જલ્સા કરોને જેંતીલાલ

ભૂલથી પણ ન વેચતા આ વસ્તુઓ !

આ વસ્તુઓને ભૂલથી પણ વેચવાનું સાહસ ન કરતા નહીં તો તમારો પુણ્યનો ઘડો ઉણો થઈ જશે.

આપણા ગ્રંથો, વેદો અને પુરાણોમાં સમગ્ર જીવનને આવરી લેતી ઘણી બધી સચોટ વાતો કરવામાં આવી છે. સદીયો બાદ જીવન શૈલી બદલાતા આપણે ઘણાખરા અંશે વેદોમાં કહેલી વાતોને ભૂલી ગયા છીએ અથવા તો મારી મચડીને આપણે તેને સગવડીયા બનાવી દીધી છે.

આજે આપણે વાત કરીશું વિષ્ણુ પુરાણમાં દર્શાવેલા કેટલાક સિદ્ધાંતોની. વિષ્ણુ પુરાણની રચના મહર્ષિ વેદ વ્યાસે કરી છે. જેમાં જીવન માટે ઘણું બધું માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે.

આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ જણાવીશું જેનો વેપાર કરવો વિષ્ણુ પુરાણમાં વર્જીત ગણ્યો છે.

મીઠુઃ વિષ્ણુ પુરાણમાં મીઠાના વેપારને પણ અશુભ ગણવામાં આવે છે તેનાથી પણ તમારું પાપ વધે છે.

ઘીઃ વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શુદ્ધઘીનો વેપાર ના કરવો જોઈએ તેમજ તેને ખરીદવું જોઈએ પણ નહીં. તેને ઘરે જ બનાવવું જોઈએ.

પાણીઃ પાણીનું દાન કરવું તે ખુબ જ શુભ માનવામાં આવે છે પણ પાણીના વેપારને પાપ ગણવામાં આવ્યું છે. પાણીનો વેપાર કરવાથી તમારા પુણ્યનો ઘડો ઉણો થતો જાય છે અને પાપનો ઘડો ભરાતો જાય છે.

Sesame Sesamum Indicum Seeds Sesame Seeds

તલઃ ખાસ કરીને સફેદ તલને પણ વેચવા જોઈએ નહીં. તેનાથી પણ તમને નુકસાન થાય છે અને તમારા પાપમાં વધારો થાય છે.

સરસિયાનું તેલઃ ધનની લાલચમાં આવીને ક્યારેય સરસિયાનું તેલ વેચવું જોઈએ નહીં.

ગાયનું દૂધઃ ગાયને હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં ગાયના દૂધના વેચાણને પાપ ગણવામાં આવ્યું છે.

ગોળઃ ગોળના વેચાણને વિષ્ણુ પુરાણમાં પાપ ગણવામાં આવ્યું છે. માટે ગોળનો વેપાર કરવો જોઈએ નહીં.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version