હવે ભીંડા ખાવ બારેમાસ આ ભીંડાની કાચરી બનાવીને …..

***ભીંડાની કાચરી ***

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ ફરી એકવાર એક નવી કાચરી ની રેસીપી લાવી છું તમે ભીંડા નુ શાક, કઢી વગેરે ભીંડા ની વાનગીઓ ખાધી જ હશે,ભીંડા મા ઔષધીય ગુણ ખૂબ જ ભરપુર છે, જેમકે ડાયાબિટીસ માટે, સ્કીન માટે વગેરે… આમ તો ભીંડા બારેમાસ મળે જ છે પરંતું એની કાચરી આ ઉનાળાની ઋતુમાં મા જ બનાવાય છે આ કાચરી, દહીં ભાત દાળભાત ખીચડી અને રોજ ના જમણ સાથે સરસ લાગે છે તો આજ હું ભીંડા ની કાચરી બનાવવાની રેસીપી લાવી છું.

નોંધી લો સામગ્રી…

  • 500ગ્રામ તાજા મોટી સાઇઝ ના ભીંડા ,
  • 1/2કપ ખાટુ દહીં,
  • 2ચમચી મીઠું.

રીત : 

1–સૌ પ્રથમ ભીંડા ને ધોઈ લેવા ત્યારબાદ તેને કોરા કરી લો. 2– એક મોટા બાઉલ મા તેના અડધા ઇંચ ના ટુકડા કરી લો અને તેમા મીઠું અને દહીં નાખીને મિક્સ કરીલો. દહીં ફક્ત ભીંડા ને ઉપર થી કોટેડ થાય એટલુ જ નાખવુ. 3–હવે આ બાઉલ ને એક ઢાંકણ ઢાંકી ને આખી રાત સુધી મૂકી દો. 4–બીજા દિવસે સવારે ભીંડા ને એક ચારણી મા ચમચી વડે એક એક કરીને ગોઠવી દોઅને તેને તડકા મા લગભગ 3-4 દિવસ માટે સુકવી દો સંપૂર્ણ પણે સુકાઇ જશે ત્યારે તે કડક થઈ જશે,તેને એક એરટાઇટ ડબામાં પેક કરીને ને મૂકી દો .જ્યારે ખાવા ના ઉપયોગ મા લેવી હોય ત્યારે તેને ધીમા તાપે તેલ મા તળીને ઉપર લાલ મરચાંનો પાઉડર ભભરાવી ને ખાવા ના ઉપયોગ મા લો. ધ્યાનમાં રાખવાની બાબત —

ભીંડા ની ખરીદી કરો ત્યારે ભીંડાની સિંગ મોટી જ લેવી, તેમા દહીં બહુ વધારે ના પડે તેનુ ધ્યાન રાખવું.
તો ચાલો તમે બનાવો સ્વાદિષ્ટ ભીંડા ની કાચરી ને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં બાય….

રસોઈની રાણી : અલ્કા જોશી (બોમ્બે)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી