જલ્સા કરોને જેંતીલાલ

તમારા ઘરની આસપાસ જો હોય લીમડાનું ઝાડ તો આ ઉપાય અવશ્ય કરજો, પેટની ગડબડથી લઈને તમારી સ્કિન માટે પણ છે ફાયદાકારક..

ભૂખ્યા પેટે લીમડાના પાન ખાવાના છે અનોખા ફાયદા, જાણીને ઉડી જશે હોશ.

લીમડો એક એવી ઔષધિ છે, જેના અનેક ફાયદા હોઈ છે. જુના જમાનામાં દરેક ઘરમાં લીમડાનું એક વૃક્ષ જરૂરથી હોતુ હતુ, કારણ કે ત્યારે ઘરેલુ ઉપાયની માન્યતા વધુ પણ હતી, એવામાં આજ અમે તમને લીમડાના અમુક અનોખા ફાયદા જણાવીશુ. શહેરોમાં લીમડો ખૂબ જ ઓછો મળે છે, પરંતુ ગામડામાં લીમડો જ લીમડો દેખાય છે. જો તમને પણ ક્યાંય લીમડો દેખાય તો તમારે તેના પાન જરૂરથી લઈ લેવા જોઈએ, કારણ કે લીમડો એક ફાયદા અનેક છે. લીમડાનું સેવન કરીને તમે અનેક બિમારીઓથી પોતાને બચાવી શકો છો. ચાલો જાણીએ કે અમારા આ અહેવાલમાં શું ખાસ છે?

લીમડાનું મૂળ હોઈ, લીમડાના વૃક્ષ ની છાલ, પાન, ફૂલ અને લીમડા ના બીજ ની ગોટલી અને બીજનું તેલ આ બધાનું પોતાનુ અલગ મહત્વ હોઈ છે. એવામાં આને જુના જમાનામાં રામબાણ પણ કહેવામાં આવતો હતો. એટલુ જ નહિ, પહેલા જ્યારે કોઈને તાવ આવતો હતો, તો વયોવૃદ્ધો ડોક્ટર પાસે નહોતા જતા, પરંતુ લીમડાના પાન ચાવી લેતા હતા. લીમડા ના ફાયદા ઘણાબધા હોઈ છે.

જણાવતા જઈએ કે લીમડાના પાન ના માત્ર તમને શારિરીક રુપથી ફાયદા આપે છે, પરંતુ તમારા મગજને પણ શાંત અને મજબૂત બનાવવાનું કામ કરે છે. અવારનવાર તમે ટીવીમાં સાબુ કે પછી ફેશવોશની જાહેરાત જરૂરથી જોઈ હશે, જેમાં તે લીમડાની ખૂબીઓ જણાવે છે, એવામાં તમારે આ સાબુઓની જરૂર નથી, પરંતુ જો તમે રોજ બે લીમડા ના પાન ખાશો તો તમને ઘણા સારા ફાયદા દેખાશે. તેમાં એંટીબેક્ટરિયલ અને એંટી સેપ્ટીક ગુણ રહેલા હોઈ છે, જે તમને કિટાણુઓથી પણ બચાવે છે.

લીમડાના પાન ના ફાયદા

રોજ સવારે જો તમે બે લીમડાના પાન નું સેવન કરશો તો આ તમારી ત્વચા અને તમને પૂરી રીતે યુવાન રાખવાનું કામ કરશે. તો ચાલો જાણીએ કે લીમડા ના પાન ખાવાથી શું શું ફાયદા થઈ શકે છે?

૧.જો તમે રોજ ૨ લીમડાના પાન સવારે ખાશો તો તમે અલ્સર અને કબજિયાત, મરડો અને સોજા જેવી આંતરની બિમારીઓથી પોતાને દૂર રાખી શકો છો.

૨.ચહેરા પર જો કરચલીઓ પડી ગઈ છે, તો તમારે તેનું સેવન કરવુ જોઈએ. જો તમે ખાઈ નથી શકતા, તો તેની પેસ્ટ બનાવીને પોતાના ચહેરા પર લગાવો. એક અઠવાડિયામાં કરચલીઓ ગાયબ થઈ જશે.

