ભોળાનાથની પૂજામાં નથી સ્વીકારાતા હળદર – કંકુ, ચડાવશો તો થશે મહાદેવ કોપાયમાન..

ભોળાનાથની પૂજામાં નથી સ્વીકારાતું હલ્દી – કંકુ, ચડાવશો તો થશે શંકર ભગવાન કોપાયમાન…

ભગવાન શંકરને ઇષ્ટ દેવ તરીકે પૂજનાર હરકોઈ એમને ભોળાનાથના રૂપે જાણતા જ હોય છે. ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ છે. તેમનું જપ – તપ કરવાથી તેમને રીઝવીને સ્વર્ગના સુખ જેવી મહેચ્છાઓનું વરદાન માગી શકાય છે. તેમના હરહંમેશ સ્મ્રરણ માત્રથી જન્મમૃત્યુના ફેરા ટળે છે એવું મનાય છે. એવા અ ભોળાનાથ જો કોપાયામાન થાય તો ક્રોધ તાંડવ કરીને તેઓ સમગ્ર સૃષ્ટિનો નાશ કરી શકે છે. તેમને ત્રિનેત્રધારી પણ કહેવાય છે. જ્યારે ભગવાન શંકર અતિ ક્રોધિત થાય ત્યારે તેઓ ગુનેહગારને ત્રીજાંનેત્રથી ભષ્મીભૂત કરી દેતાં તેમને વાર નહીં લાગે.

image source

હકીકતે, શંકર ભગવાન વૈરાગ્ય પાળતા દેવતા છે. તેમની પૂજા – યાચનામાં ભક્તોએ કોઈપણ એવી ચીજવસ્તુઓ ન વાપરવી જોઈએ જે વર્જ્ય હોય. ભોલેનાથ અતિ સાદાઈથી અને ભૌતિક સુખવાળા જીવનથી દૂર રહેતા દેવ તરીકે જાણીતા છે અને આ રીતે તેમને સરળ રીતે માનવામાં આવે છે. સમૃદ્ધ ખોરાક અને ફળો આપીને અથવા સુંદર અલંકારોથી શણગારવામાં તેને પૂજા કરવાની જરૂર નથી.

image source

પ્રાચીન ગ્રંથોમાં લખવામાં આવ્યું છે કે ભગવાન શિવને ધતૂરા ફળ, બીલીના પાન, ભાંગ, તાજું ઠંડું ગાયનું દૂધ, સાચા ચંદનનો લેપ અને સ્મશાનની ભસ્મથી તેમની અર્ચના કરાય છે. હિન્દુ ધર્મમાં, ઘણી વખત સમજી શકાય છે કે કૃતજ્ઞતાપૂર્વક ભગવાન શિવની ઉપાસના કરે છે, બદલામાં સ્વર્ગમાં બધા દેવો અને દેવીને ખુશ કરે છે.

શિવ પુરાણના કેટલાંક પ્રકરણો પૈકીના એકમાં, જે મુખ્યત્વે ભગવાન શિવ અને તેમના પત્ની દેવી પાર્વતીના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમને પૂજા કરવાની ધાર્મિક રીતનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તેમને પૂજા કરતી વખતે ઉલ્લેખ છે કે અમુક દ્વવ્યોનો ઉપયોગ ટાળવો જોઈએ.

image source

શા માટે ભગવાન શિવને હળદરથી ક્યારે પૂજા કરતા નથી તે પાછળનું કારણ જાણીએ તો એમાં પણ કેટલાંક ધર્મિક શાસ્ત્રોમાં લખાયેલ તારણો અને તર્કો રહેલાં છે.

ભલે તે બધા ધાર્મિક હેતુઓ માટે એક અત્યંત પવિત્ર તત્વ માનવામાં આવે છે અને તમામ ભગવાન અને દેવીની ઉપાસનાના વિધિઓમાં તેનો ઉપયોગ થાય છે, તેમ છતાં, હલદી ક્યારેય ભગવાન શિવ અથવા તેના શિવલિંગને આપવામાં આવતી નથી.

image source

ધાર્મિક ગ્રંથો અનુસાર, શિવલિંગને એક પુરુષ યોનીનું પ્રતીક, ખાસ કરીને ભગવાન શિવનું પ્રતિનિધિત્વ મનાય છે, જે તેની પ્રચંડ ઊર્જાના વ્યાપક રૂપે માનવામાં આવે છે. આ કારણોસર, તે હંમેશાં એવા તત્વોથી પૂજા કરવામાં આવે છે કે જે દૂધ, ચંદ્ર, ભસ્મ વગેરે જેવા ઠંડકવાળા ગુણધર્મોથી ભરપૂર તત્વો તેમને ધરવામાં આવે છે.

image source

જો કે, હળદર એ સ્ત્રીની સુંદરતાને પ્રેરિત કરવા સાથે સંબંધ છે. અને ભગવાન શિવ, જે હંમેશાં દુન્યવી આનંદથી દૂર રહ્યા હતા અને બલિદાન હેતુ કટિબદ્ધ હતા તેથી તેઓ ક્યારેય હળદરથી પૂજા કરતા નહોતા. આમ, મહાદેવની પૂજામાં હળદર વર્જ્ય છે.

