શું તમે પણ ભીંડાનું શાક અઠવાડિયામાં બે વાર બનાવો છો કે પછી ખાવ છો? ખાસ વાંચે…

ભીંડા વિષે જાણવા જેવું

ભીંડા એક એવું શાક છે જે લગભગ બધાને ભાવતું હોય. પરંતુ ધીમે ધીમે ભીંડાની લોકપ્રિયતા વધવા લાગી છે. કબજીયાત માટે રાત્રે ભીંડાને પલાળીને તેનું પાણી પીવાથી માંડીને ડાયાબીટીસ, અસ્થમા, વાળ સુધારવા માટે, આંખો સારી કરવા માટે ઇમ્યુન સીસ્ટમને સારી કરવા માટે હાર્ટના રોગો, કોલોન કેન્સર વિગેરે અસંખ્ય ગુણો ધરાવતા ભીંડા ફક્ત શાક બનાવીને ખાવા જરૂરી નથી. તેને દવા તરીકે પણ વાપરી શકાય છે.શાક તરીકે ભીંડા વાપરવાનો ફાયદો એ છે કે તેનાથી તેને વધુ પ્રમાણમાં વાપરી શકાય છે. રોજ રાત્રે 5થી 9 ભીંડા પાણીમાં પલાળી સવારે તેનું પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. ભીંડાના શાકની બનાવટમાં વધુ પડતું તેલ નાખવાનો રિવાજ છે. વધુ પડતુ તેલ અને ખુબ જ રાંધીને કડક કરવાથી તેના પોષકતત્ત્વો ઓછા થાય છે. માટે તેને ઓછા તેલમાં રાંધવા અને વધુ પડતા કડક કરવા નહીં. બને ત્યાં સુધી તળેલા ભીંડા ખાવા નહીં. ભીંડામાં બધો મસાલો નાખી સહેજ તેલ લગાવી માઇક્રોવેવમાં સરસ રીતે રાંધી શકાય છે. અને તેમ કરવાથી તેના પોષકતત્ત્વો પણ સચવાયેલા રહે છે.– રોજબરોજ ખવાતા તાજા શાકભાજીમાં ભીંડા કેલેરીમાં ઓછા છે. 100 ગ્રામ ભીંડામાં 30 કેલેરી આવેલી છે તે ફાયબર્સથી ભરપૂર છે. માટે જ કોલેસ્ટેરોલના પ્રોબ્લેમ હોય તેવા લોકોને તેમ જ હાર્ટના રોગોમાં ફાયદો કરે છે. તે વજન ઉતારવામાં પણ મદદ કરે છે.

– તે ફાયબર્સથી ભરપૂર હોવાના કારણે કબજીયાત દૂર કરવામાં મદદ કરે છે.– ભીંડામાં વિટામીન એ, ફ્લેવેનોઇડ્ઝ, એન્ટીઓક્સીડન્ટ જેમકે બીટા-કેરોટીન, ઝેનટીન અને લ્યુટીન આવેલા છે. શાકભાજીમાં ભીંડામાં આ સૌથી વધુ પ્રમાણાં આવેલા છે. આ પોષકતત્વો ખાસ કરીને આંખોનુ તેજ વધારવા ખુબ જ ઉપયોગી છે. વિટામીન એ ત્વચાની સુંદરતા માટે પણ ઉપયોગી છે. તાજા શાકભાજી લેવાથી ફેફસા અને મોઢાના કેન્સરથી પણ દૂર રહેવાય છે.

– તેમાં ફોલેટ ભપૂર પ્રમાણમાં છે. ફોલેટથી ભરપૂર ખોરાક લેવાથી પ્રેગ્નેન્સી જલદી રહી શકે છે. બાળક પ્લાન કરતાં દંપતી માટે ફોલેટ ઉપયોગી છે. ઉપરાંત ટ્યુબની ડીફેક્ટવાળી સ્ત્રીઓને પણ ફાયદો કરે છે.– ભીંડામાં વિટામીન સી પણ ભરપૂર આવેલું છે. દરરોજની વિટામીન સીની જરૂરિયાતમાંથી 36% જેટલું વિટામીન સી ભીંડામાં આવેલું છે. વારંવાર થતાં ઇન્ફેક્શન, શરદી, અસ્થમા જેવા રોગોથી દૂર રાખવામાં ભીંડા મદદરૂપ થાય છે.
– તેમાં વિટામીન ‘કે’ પણ આવેલું છે જે હાડકાંને મજબૂત કરવા અને લોહીને વહેતુ અટકાવવાના કામમાં છે.
– ઉપરાંત ભીંડામાં આયર્ન, કેલ્શીયમ, મેંગેનીઝ, મેગ્નેશીયમ ભરપૂર આવેલાં છે.
શાકભાજીમાં ભરપૂર વિટામીન આવેલા હોય છે. તેને બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ
– શાકને સમારીને પાણીમાં ડુબાડવાના બદલે આખા ધોઈ, લુછીને વઘારો.
– તેને વારંવાર ગરમ ના કરો.
– તેને બનાવતા વધુ પડતી વખત રાંધો નહીં.
– બને ત્યાં સુધી વધુ પડતાં તેલવાળા અથવા તળેલા ભીંડા વાપરો નહીં.

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ

આપ અહિયાં આ જે માહિતી વાંચી રહ્યા છો એ હેલ્થ અને ડાયટએક્સપર્ટલીઝા શાહ દ્વારા બતાવવામાં આપેલ છે, તેઓ એક ખુબ અનુભવી એક્સપર્ટ છે, વધુ માહિતી માટે તમને તેમને કોન્ટેક્ટ કરી શકો છો…

ટીપ્પણી