લીમડાના પાનના સ્વાસ્થય, વાળ અને ત્વચા માટે ફાયદા અને નુક્સાન

ભારત દેશમાં લીમડો એક ખૂબ મોટી ઔષધિ છે, જેને ઘણા હજારો વર્ષોથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજ ના સમયમાં ઘણીબધી અંગ્રેજી દવાઓ લીમડા ના પાન અને તેના વૃક્ષથી બને છે. લીમડાના વૃક્ષની દરેક ચીજ ફાયદાકારક હોઈ છે, ઘણીબધી મોટી થી મોટી બિમારીઓનો ઈલાજ તેનાથી કરવામાં આવે છે. ભારત દેશમાં લીમડાનું વૃક્ષ ઘરમાં હોવુ શુભ માનવામાં આવે છે, લોકો પોતાના ઘરમાં તેને વાવે છે જેથી તેના ફાયદા ઉઠાવી શકે. ભારત થી લીમડા ના પાન ની નિર્યાત ૩૪ દેશોમાં કરવામાં આવે છે. લીમડાનો સ્વાદ કડવો હોઈ છે, પરંતુ આ જેટલો કડવો હોઈ છે, એટલો જ ફાયદાકારક હોઈ છે.

મુંહાસાનો ઈલાજ કરે છે

મુંહાસા થવા પર લીમડાના પાન ને પીસીને જો ત્વચા પર લગાડવામાં આવે, તો મુંહાસાથી છૂટકારો મેળવી શકાય છે અને ત્વચા પર મુંહાસા થતા બંધ થઈ જાય છે. તેના સિવાય આ વૃક્ષ ના પાન નું સેવન કરીને પણ મુંહાસાને ખતમ કરી શકાય છે.

ટેનિંગ ને કરે ખતમ

તડકામાં વધારે વાર ઉભા રહેવાથી ત્વચા પર ખરાબ પ્રભાવ પડે છે અને ત્વચા પર ટેનિંગ આવી જાય છે. ત્યાં જ તડકાથી કાળી પડેલી ત્વચા પર લીમડાના પાન નું ફેસ પેક લગાવીને ટેનિંગને દૂર કરી શકાય છે. આ ફેસ પેક બનાવવા માટે તમારે બસ આ પાન ને સુકાવીને તેનો પાઉડર બનાવવાનો રહેશે અને આ પાઉડરમાં તમારે દહીં મેળવવાનું રહેશે.

ચહેરા પર લાવે નિખાર

લીમડના પાઉડર સાથે જો હળદર મેળવીને ચહેરા પર લગાડવામાં આવે, તો ચહેરાનો નિખાર વધુ વધી જાય છે. હળદર સિવાય તમે લીમડના પીસેલા પાનમાં કાકડીનો રસ પણ મેળવી શકો છો.

ડાર્ક સર્કલને કરે ગાયબ

આંખોની નીચે કાળા કુંડાળા (ડાર્ક સર્કલ) થવા પર તમે લીમડાના પાન ની પેસ્ટ બનાવીને (પાન ને પીસીને), તે પેસ્ટ તેના પર લગાવી દો અને થોડી મિનિટ સુધી આ પેસ્ટ લાગેલી રહેવા દો. થોડા સમય બાદ તમે આ લેપને પાણીની મદદથી સાફ કરી દો. અઠવાડિયામાં ત્રણ વાર આ પેસ્ટ ડાર્ક સર્કલ પર લગાડવાથી આ જલ્દી જ ઓછા થઈ જશે.

લોહી શુધ્ધ કરે

લીમડાના પાનમાં કવક અને જીવાણુને ખતમ કરવાની તાકાત હોઈ છે. એટલે જો તેના પાન ખાવામાં આવે, તો શરીરનું લોહી શુધ્ધ થઈ જાય છે અને શરીરનાં ગંદા જીવાણુ પણ ખતમ થઈ જાય છે.

મધુપ્રમેહ ને કરે નિયંત્રિત

લીમડા ના પાન પર કરવામાં આવેલા ઘણા અનુસંધાનોમાં મળી આવ્યુ છે કે અ પાન મધુપ્રમેહ ના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ છે અને જે લોકોને પણ વધારે ડાયાબિટીસ ની ફરિયાદ છે, જો તે આ પાન ને નિયમિત રુપથી ખાય તો આ બિમારીથી રાહત મેળવી શકે છે.

મેલરિયાની બિમારીમાં લાભદાયક

ઘણા દેશોમાં જે લોકોને મેલરિયા થઈ જાય છે, તે લોકોના ઈલાજ દરમિયાન લીમડાનો ઉપયોગ પણ દવાના રુપમાં કરવામાં આવે છે. ખરેખર તેના પાનમાં મળી આવતા ગેંડનિન ઘટક આ બિમારીના ઈલાજમાં કારગર સાબિત થાય છે અને વધુ તાવને ઓછો કરવામાં મદદ કરે છે. એટલે જે લોકોને મેલરિયા થાય છે તેમણે લીમડાના પાન ખાવાની સલાહ આપવામાં આવે છે.

