ભોજનમાં શામેલ કરો નાળિયેર તેલ, ના પેટ વધશે અને ના હાર્ટથી લઈને સ્કિન સુધી આ બિમારીઓ થશે…

નાળિયેર તેલ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક હોઇ છે. ભોજનમાં નાળિયેર તેલ શામેલ કરવાથી તમને હ્દયથી લઈનૈ પાચનતંત્ર સુધીની બિમારીઓથી છૂટકારો મળશે. નાળિયેર તેલ શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરે છે અને આપણને શરદી-ઉધરસ સિવાય પણ ઘણી બિમારીઓથી દૂર રાખે છે. નાળિયેર તેલથી દાંત અને હાડકા મજબૂત થાય છે. આવો જાણીએ કે રસોઈમાં નાળિયેર તેલના ઉપયોગથી શું-શું ફાયદા થાય છે.

નાળિયેર તેલથી તમારી ફાંદ નહિ નિકળે. ખરેખર, નાળિયેર તેલથી મેટાબોલિક રેટ વધે છે અને મેટાબોલિઝ્મ સારુ હોવાથી ચરબી ઝડપથી બર્ન થાય છે. જો તમે વજન ઉતારવા માંગો છો તો ફૈટનું બર્ન થવુ જરૂરી છે.

રસોઈમાં નાળિયેર તેલનો ઉપયોગ કરવાથી પાંચનતંત્ર મજબૂત થાય છે. નાળિયેર તેલથી શરીરની પ્રતિરક્ષા પ્રણાલી વધે છે અને સંક્રમણ નથી થતુ. નાળિયેર તેલ શરીરના બેક્ટેરિયાથી લડે છે અને પેટનું સંક્રમણ નથી થતુ.

ભોજનમાં નાળિયેર તેલના પ્રયોગથી હાર્ટની સમસ્યા નથી થતી. નાળિયેર તેલમાં લોરિક એસિડ હોઈ છે જે ગુડ કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક હોઈ છે. શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધવાથી હાર્ટની સમસ્યા નથી થતી.

તમે જો ભોજનમાં નાળિયેર તેલનો ઉપયોગ કરો છો તો તમારા દાંત અને હાડકા મજબૂત થાય છે. ભોજનમાં નાળિયેર તેલના ઉપયોગથી શરીરમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમની માત્રા વધે છે. કેલ્શિયમથી હાડકા મજબૂત રહે છે. નાળિયેર તેલમાં એંટિ બેક્ટિરિયલ અને એંટિ વાયરલ ગુણ હોઈ છે.

નાળિયેર તેલના ઉપયોગથી પ્રતિરક્ષા પ્રણાલી વધે છે. પ્રતિરક્ષા પ્રણાલી વધવાથી શરદી-સળેખમની સમસ્યા નથી થતી. નાળિયેર તેલ શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયાને મારી નાખે છે. એવામાં જો ડાઈટમાં નાળિયેર તેલનો ઉપયોગ કરવામાં આવે તો શ્વાસના સંક્રમણથી બચી શકાય છે.

નાળિયેર તેલ વાળ માટે ફાયદાકારક હોઈ છે. જો તમે વાળ પર નાળિયેર તેલ લગાવવા નથી માંગતા તો તેને પોતાના ડાઈટમાં શામેલ કરી લો. વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મળવાની સાથે જ વાળને પ્રોટિન પણ મળશે.નાળિયેર તેલના ૫ ઉત્તમ સૌંદર્ય લાભ

૧. પ્રાઈમરના રુપમાં પ્રયોગ કરો

જ્યારે તમે ઘરની બહાર જવા માટે તૈયાર હોઈ, ત્યારે તમે ફાઉન્ડેશન લગાવવાથી પહેલા નાળિયેર તેલને પ્રાઈમર તરીકે લગાવો. તેના ફક્ત થોડા ટીપા પોતાના ચહેરા પર થપથપાવીને આખા ચહેરા પર ફેલાવી લો. આ ફાઉન્ડેશન માટે બેસનુ કામ કરશે અને સાથે જ ચહેરાને મોઈશ્ચરાઈઝર પણ પ્રદાન કરશે. તમે તેને ચિક બોન પર થોડુ વધુ લગાવી શકો છો. જેનાથી આ હાઈલાઈટ થઈ જાય.

૨.વાળ માટે છે સંજીવની બુટી

નિયમિત રીતે નાળિયેર તેલનો પ્રયોગ વાળની સુંદરતા વધારે છે. તેમને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે અને તેને નરમ અને સિલ્કી બનાવે છે. ડસ્ટ, પ્રદુષિત વાતાવરણથી બચાવે છે. તમારા વાળને પ્રોટિન આપે છે અને તેને મજબૂત, ચમકદાર અને સ્વસ્થ બનાવે છે. આ તમારા વાળથી બેમુખી વાળની સમસ્યાને એકદમ સમાપ્ત કરવાનુ અદભૂત કામ કરી શકે છે.

૩.તમારી ત્વચા માટે

જો તમે તમારી ત્વચાને પ્રેમ કરો છો તો નાળિયેર તેલ તમારા માટે કુંજી છે. આ તમારી ત્વચાને હાઈડ્રેટેડ રાખે છે અને પ્રદુષણથી બચાવે છે. બદલતા મોસમમાં ત્વચાની રક્ષા કરતુ રહે છે. આ એક પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર છે. નાળિયેર તેલ ત્વચાને ડિટોક્સિફાય કરે છે એટલે સ્નાન કર્યા બાદ નિયમિત રીતે ત્વચા પર નાળિયેર તેલ લગાવો.

૪.બોડી સ્ક્રબ બનાવો

નાળિયેર તેલમાં ખાંડ મેળવો અને જ્યારે આ ખાંડ ઓગળવા લાગે ત્યારે આ શરીર પર ધીરે ધીરે ઘસો અને ધોઇ લો. પ્રાકૃતિક સ્ક્રબનો પ્રયોગ કરી તમારી ત્વચા પર જાદુઈ ચમક આવી જશે.

૫. મેકઅપ રિમૂવરના રુપમાં

નાળિયેર તેલ સૌથી સારુ ક્લિનર માનવામાં આવે છે. મેકઅપ ઉતારવા માટે એક કોટન પેડ પર તેલ લો અને મેકઅપ રિમૂવ કરો. આ મેકઅપ તો હટાવશે જ, સાથે જ ત્વચાની અંદરથી ગંદકી અને બેક્ટેરિયા પણ હટાવશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