ભીંડા-કેપ્સીકમની સબ્જી : બનાવવામાં સરળ ને ખાવામાં નવીન, તો બનાવજો જરૂર…..

ભીંડા-કેપ્સીકમની સબ્જી 

આ રેસીપી ખુબજ ઇઝી અને સરળતાથી બની જતી રેસીપી છે. ભીંડા કેપ્સીકમ ને સ્ટરફ્રાય કરી લેવા.આ અેક સ્પાઇસી મસાલા થી ભરપુર ડીશ છે. આમાં કાંદા લસણ વગર ની ડીશ છે. ભીંડા કેપ્સીકમ નુ કોમ્બીનેશન અલગ જ ટેસ્ટ તેમજ તેની સ્પાઇસી ટેસ્ટ અને ગ્રીન કલર એને એટ્રેક્ટીવ બનાવવી દે છે. તો આ અલગ કોમ્બીનેશન વાળી ભીંડા-કેપ્સીકમ ની સબ્જી ને આજે જ તમારા ઘરે બનાવો. ભીંડા-કેપ્સીકમ ની સબ્જી તમારા બાળકો તેમજ તમારા ઘર ના તમામ સભ્યો ને ખુબજ પસંદ આવશે.

સામગ્રી :

  • ૧૫૦ ગ્રામ – નાના / મિડીયમ સાઇઝ ના ભીડા,
  • ૧ મિડીયમ – કેપ્સીકમ,
  • ૨ ચમચી – છીણેલુ આદુ,
  • ૧.૫ચમચી – મરચાની પેસ્ટ,
  • ૨ ચમચી – કોથમીર બારીકા સમારેલ,
  • 3 ચમચા – તેલ,
  • ૧/૨ ચમચી – હળદર,
  • ૧ ચમચી – ધાણાજીરુ પાવડર,
  • ૧/૨ ચમચી – હીંગ,
  • મીઠું સ્વાદ મુજબ.

રીત:

૧) સૌ પ્રથમ એક ડીશ માં ભીંડા ( સુકા કટકા થી લુછી લેવા) ,કેપ્સીકમ( બરાબર ધોઇ લેવું),કોથમીર અને આદુ બધી વસ્તુ રેડી કરો..

૨) હવે ભીંડા,કેપ્સીકમ અને કોથમીર ને પિક્સ માં બતાવ્યા મુજબ લાંબી સ્ટ્રીપ માં કાપી લો.અને કોથમીર બારીક સમારી લો.

૩) હવે એક કડાઇ માં તેલ લો અને તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ નાંખો.

૪) હવે હીંગ નાખ્યા બાદ તેમાં ભીંડા અને કેપ્સીકમ કાપી ને રાખ્યા છે એ નાખી હલાવી લો.

૫) હવે તેમાં હળદર અને મીઠું નાખી હલાવી લો. અને થોડી વાર પાકવા દો.

૬) પાકવા લાગે એટલે તેમાં છીણેલું આદુ અને મરચા ની પેસ્ટ નાંખી હલાવી લો.

૭) હવે ચઢી જાય એટલે તેમાં ધાણાંજીરુ અને બારીકા સમારેલ કોથમીર નાખી હલવી લો. અને થી 6 મિનીટ બાદ ગેસ બંધ કરો

૮) તો તેને ગેસ બંધ કર્યા બાદ તેને કોથમીર વડે ગાર્નીશ કરી લો. અને ગરમા ગરમ સર્વ કરો. તો આજે જ બનાવો ભીંડા-કેપ્સીકમ ની સબ્જી.

લ્યો તૈયાર છે આ ટેસ્ટી સબ્જી સર્વ કરો…

રસોઈની રાણી : ખુશ્બુ દોશી.સુરત

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી