ભીષણ ગરમીમાં સુકાઈ શકે છે આંખોનું પાણી, ‘ડ્રાય આઈસ’ કઈરીતે કરવો ઘરગથ્થુ ઇલાજ જાણો…

My eye

ઉનાળામાં આંખોનું રાખો ખાસ ધ્યાન, જો તમે લેન્સ પહેરતા હોવ તો જોજો આંખો સુકાય નહીં, નહિતર ભોગવવી પડશે અસહ્ય પીડા… ભીષણ ગરમીમાં સુકાઈ શકે છે આંખોનું પાણી, ‘ડ્રાય આઈસ’ કઈરીતે કરવો ઘરગથ્થુ ઇલાજ જાણો…

વધતી જતી ગરમીમાં દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી ખૂબ જરી છે. બને એવું છે કે જ્યારે તમે ઉનાળામાં ઘરની બહાર જાવ છો, ત્યારે સૂર્યના કિરણો તમારી આંખો પર સીધા પડતા હોય છે, જે આંખોમાં રહેલ કુદરતી પાણીના સૂકાવવાનું કારણ બને છે. આ માત્ર એટલું જ નહીં, આંખોમાં ખંજવાળ આવવી, બળતરા થવી કે ખંજવાળથી થતી પીડાને લીધે આંખોને લીધે વધુ તકલીફ પડે છે. વધુમાં જેમને કોનેટેક્ટ લેન્સ પહેરવાની ટેવ હોય એમને માટે કોરી થઈ જતી આંખોને લીધે વધુ સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યાઓ કેમ વધી રહી છે અને તમારે તે ન થાય તે માટે કેવી કાળજી લેવી જોઈએ તે જાણીએ.

શું છે આ ડ્રાય આઈની તકલીફ?

આજકાલ, ‘ડ્રાય આંખ’ના ઘણા દર્દીઓ હોસ્પિટલોમાં જોવા મળે છે. ડોકટરોના કહેવા અનુસાર, ઉનાળામાં, આંખમાં આંસુ ઘટતા જાય છે. આંખો ભારે થઈ જાય છે અને જેઓ ઓફિસમાં કમ્પ્યુટર્સનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે અને મોબાઇલ પર પણ વધુ સમય પસાર કરે છે, તો તેમનો સંપર્ક સતત આંખો સામે રહીને તેના ગ્લાસ પર રહે છે. જો તમે સમયે સમયે આંખોને પાણીથી યોગ્ય રીતે સ્વચ્છ કરતાં રહેશો નહીં, તો તે આંખોને સુકાઈ જવાની સમસ્યાને નોતરી શકે છે. જો કે, ગરમીથી આંખો સૂકવવા માટેના અન્ય કારણો પણ હોઈ શકે છે.

આંખોને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચાવવા તથા આંખોનું પાણી સૂકાઈ ન જાય અને તે કોરી ન પડી જાય તે માટે જાણકાર ડોક્ટર્સ દ્વારા કેટલાંક સામાન્ય અને સરળ ઉપાયો સૂચન કરાય છે તે જાણીએ.

તડકામાં બહાર નીકળતાં પહેલાં આંખોનું રાખો ધ્યાન –

વાતાવરણમાં રહેલા પ્રદૂષણની અસર આપણી આંખોમાં પહેલાં થાય છે. આંખોનું રક્ષણ કરવા માટે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ડાયરેક્ટ સન લાઈટની સામે ન જુઓ. એટલે કે સૂરજની સામે ઊંચું ન જોવું જોઈએ. બાઈક ચલાવતી વખતે કે વાહન ચલાવતી વખતે સારી ક્વોલિટીના સન ગ્લાસિસ અચૂક પહેરો.

કામ કરતી વખતે પાંપણ ઝપકાવવી –

કોમ્પ્યુટર કે લેપટોપની સામે કામ કરતી વખતે થોડી થોડી વારે પાંપણો ઝપકાવવી જોઈએ. ઓછામાં ઓછી ૧૫ મિનિટે એકવાર નાનો બ્રેક લઈ લેવો જોઈએ. મોબાઈલ પર ગેમ રમતી વખતે સ્ક્રીન પરથી આંખ ફેરવી લેવી જોઈએ. જેથી આંખો સ્થિર રાખવાથી આંખના ખૂણાંમાં પાણી વહેવા લાગે છે. જો પલક ન ઝપકાવીએ અને આંખ ન ફેરવી લઈએ તો આંખ સુકાઈ જવાનો ભય રહે છે. જો આવું ન કરીએ કાળાં કુંડાળાં પડવાં, ફ્લપ્પી આઈઝ, બળતરા અને દુખાવો થાય છે આંખમાં. આંખ જો થાકી જાય તો પાણીની છાલક મારીને તેને આરામ આપવો જોઈએ.