image source

આ સિવાય પણ એવી કેટલીક બાબતો છે જેનું ધ્યાન રાખવામાં આવવું જોઈએ. જો મહાદેવના શિવલીંગની સ્થાપના ઘરમાં જ કરવી હોય તો તેજે એવા કોઈ અપૂજ ખૂણામાં ન રાખવું જોઈએ જ્યાં દરરોજ પૂજા ન થતી હોય. ઘરમાં રાખવાના શિવલીંગને સોના, ચાંદી, તાંબાં કે પિતળ જેવી ધાતુના નાગયોની આકારના સ્ટેડ પર રાખવાના હોય તો બહુ સારું ક્યારેય તેને સ્ટીલના સ્ટેડ પર ન રાખવા જોઈએ.

image source

ઘરે સ્થપાયેલ શિવલીંગમાં સાથે નાગ નથી રખાતો કેમ કે ઘરમાં નાગને રાખવું અશુભ મનાય છે. ભગવાન શિવને દરરોજ અભિષેક થવો જોઈએ. જેમાં ગાયનું કાચું દૂધ, પંચામૃત કે શેરડીના રસનો ઉપયોગ કરી શકાય. શ્રીફળ કે નારિયેળ પાણીથી ક્યારેય મહાદેવને અભિષેક થતો નથી. કેમ કે શ્રીફાળ માતાજીને ચડે છે. શિવલીંગની પૂજામાં શંખ પણ રાખવાની અનુમતિ નથી કેમ કે શંખ પણ ભગવાન વિષ્ણુની પૂજામાં વપરાય છે.

image source

ઘરમાં રખાયેલ શિવલીંગનું સ્થાન વારંવાર બદલાવવું ન જોઈએ. જો સ્થાન બદલવું પડે તો શિવલીંગને ગંગાજળ અને કાચાં દૂધથી ધોઈને પધરાવવું જોઈએ. એ યાદ રહે કે કાચું દૂધ ચડાવતી વખતે એને પહેલાં કોઈ સ્વચ્છ વાસણમાં લઈને અભિષેક કરવો જોઈએ. ઘણાં લોકો એવું કરતાં હોય છે બજારમાંથી લઈને સીધું થેલીથી જ ચડાવવા લાગે છે તેવું ન કરવું જોઈએ.

image source

પૂજા કરતી વખતે શિવલીંગ પર પીળાં કરેણ અને સફેદ ફૂલ જ ચડાવવાં જોઈએ. ભગવાન શંકરને સફેદ ફૂલ અતિ પ્રિય છે પરંતુ તેમાં ચંપો કે કેવડો નહીં. જાસૂદ શ્રી ગણેશ પર ચડે છે એ ધ્યાન રહે. તુલસી પણ શિવલીંગ પર નથી ચડાવાતાં કેમ કે વૃંદાની પુત્રી તુલસી એ ભગવાન શ્રી વિષ્ણુના પત્ની તરીકે પૂજાય છે તેથી તુલસી એ ભગવાન શંકરની પૂજામાં વર્જ્ય છે. વધુમાં બીલીપત્ર એ અતિ શુભ મનાય છે શિવલીંગની પૂજા માટે પરંતુ ધ્યાન રહે તે ત્રિદલ એટલે કે ત્રણ પાનવાળું અને અખંડ – ક્યાંયથી પણ તૂટેલું કે કાંણાંવાળું ન હોવું જોઈએ.

image source

ભોળા શંકરને પૂજવા ખાસ સૌંદર્ય સામગ્રી કે ભોગ પ્રસાદની લાગત નથી હોતી. કહેવાય છે કે પૂજા કરે એમણે મહાદેવનો પ્રસાદ જાતે ન આરોગી જવો જોઈએ, અન્યોને આપી દેવો જોઈએ જેથી પૂન્યકાર્ય વધે. જેમ હળદરને પૂજનમાં માન્ય નથી તેમ કુમકુમ અને કેસર પણ મહાદેવને ચડાવવામાં નથી આવતાં. તેનું એક બહુ અભેદ કારણ એ પણ હોઈ શકે કે શિવલીંગ એ પુરુષ લીંગ પ્રતીક છે અને વૈરાગી મહાદેવને સૌભાગ્ય નિશાનીઓ ચડાવવામાં નથી આવતી. કંકુ મહાદેવને શિવરાત્રીના શણગારમાં વર્ષમાં માત્ર એક જ વખત ચડે છે તે યાદ રહે. તેમને ચંદન લેપ અચૂક કરવો જોઈએ જેથી ભગવાન નિલકંઠની પૌરાણીક દંતકથા મુજબ ગળામાં ઠંડક મળે.

image source

યાદ રહે, જો ઘરના મંદિરમાં શિવલીંગની સ્થાપના કરવી જ હોય તો ક્યારેય એકલાની સ્થાપના ન કરવી જોઈએ. એમની પરિવાર સહિત શિવદરબારની સ્થાપના કરવામાં આવે છે, જેમાં શ્રી ગણેશ, મા પાર્વતિ, સતી ગાંગા, કાચબો અને નંદિ પોઠિયો તથા હનુમાન જીની મૂર્તિ કે છબી પણ રાખવી જોઈએ.

image source

દેવાધિદેવ મહાદેવની પૂજા અભિષેક સાથે બીજ મંત્રો, સ્ત્રોત્રોનું સ્તુતિ ગાન કરવું પણ ખૂબ શુભ છે. જો ઘરમાં શિવલીંગ સ્થાપન કરવા જેવી જગ્યા ન હોય તો દ્વાદશ જ્યોતિર્લિંગની છબી પણ ઘરના મંદિરમાં ગોઠવી શકાય છે જેને માત્ર ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરીને પૂજન કરી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