જલ્સા કરોને જેંતીલાલ

ભૂખ્યા પેટે અઠવાડિયા સુધી લસણ-મધનું સેવન કરો, તમારામાં આશ્ચર્ય જનક પરિવર્તન જોવા મળશે.

લસણનું રોજ આ રીતે સેવન કરવાથી તમારા શરીરી મોટા ભાગની તકલીફો દૂર થાય છે.

સુપર ફૂડમાં લસણનો પણ સમાવેશ કરવામાં આવે છે. લસણથી ઓથોરોસ્કલેરોસિસ, કોરોનરી હાર્ટ ડીસીઝ, હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર તેમજ હાઇ કોલેસ્ટ્રોલમાં મદદ મળે છે.

આ ઉપરાંત લસણથી કેટલાએ પ્રકારના બેક્ટેરિયા પણ નાશ પામે છે તે કારણ સર તે ફ્લૂ, શરદી, તાવ, ફૂગ, ઝાડા અને મચ્છરના ડંખ જેવી નાનીનાની બિમારીઓમાં પણ લાભપ્રદ છે.

લસણ શરીરનું ઝેર દૂર કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેમજ વૃદ્ધ થઈ ગયેલા પ્રોટેસ્ટ, ડાયાબિટિસ અને એસ્ટિયોઅર્થરાઇટિસની સારવારમાં પણ લસણ અસરકારક સાબિત થયું છે.

લસણને એકલું નહીં ખાતા તેને જ મધ સાથે ભેળવીને ખાવામાં આવે તો તે વધારે અસર પહોંચાડે છે. કેન્સર જેવા રોગમાં જ્યારે કેમોથેરાપી જેવી અતિઉગ્ર સારવારની જરૂર પડે ત્યારે પણ લસણ ખુબ જ લાભપ્રદ રહે છે.

લસણની કળી ફોલી તેને સમારી 15 મિનિટ સુધી મુકી રાખો. આમ કરવાથી તેની બાયોઅવેબિલીટી એટલે કે જૈવ ઉપલબ્ધતામાં વધારો થાય છે.

લસણને રાંધવાથી તેના ગુણોમાં ઘટાડો થાય છે બને ત્યાં સુધી લસણને કાચુ જ ખાવું જોઈએ તેનાથી સ્વાસ્થ્યને વધારે લાભ પહોંચે છે. તેમજ લસણને ખાલી પેટે ખાવાથી પણ તેની અસર વધારે થાય છે.

એક ચમચી લસણની પેસ્ટને મધ સાથે ખાવાથી તમારા શરીરને ઉર્જા મળે છે. તમે તંદુરસ્ત રહો છો.

લસણની પાંચ કળી સમારી લેવી, બે લાલ મરચા સમારવા, એક ચમચી આદુ, એક લીંબુનો રસ અને થોડું વેનેગર નાખીને તેનું સેવન કરવાથી ફ્લૂ થતો નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version