આંખને આરામ આપવો –

આંખને આરામ આપવા માટે આંખ પર કાકડીના પતાંકા લગાવવા જોઈએ. વળી, રૂથી ગુલાબજળ લગાવીને આંખનાં પડળ પર રાખવું જોઈએ. કાચું દૂધ પણ રૂથી લગાવવું જોઈએ. બજારમાં ખૂબ સારી ગુણવત્તાવાળા આઈશ પેડ મળે છે. જેમાં એલોવીરા જેલ કે અન્ય મેડિકેટેડ જેલ હોય છે જેને કારણે આંખોને આરામ મળે છે.

આંખોને આરામ આપવા માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. રાતના સમયની ઓછામાં ઓછી ૭ કલાકની ઊંઘ આપને સંપૂર્ણરીતે સ્વસ્થ રાખે છે. અનિંદ્રાથી તમને આંખોની તકલીદફો થઈ શકે છે. તણાવયુક્ત જીવન અને વિચારો કરીને જાગતા રહેવાની આદતને લીધે પણ આંખોને થાક લાગે છે અને આંખનું પાણી સુકાય છે.

કોન્ટેક્ટ લેન્સ સાથેની સાવધાની –

જો આપને નિયમિત રીતે કોન્ટેક્ટ લેન્સ પહેરવાની ટેવ હોય તો ધ્યાન રાખવું કે અદ્યતન પ્રકારના કોન્ટેક્ટ લેન્સ પહેરવા જોઈએ. જે દિવસે ઓછી ઊંઘ થઈ હોય, શરદી થઈ હોય કે ઊજાગરાને લીધે થાક લાગ્યો ત્યારે લેન્સ પહેરવાનું ટાળવું જોઈએ. નિયમિત રીતે તેનું મેડિકેટેડ લિક્વિડ બદલવું જોઈએ. પહેરવા પહેલાં તેને સાફ હાથ કરીને સ્વચ્છ આંગળાંથી જ લેન્સ પહેરવા જોઈએ.

કોઈ પાર્ટીમાં આગ રાખવાની હોય જેમ કે બાર્બેક્યુ પાર્ટી, હોળી કે કેમ્પ ફાયર જેવી પાર્ટીમાં લેન્સ પહેરીને જાવ તો કાળજી રાખવી કે અગ્નીનો સીધો સામનો ન થાય. સૂર્ય પ્રકાશની સામે પણ લેન્સ પહેરીને ન જોવું જોઈએ. લેન્સનું પાતળું લેયર તમારી આંખોમાં ચોટીને આંખની અંદર જ તૂટી જઈ શકે છે. લેન્સ પહેર્યા હોય ત્યારે આંખો સુકાય તો લેન્સ કોરા પડીને કડક થઈ જાય છે. અને તૂટીને આંખમાં ખૂંચી જઈ શકે છે.

આંખની રચના –

આપણી આંખોની રચના એવા પ્રકારની હોય છે કે જો આંખમાં આંગળી આડકી જાય કે કંઈ વાગે, આંખો જાતે ઝપકીને પોતાની રક્ષા કરી લે છે. કચરો ઊડીને પડે ત્યારે આંખમાંથી પાણી વહે છે અને એ કુદરતી એવી રચના હોય છે કે આંખો જાતે ભીની થઈ જાય છે. આ એક પ્રકારે કુદરતી બક્ષીસ છે. દુઃખ અને ખુશીના આંસુ આવે ત્યારે જેવું પાણી આંખોમાંથી વહે છે અને ઊંઘના બગાસામાં આવે એવું આંખોમાંથી નીકળતું ચીકણું પ્રવાહી પણ સહેજ જુદું હોય છે. આ પ્રવાહી આપણી આંખને ચોખ્ખી રાખે છે. લાંબી નીંદર બાદ આંખમાંથી વહેતા ચીપડા પણ આપણી આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ હોય છે. જેથી નિચિતરૂપે આંખોની ચાયત રાખીશું તો આંખોની રચના એવી છે કે તે પોતાની કાળજી જાતે કરશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