પેટ માટે લાભદાયક

પેટની અનેક સમસ્યાઓ પર પણ લીમડાના પાન ની કારગર અસર પડે છે અને તેના પાન ને ખાવાથી એસિડીટીની સમસ્યા, કબજિયાત, પેટના દુખાવાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. એટલે જો તમે કોઈ પાર્કમાં કસરત કરવા જાવ છો, તો કસરત કરતા સમયે લીમડાના વૃક્ષ થી તેના બે ત્રણ પાન તોડીને ખાઈ લો. જોકે પાન ને ખાવાથી પહેલા તેને સાફ જરૂરથી કરી લો.

યુરીન સંક્રમણ

યુરીન સંક્રમણ થવા પર પણ જો તેનું સેવન કરવામાં આવે, તો આ સંક્રમણ થી રાહત મેળવી શકાય છે અને આ સંક્રમણ થી ગ્રસ્ત લોકો જો રોજ સવારે ઉઠીને તેના પાન ચાવે, તો આ સંક્રમણ થી તેમણે જલ્દી રાહત મળી જશે.

અળાયુની સમસ્યામાં લાભદાયક

જે પણ લોકોને ખૂબ વધુ અળાયુ થાય છે, તે લીમડાના પાન ખાવાનુ શરુ કરી દે કે પછી તેના પાન ને પીસીને તેનો જ્યૂસ કાઢીને તેનું સેવન કરી લે. પરંતુ યાદ રહે કે તેનું જ્યૂસ ખૂબ જ કડવુ હોઈ છે, એટલે તમે ફક્ત થોડી માત્રામાં જ તેનાં જ્યૂસનું સેવન કરો.

કોલેસ્ટ્રોલ ને કરે નિયંત્રિત

કોલેસ્ટ્રોલ લેવલ વધવા પર જો લીમડાના પાન ખાવામાં આવે, તો કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરી શકાય છે. એટલે જે લોકોને કોલેસ્ટ્રોલ લેવલ વધુ છે, તે થોડા દિવસ સુધી લીમડાના પાન નું સેવન કરી પોતાના આ લેવલને નિયંત્રિત કરી શકે છે.

ફફૂંદ સંક્રમણ

શરીરના કોઈ ભાગમાં ફફૂંદ એટલે કે ફંગલ સંક્રમણ થવા પર જો તે ભાગ પર લીમડાના પાન નો લેપ લગાડવામાં આવે, તો સંક્રમણ જલ્દી જ મટી જાય છે.

રોગપ્રતિરોધક શક્તિ

લીમડો શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં પણ ખૂબ લાભદાયક સાબિત થાય છે અને તેના પાન કે પછી તેની કેપસુલ ખાવાથી શરીરની રોગ પ્રતિરોધક શક્તિને મજબૂત કરી શકાય છે.

દાઝેલા ભાગને કરે બરાબર

દાઝેલા ભાગ પર જો લીમડાનો લેપ લગાડવામાં આવે, તો તે ભાગને જલ્દી જ સાજો કરી શકાય છે અને સાથે જ તે ભાગમાં કોઈ પ્રકારના સંક્રમણ થવાની આશા પણ ઓછી થઈ જાય છે.

જીવાતના ઝેરની અસર ઓછી કરે

કોઈ વ્યકિતને જો કોઈ જંતુ કરડી લે છે તો જંતુ એ કરડેલી જગ્યા પર જો તેના પાન ને પીસીને લગાડવામાં આવે તો જંતુના ઝેરની અસર ઓછી કરી શકાય છે. જોકે પાન ની જગ્યા પર તમે તેના તેલનો ઉપયોગ પણ જંતુ દ્વારા કરડેલી જગ્યા પર કરી શકો છો.

ઉપર જણાવવામાં આવેલા લાભ સિવાય જો તેના પાન ને ખાવામાં આવે, તો કેન્સર થવાનું જોખમ ઓછુ થઈ જાય છે અને સાથે જ આ ગર્ભનિરોધક દવા તરીકે પણ કામ કરે છે.

