જાણો બહુ ભૂખ લાગે ત્યારે કઇ વસ્તુઓ ના ખાવી જોઇએ..

ક્યારેક ક્યારેક એવું થાય છે કે આપણને ખૂબ જ ભૂખ લાગી જાય છે, અને તે સમયે આપણને જે પણ વસ્તુ ઉપલબ્ધ થાય તેને ખાઈ લઈએ છીએ. પરંતુ આવું કરવું આપના માટે ઘાતક સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ મુજબ જ્યારે ખૂબ ભૂખ લાગે ત્યારે કેટલીક વસ્તુઓ એવી છે, જેને ખાવી જોઈએ નહિ, આવો જાણીએ કઈ છે તે વસ્તુઓ:

જામફળ:

image source

જામફળ એક એવું ફળ છે, જે અલગ અલગ પરિસ્થિતિઓમાં ખાવાથી અલગ અલગ પરિણામો જોવા મળે છે એટલે કે જો આપ્ શિયાળામાં સવારના સમયે ખાલી પેટે જામફળ ખાશો, તો આપને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. ત્યાં જ, ઉનાળામાં ખાલી પેટ જામફળ ખાશો, તો આ ફાયદાકારક રહે છે. એવામાં આપે ખાલી પેટે જામફળ ખાવું જોઈએ નહિ.

સફરજન:

image source

શિયાળામાં ખાલી પેટે સફરજન ખાવાથી બીપી વધી શકે છે, જો સવારે સૌથી પહેલા એટલે કે કઈપણ ખાધ વગર સફરજન ખાઈ લો છો, તો આપને તકલીફોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ઉનાળામાં આપ ખાલી પેટે સફરજન ખાઈ શકો છો.

ટામેટાં:

image source

ટામેટાંની તાસીર ગરમ હોય છે. ટામેટાને આપ શિયાળાની ઋતુમાં ખાલી પેટે ખાઈ શકો છો પરંતુ ઉનાળાની ઋતુમાં ખાલી પેટે ખાવાથી પેટમાં કે છાતીમાં બળતરાની સમસ્યા થી શકે છે. આ માટે આપે સવારના સમયે ટામેટાં ખાવા જોઈએ નહિ.

ચા-કોફી:

image source

ચા કે કોફીને ખાલી પેટ પીવાથી બચવું જોઈએ. આપ ચા કે કોફીની સાથે બિસ્કિટ, બ્રેડની સાથે લઈ શકો છો, પરંતુ ખાલી પેટે કે અતિશય ભૂખ લાગે ત્યારે ફક્ત ચા કે કોફી પીવા જોઈએ નહિ, એકલા ચા કે કોફી પીવાથી આપને પેટમાં ગેસ પણ થઈ શકે છે.

દહી:

image source

ઘણા લોકો એવા હોય છે, જેમને દહી ફાયદા પહોંચાડવાને બદલે નુકસાન પહોંચાડે છે. એવામાં દહીંને સવારના સમયે ખાલી પેટે ખાવાથી બચવું જોઈએ, નહિ તો આપનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