ભોંયરીંગણી : ૧૦૦ થી પણ વધુ રોગથી આપશે છુટકારો, કેવીરીતે કરશો આનો ઉપયોગ…

આજે અમે તમારી માટે લાવ્યા છીએ એક એવા છોડ વિશેની માહિતી જે તમને અનેક રોગમાં મદદ કરશે. આપણી આસપાસ અનેક ફૂલ અને છોડ હોય છે. ઘણા એવા છોડ હોય છે જે પોતાના અનેક ગુણોને કારણે અનેક રોગ અને બીમારીઓમાં કામ લાગે છે. ઘણા એવા છોડ હશે જેની સલાહ તમને તમારા વડીલો આપતા હશે. તો ઘણા એવા પણ છોડ છે જેના વિષે આપણે કશું જ જાણતા નથી હોતા. અમુક છોડ એવા હોય છે જે આપણને ફાયદો આપે છે પણ અમુક એવા પણ છોડ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક પણ હોય છે. આજે અમે તમને એવા છોડ વિષે જણાવીશું જેના સેવનથી તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકશો. આયુર્વેદ પણ આ વાતને માને છે.

આજે જે વાત અમે તમને જણાવી રહ્યા છીએ તેનું નામ છે ભોંયરીંગણી. આ છોડ એ જોવામાં કાંટોથી ભરેલો હોય છે અને તેના પર તરબૂચ જેવા નાના નાના ફળ હોય છે. આ છોડ એ આપણા ઘરની આસપાસ અને રોડ પર કે પછી નદીના કિનારે ઉગેલો દેખાય છે. આ છોડની ડાળીઓ એ વાંકીચુકી હોય છે અને કાંટાવાળી પણ હોય છે. તેના પાન તમને જોવામાં મૂળાના પાન જેવા લાગશે. ટેસ્ટમાં તે ફિક્કા હોય છે.

આ છોડ એ ૧૦૦થી પણ વધારે બીમારીઓ દૂર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પણ તમને જણાવી દઈએ કે મુખ્ય કઈ બીમારીઓમાંથી ફાયદો થશે. અસ્થમા, દરેક પ્રકારનું સંક્રમણ, પથરી, બવાસીર, ખરજવું અને જેમને ગર્ભ ના રહેતો હોય તેમના માટે પણ આ ફાયદાકારક છે. આ છોડનો ઉપયોગ કરવા માટે આ છોડના મૂળને વાટીને પાણીમાં ઉકાળો અને જયારે પાણી ઉકળીને અડધું થઇ જાય ત્યારે તેને ગાળી લો અને પછી એ પી જાવ. આવું નિયમિત એક મહિના સુધ કરવાથી દરેક પ્રકારની બીમારી દૂર થઇ જશે.