લીમડાના પાન ના વાળથી જોડાયેલા ફાયદા

ખુશ્ક વાળ પર જો લીમડાના પાન ની પેસ્ટ બનાવીને લગાડવામાં આવે, તો વાળની ખુશ્કતા દૂર થઈ જાય છે અને વાળમાં ચમક આવી જાય છે. વાળ માટે તેની પેસ્ટ બનાવવા માટે, તમારે લીમડાના પાન ના પાઉડરમાં મધ મેળવવાનું રહેશે અને આ પેસ્ટને પોતાના વાળ પર લગાવવાની રહેશે.

વાળને બનાવે મજબૂત

જે લોકોના વાળ ખૂબ નબળા છે અને આસાનીથી તૂટી જાય છે, તે લોકો પોતાના વાળને લીમડાની મદદથી મજબૂત કરી શકે છે. વાળને મજબૂત કરવા માટે તમારે લીમડાના પાન ને પીસીને એક પેસ્ટ તૈયાર કરવાની રહેશે અને આ પેસ્ટને પોતાના વાળ પર લગાડવાની રહેશે. તમે ઈચ્છો તો આ પેસ્ટને બનાવવા માટે તેમાં નાળિયેર તેલ પણ ઉમેરી શકો છો. ત્યાં જ આ પેસ્ટ વાળ પર લગાવ્યાના દસ મિનિટ બાદ તમે સાફ પાણીથી વાળ ધોઈ લો.

જું ને કરે ખતમ

જું થવા પર જો લીમડના પાન ની પેસ્ટ વાળ પર લગાડવામાં આવે, તો જું ખતમ થઇ જાય છે. તમે ઈચ્છો તો તેની પેસ્ટની જગ્યા પર તેના પાન ને પાણીથી ઉકાળીને તે પાણીથી વાળ ધોઈને પણ જું ને ખતમ કરી શકો છો. જોકે આ યાદ રહે કે પાણી ઠંડુ થયા બાદ જ તમે તેનાથી પોતાના વાળ ધોવો.

ઘણી પ્રકારની દવા બનાવવામાં લીમડાના ફળનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના ફળમાં ઘણા પ્રકારના પોષક તત્વો પણ હોઈ છે. તેના ફળોથી લીમડાનું તેલ પણ પ્રાપ્‍ત કરવામાં આવે છે જે જીવાણુથી લડવામાં મદદરૂપ થાય છે.

વિટામીન નામ કેટલા ટકા હોઈ છે

વિટામીન કે ૧૨.૪%

કેલ્શિયમ ૩૨.૮%

મેગ્નેશિયમ ૨૫%

સોડિયમ ૨૩.૭%

ફોસ્ફરસ ૧૭.૨૪%

નાઈટ્રોજન ૨૦%

લીમડાના તેલના ફાયદા

લીમડાના પાન ની જેમ જ તેના તેલનો ઉપયોગ પણ ઘણી પ્રકારની બિમારીઓથી લડવા માટે કરવામાં આવે છે. લીમડાના તેલને લીમડાના બીજમાંથી પ્રાપ્‍ત કરવામાં આવે છે અને આ તેલની મદદથી વાળ અને ત્વચાથી જોડાયેલી ઘણી સમસ્યાઓ ને પણ ખતમ કરી શકાય છે.

બ્લેક હેડ્સને કરે ખતમ

બ્લેક હેડ્સ અને વાઈટ હેડ્સ થવાની સમસ્યા મોટાભાગના લોકોને રહે છે અને બ્લેક હેડ્સ ને ચહેરાથી સાફ કરવા ખૂબ મુશ્કેલ પણ હોઈ છે. ચહેરા પર બ્લેક હેડ્સ અને વાઈટ હેડ્સ થવા પર જો લીમડના તેલને થોડા પાણી સાથે મેળવીને તેના પર લગાવવામાં આવે તો તેને ચહેરા પર થી સાફ કરી શકાય છે.

કાન ના દુખાવામાં લાભદાયક

કાનમાં સંક્રમણખે પછી કોઈ તકલીફ થવા પર જો તેના તેલના થોડા ટીપા કાનમાં નાખવામાં આવે, તો કાન ની આ સમસ્યાઓ થી રાહત મળી શકે છે. બની શકે તો તેલનો પ્રયોગ ગરમ કરીને કરવો.

વાળનું ખરવાનુ કરે ઓછુ

જો તમારા વાળ ખૂબ ખરે છે તો તમારા વાળ પર તેના તેલથી માલીશ કરવાનુ શરૂ કરી દો. કારણ કે આ તેલને નિયમિત રુપથી વાળ પર લગાવવાથી વાળ ખરવાની સમસ્યા ખતમ થઈ જાય છે, સાથે જ સ્કેલ્પ પણ સાફ રહે છે.

