને વર્ષ 2016માં બેસ્ટ ફિમેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ માટે ભુમીએ 89 કિલો વજન કરી લીધું હતી. જેના કારણે ફિલ્મ જોઈને કોઈને ખબર ન પડી કે એ ભૂમિ જ છે. એ પછી ભૂમિ ટોયલેટ એક પ્રેમ કથા, પતિ, પત્ની ઓર વો, સોન ચિરૈયા જેવી ઘણી ફિલ્મોમાં દેખાઈ.

image source

ભૂમિ પોતાને ટિપિકલ મુંબઈ ગર્લ માને છે. એક ઇન્ટરવ્યૂમાં એમને કહ્યું હતું કે હા હું પડદા પર ગર્લ નેક્સ્ટ ડોરનું પાત્ર ભજવુ છું પણ અસલ જીવનમાં હું તૈયાર થવામાં બે કલાકનો સમય લઉં છું. હું કોઈ ફિલ્મનું પ્રમોશન કરી રહી છું કે કોઈને મળવા જઈ રહી છું, હું તૈયાર થવામાં પૂરો સમય લગાવું છું.

image source

ભુમીએ પડદા પર એ મુદ્દા પર પણ ફિલ્મો કરી છે જેને કરવામાં બીજી હિરોઇન ખચકાય છે. એમને શુભ મંગલ સાવધાન અને ટોયલેટ એક પ્રેમ કથા જેવી ફિલ્મો કરી છે જેમાં સમાજની જ હકીકત બતાવવામાં આવી છે. એવા વિષયો પર લોકો ખુલીને વાત કરતા ખચકાય છે. ભૂમિ કહે છે કે એક સારી સ્ટોરીને ના પાડવાનું કોઈ કારણ નથી દેખાતું. પછી એ ખુલ્લામાં શૌચ હોય કે નપુંસકતાનો મુદ્દો આ વિષયો પર ભારતીય સિનેમામાં પહેલીવાર ફિલ્મો બની રહી છે એટલે હું એ ફિલ્મોનો ભાગ બનીને ખૂબ જ સૌભાગ્યશાળી મહેસુસ કરી રહી છું. ભૂમિ બહુ જલ્દી અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનમાં દેખાવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong