ભાવનગરથી આવ્યાં હૃદય ચીરી નાંખે એવા સમાચાર, દરિયામાં અસ્થિ વિસર્જન કરવા આવેલા પિતા-પુત્ર અને પુત્રીનું ડૂબવાથી મોત

ભાવનગરથી આવ્યાં હૃદય ચીરી નાંખે એવા સમાચાર, દરિયામાં અસ્થિ વિસર્જન કરવા આવેલા પિતા-પુત્ર અને પુત્રીનું ડૂબવાથી મોત

ક્યારેક કુદરતની કરામત એવી સર્જાતી હોય કે ઘટના સાંભળીને આપણી આંતરડી કકળી ઉઠે. ત્યારે હાલમાં પણ એક એવી ઘટના સામે આવી છે અને જે સાંભળીને બધાના આંખમાથી આંસુ વહી ગયા હતા. કારણ કે ઘટનાસ્થળે જ પત્નીએ હૃદયદ્રાવક રૂદન કરતા ઘટનાસ્થળે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ હતી. ત્યારે આવો જાણીએ એક આવી જ કરૂણ ઘટના. ભાવનગર નજીક નિષ્કલંક દરિયામાં બાવળાનો પરિવાર અસ્થિ વિસર્જન કરવા આવ્યો હતો. બાદમાં પરિવાર ન્હાવા માટે દરિયામાં પડ્યો હતો અને ડૂબતા પિતા લાભુભાઈ, પુત્ર જયેશ અને પુત્રી સરોજનું મોત નીપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

image source

જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને ત્રણેયના મૃતદેહને પીએમ માટે કોળિયાક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો વિગતવાર વાત કરીએ તો, ભાવનગર નજીક કોળિયાક એટલે કે નિષ્કલંક મહાદેવ મંદિર આવેલું છે. આ દરિયામાં અસ્થિ વિસર્જન માટે બાવળાનો પરિવાર આજે કોળિયાક આવ્યો હતો. જેમાં બાવળાના લાભુભાઈ રમતુંભાઈ નાયક પોતાની પત્ની, પુત્ર અને પુત્રી સાથે અસ્થિ વિસર્જન માટે આવ્યા હતા. બાદ લાભુભાઈ પોતાના 13 વર્ષના પુત્ર જયેશ અને 17 વર્ષીય પુત્રી સરોજ સાથે દરિયામાં ન્હાવા પડ્યા હતા. આજે દરિયામાં ભારે કરંટ હોય ત્રણેય દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

image source

જ્યારે ઓચિંતી આ ઘટના બની ત્યારે લાભુભાઈની પત્નીએ બૂમાબૂમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ ત્રણેયના મૃતદેહ હાથ લાગ્યા હતા. હાલ પિતા, પુત્ર અને પુત્રીના મૃતદેહને પીએમ માટે કોળિયાક સરકારી દવાખાને લઈ જવાયા છે. એક જ પરિવારમાંથી ત્રણ ત્રણ સભ્યોના મોતથી નાયક પરિવારે કલ્પાંત કર્યો હતો. નજર સામે જ પોતાન પતિ અને પુત્ર-પુત્રીના મોતને નીહાળી પત્ની પણ શોકમગ્ન બની ગઈ છે.

image source

કંઈક આવી જ બીજી એક ઘટના સામે આવી હતી. કોરોના વચ્ચે પણ રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી જ હતી. મોટાભાગનાં અકસ્માત તો હાઈવે અથવા તો માર્ગ પર જ થતાં હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ-થરાદ હાઈવે પર બની હતી. જ્યાં હાઈવે પર જતાં એક દંપતીને રોડ પર વચ્ચે આખલો આવી જતાં અકસ્માત સર્જાયો હતો તેમજ પતિ-પત્ની રોડ પર પટકાયા હતા. જો કે, હાઈવે પર પાછળથી આવતું ટ્રેલર ગર્ભવતી પત્ની પર ફરી વળતાં એનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું.

image source

મળી રહેલ જાણકારી મુજબ બનાસકાંઠામાં આવેલ વાવ થરાદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વાવ તાલુકામાં આવેલ ભરડવા ગામમાં રહેતા રમેશભાઈ ગોહિલ એમની ગર્ભવતી પત્ની હંસાબેનને બાઇક પર લઈને સારવાર માટે થરાદ બાજુ જઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ પર વચ્ચે અચાનક જ આખલો આવી જતાં રમેશભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તથા બાઇક સવાર દંપતી હાઈવે પર પટકાયા હતા. એ સમયે પાછળથી પુર ઝડપે આવી રહેલ ટ્રેલર ગર્ભવતી મહિલા પર ફરી વળતા એનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