ખોળાને કરે ખતમ

માથામાં ખોળૌ થવાની સમસ્યાને પણ લીમડાના તેલની મદદથી ખતમ કરી શકાય છે. ખરેખર તેના તેલમાં જીવાણુરોધી, એંટીફંગલ ગુણ રહેલા હોઈ છે જે ખોળાને ખતમ કરવાનું કામ કરે છે.

મચ્છરોથી કરે રક્ષા

મચ્છરોથી બચાવી રાખવા માટે પણ તેનું તેલ ગુણકારી હોઈ છે તમારે બસ તેના તેલમાં થોડા ટીપા નાળિયેર ના તેલના મેળવવા પડશે અને બાદમાં તેને પોતાના હાથ, પગ અને શરીરના ખુલ્લા ભાગો પર લગાવવાનું રહેશે. તેલ લગાવવાથી મચ્છર તમારા શરીર ના ખુલ્લા ભાગ ને નહિ કરડી શકે અને તમે પોતાની રક્ષા ડેંગુ અને મેલરિયા વાળા મચ્છરોથી કરી શકશો.

ખરેખર તેના તેલની દુર્ગંધ ખૂબ કડવી હોઈ છવ અને આ તેલની દુર્ગંધ થી મચ્છર દૂર ભાગે છે અને આ જ કારણ છે કે મચ્છરથી રક્ષા કરવા માટે બનાવવામાં આવતા ઘણી પ્રકારના લોશન્સમાં લીમડાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

પાણી સાથે લીમડાના લાભ

આંખો માટે લાભદાયક

આંખોને જો લીમડાના પાણીથી સાફ કરવામાં આવે તો આંખોને રાહત મળે છે અને તેમાં રહેલ કચરો પણ નિકળી જાય છે.

આંખોને લીમડાના પાણીથી ધોવા માટે, તમારે બસ પાણીમાં થોડા લીમડાના પાન નાખીને ઉકાળવા પડશે અનવ આ પાણીને ઠંડુ કરીને આ પાણીથી પોતાની આંખો ધોવાની રહેશે. આવુ કરવાથી ના માત્ર આંખોને ઠંડક મળશે સાથે જ આંખ સારી રીતે સાફ પણ થઈ જશે.

અળાયુ (દાણા) ને ઓછા કરે

ઉનાળાની સીઝનમાં અવારનવાર શરીરમાં ઘણીબધી અળાયુ થઈ જાય છે અને આ અળાયુમાં ઘણી ખંજવાળ પણ આવે છે. એટલે જે લોકોને આ સમસ્યા થાય છે તે સ્નાન કરવાના પાણીમાં લીમડાના થોડા પાન નાખી લો. આવુ કરવાથી આ દાણા જલ્દી ખતમ થઈ જશે અને તેમાં કોઈ પ્રકારની ખંજવાળની સમસ્યા પણ નહિ થાય.

અછબળા

અછબળાની બિમારી થવા પર લીમડાના પાણીથી નહાવાની સલાહ ડોક્ટર દ્વારા પણ આપવામાં આવે છે. કારણ કે તેના પાણીથી નહાવાથી અછબળાના દાણા શરીરમાં ફેલાતા નથી અને આ દાણામાં ખંજવાળ પણ નથી આવતી.

પથરીને ઓછી કરે

પથરીની બિમારી થવા પર જો લીમડાના પાણીનું સેવન કરવામાં આવે, તો પથરીથી છૂટકારો મળી શકે છે. લીમડાનું પાણી તૈયાર કરવા માટે તમે બસ થોડા લીમડાના પાન ને પીવાના પાણીમાં થોડા સમય માટે ઉકાળવા પડશે અને જ્યારે આ સારી રીતે ઉકળી જાય, તો પાણીને ગાળી લો અને ઠંડુ થવા માટે રાખી દો. જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય તો તેને પી લો, સારા પરિણામ માટે તમે આ પાણીને થોડા દિવસ સુધી સતત પીવો.

લીમડાના લાકડાનો ઉપયોગ

દાંત માટે લાભદાયક

હજુ પણ ઘણા ગામોમાં લોકો દ્વારા દાંતની સફાઈ માટે લીમડાના લાકડા(દાંતણ)નો પ્રયોગ કરવામાં આવે છે. કારણ કે તેના દાંતણ ને દાંત પર ઘસવાથી પેઢાનો દુખાવો, મોં ની દુર્ગંધ, પીળા દાંતોની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે અને આ જ કારણ છે કે ટુથપેસ્ટ બનાવનાર કંપનીઓ દ્વારા પોતાના ટુથપેસ્ટમાં લીમડાના લાકડા અને પાન નો ઉપયોગ કરવામાં આવે છે.

લીમડાની ચા

લીમડાની ચાનું સેવન પણ લોકો દ્વારા કરવામાં આવે છે અને તેની ચા પીવાથી તાવ પણ ઓછો કરી શકાય છે અને શરીરના થાકને પણ દૂર ભગાવી શકાય છે. લીમડાની ચા બનાવવા માટે તમારે પાણીમાં લીમડાનો પાઉડર કે થોડા પાન નાખવા પડશે અને આ પાણીને ઓછામાં ઓછી દસ મિનિટ સુધી ઉકાળવુ પડશે. તમે ઈચ્છો તો આ પાણીમાં મધ, એલચી અને લવિંગ જેવી ચીજો પણ નાખી શકો છો.

લીમડાના નુક્સાન

વધારે સેવન ના કરવુ

તેના પાન ને વધારે સમય સુધી ખાવા શરીર માટે બરાબર નથી હોતુ. એટલે તમે તેના પાન નું સેવન વધુ લાંબા સમય સુધી ના કરો અને બની શકે તો એક દિવસ છોડીને આ પાન ખાવ, કારણ કે લાંબા સમય સુધી તેના પાન ખાબાથી કિડની અને લીવર પર ખરાબ પ્રભાવ પડી શકે છે.

બાળકો એ ના કરવુ સેવન

નાના બાળકો એ લીમડાના પાન નું સેવન ના કરવુ જોઈએ, કારણ કે તેના પાન નું સેવન કરવાથી નાના બાળકોના સ્વાસ્થય પર ખરાબ પ્રભાવ પડી શકે છે અને તેમને ઘણી પ્રકારની બિમારીઓ પણ થઈ શકે છે.

ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક

ગર્ભવતી મહિલાઓ માટે પણ તેના પાન નું સેવન કરવુ હાનિકારક થઈ શકે છે અમે તેનો ખરાબ પ્રભાવ બાળક પર પણ પડી શકે છે. તેના સિવાય જે મહિલા બાળકોને પોતાનું દૂધ પીવડાવે છે તે પણ લીમડાના પાન નું સેવન ના કરે.

મધુપ્રમેહ

લીમડાના પાન ખાવાથી ઉચ્ચ મધુપ્રમેહ ને ઓછુ કરી શકાય છે, પરંતુ જો તેના પાન નું સેવન વધારે કરી લેવામાં આવે તો ડાયાબિટીસ નું લેવલ ઓછુ થવાનું પણ જોખમ બની રહે છે. એટલે જો તમે આ પાન નું સેવન મધુપ્રમેહ ના લેવલને ઓછુ કરવા માટે કરી રહ્યા છો, તો સમય સમય પર પોતાના ડાયાબિટીસ ના લેવલની તપાસ પણ કરાવતા રહો. ત્યાં જ જે લોકોનું ડાયાબિટીસ લેવલ ઓછુ રહે છે તે આ ના ખાય.

જે લોકોની કોઈપણ પ્રકારની સર્જરી થવાની છે, તે પણ તેના પાન નું સેવન ના કરે અને સર્જરી થવાના ઓછામાં ઓછા ૨ અઠવાડિયા પહેલા આને ખાવાનું બંધ કરી દો. આ જ રીતે જે મહિલા મા બનવા માંગે છે તે પણ આના પાન નું સેવન ના કરે.

લીમડો ખાવાનો સૌથી સારો સમય

ઘણા લોકો દ્બારા લીમડાના પાન નું સેવન સવારના સમયે કરવામાં આવે છે તો ઘણા લોકો સાંજના સમય તેના પાન ખાતા હોઈ છે. જોકે જે લોકો લીમડાના પાન નું સેવન સવારે ભૂખ્યા પેટે કરે છે, તેમના શરીર પર તેના પાન નો વધૂ સારો પ્રભાવ પડે છે. એટલે શક્ય હોઈ તો તમે સવારના સમયે તેનું સેવન કરો.

નિષ્કર્ષ

લીમડાના પાન નો ઉપયોગ ઘણી પ્રકારની દવા અને સાબુ બનાવવા માટે કરવામાં આવે છે અને આ વાત આ ચીજ સિધ્ધ થાય છે કે આ વૃક્ષના પાન ખૂબ લાભદાયક હોઈ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version