બવાસીર બે પ્રકારના હોય છે. એક જેમાં મસાઓ ગુદાની બહાર થાય છે અને બીજું જેમાં મસામાં લોહી આવે છે તેને લોહિયાળ બવાસીર કહેવામાં આવે છે. કોઈપણ પ્રકારની બવાસીરમાં ખાવા-પીવાની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમારા ડોક્ટર સૂચન આપી શકે છે કે તમે એવા ખોરાકનું સેવન કરો કે જેમાં ફાઇબર વધારે હોય. બવાસીર કબજિયાતના કારણે થાય છે તેથી ફાઈબરથી ભરપૂર ચીજો ખાવાથી સ્ટૂલ નરમ પડે છે. આ માટે પાણી અને અન્ય પ્રવાહી, જેમ કે ફળોના રસ અને સૂપ પણ મદદરૂપ થઈ શકે છે.
બવાસીરની સમસ્યા પર શું ન ખાવું જોઈએ ?

જો બવાસીર ઘણા સમયથી રહેલી કબજિયાતની સમસ્યાના કારણે થાય છે, તો પછી ઘણા ખોરાક છે જેનું સેવન ન કરવું જોઈએ. તમારે પનીર, ચિપ્સ, ફાસ્ટ ફૂડ, આઈસ્ક્રીમ, માંસ, ફ્રોઝન ચીજો અને પેકેટ્સમાં મળતા નાસ્તાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય પણ તમારે ઘણી ચીજોથી દૂર રેહવું જરૂરી છે.
ડીપ-ફ્રાઇડ અને પ્રોસેસ્ડ ફૂડ આઈટમ
પ્રોસેસ્ડ ફૂડ જેમ કે ફ્રોઝન ચીજો, ફાસ્ટ ફૂડ અને ડીપ-ફ્રાઈડ જેવા ખાદ્ય પદાર્થોને પચવામાં ઘણો સમય લાગે છે. તેમાં ઓછા પોષક તત્વો, ભરપૂર મીઠું અને બિનઆરોગ્યપ્રદ ચરબી હોય છે. આ બધા પાચન બગાડે છે અને કબજિયાત સમસ્યા વધારે છે.
મસાલેદાર ખોરાક

શું તમે મસાલેદાર ખોરાક ખાવાનું પસંદ કરો છો ? પરંતુ જો તમને બવાસીરની સમસ્યા છે, તો આ ખોરાકનું સેવન કરતા પેહલા બે વાર વિચારો કારણ કે તે આંતરડામાં વધુ પીડાનું કારણ બની શકે છે. જો તમને બવાસીર પહેલાથી જ ખરાબ છે અથવા વારંવાર લોહી નીકળે છે, તો તમને વધુ સમસ્યાઓ થઈ શકે છે.
આલ્કોહોલ
બવાસીરની સમસ્યા થવા પર તમારે આલ્કોહોલના સેવનથી બચવું જોઈએ. આલ્કોહોલ કેટલાક પોષક તત્વોને ઘટાડીને પાચક સંતુલનને વિક્ષેપિત તો કરે જ છે, સાથે તે આંતરડાને પણ અસર કરે છે અને તમારી સમસ્યાને વધારે છે.
ડેરી ઉત્પાદનો

ડેરી ઉત્પાદનો કેટલીકવાર પેટમાં ગેસ, પેટમાં ખેંચાણ અને કબજિયાતનું કારણ બને છે. બવાસીરની સમસ્યા દરમિયાન દૂધ, પનીર અને અન્ય ડેરી ઉત્પાદનથી દૂર રેહવું જોઈએ. કારણ કે આ બવાસીરની સમસ્યા વધારી શકે છે.
કાચા ફળ

જ્યારે બવાસીરના લક્ષણોમાં સુધારો કરવાની વાત આવે છે ત્યારે ફળો એ એક સારો ઉપાય છે. જો કે, તમારે ફક્ત પાકેલા ફળોનું જ સેવન કરવું જોઇએ. દાડમ, કાચા કેળા જેવા કેટલાક કાચા અથવા નક્કર ફળોમાં સંયોજનો હોઈ શકે છે જે કબજિયાત અથવા બવાસીરની સમસ્યા વધવાનું કારણ બને છે જે પીડા અને દુખાવાને વધારે છે.
મેંદો

સફેદ ચોખા, સફેદ બ્રેડ, કૂકીઝ અથવા કેક જેવી મેંદામાંથી બનેલી ચીજોથી દૂર રેહવું જોઈએ. કારણ કે આ ચીજોમાં ફાઇબર ઓછો હોય છે. મેંદો પચવામાં વધુ સમય લે છે જે કબજિયાત અને બવાસીરની સમસ્યા વધારી શકે છે.
મીઠાવાળા ખોરાક
મીઠાવાળા ખોરાક લોહિયાળ બવાસીરનું મુખ્ય કારણ છે. આ ચીજોના સેવનથી ડિહાઇડ્રેશન થઈ શકે છે જે બવાસીરમાં નુકસાનકારક છે. આ ચીજો રુધિરવાહિનીઓને અસર કરી શકે છે, જે હૃદયરોગનું જોખમ વધારે છે.
બવાસીરની સમસ્યા પર શું ખાવું જોઈએ ?

આ સમસ્યા દરમિયાન તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ, દર્દીઓએ દિવસમાં 4 થી 5 લિટર પાણી પીવું જોઈએ.
લીલા પાંદડાવાળા શાકભાજી સ્વાસ્થ્યને અનેક રીતે લાભ કરે છે. તેથી બવાસીરની સમસ્યા દરમિયાન લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન વધુ કરો.
બવાસીની સમસ્યા દૂર કરવા માટે આખા અનાજ ખૂબ જ ફાયદાકારક છે. ફણગાવેલા અનાજ અને ફળો એ શ્રેષ્ઠ ઉપાય છે.

કબજિયાત અને લોહિયાળ બવાસીરની સમસ્યા દરમિયાન હંમેશાં પાકેલા ફળ ખાઓ.