Tokyo Olympicsમાં હાર બાદ તલવારબાજ ભવાની દેવીએ માગી માફી, PM મોદીએ આપ્યો આ જવાબ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માં બીજા રાઉન્ડમાં બહાર થવા છતાં ઇતિહાસ રચનાર ભારતીય તલવારબાજ સીએ ભવાની દેવીને પ્રોત્સાહન આપતા કહ્યું કે, દેશને તેના યોગદાન પર ગર્વ છે. ભવાનીના ટ્વિટને પ્રત્યુત્તર આપતાં પીએમ મોદીએ કહ્યું કે, ‘તમે પોતાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું અને તે જ મહત્ત્વનું છે. હાર અને જીત એ જીવનનો ભાગ છે. ભારતને તમારા યોગદાન પર ગર્વ છે.

image soucre

તમે અમારા નાગરિકો માટે પ્રેરણા છો. ‘આ અગાઉ ભવાનીએ ટ્વીટ કર્યું હતું,’ મેં મારો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો પણ બીજી મેચ જીતી શકી નહીં. હું દિલગીર છું. તમારી પ્રાર્થના સાથે હું આગામી ઓલિમ્પિક્સમાં પણ વધુ સારું પ્રદર્શન કરીશ.

ઓલિમ્પિકના ઇતિહાસમાં તલવારબાજીમાં ક્વાલિફાઈ થનારી પહેલી ભારતીય મહિલા ભવાનીને મહિલા વ્યક્તિગત સાબરેની બીજી મેચમાં રિયો ઓલિમ્પિક સેમિ ફાઇનલ બ્રુનેટ સામે 7-15થી હારનો સામનો કરવો પડ્યો હતો. તે અગાઉ ટ્યુનિશિયાની નાદિયા બેન અઝીઝીને 15-3થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેસી હતી. ઓલમ્પિક માટે ક્વોલિફાય કરનારી પહેલી ભારતીય તલવારબાજ ભવાની માટે બ્રુનેટનો સામનો કરવો સહેલો નહોતો પરંતુ તેણે પોતાનો જુસ્સો જાળવ્યો અને બીજા સમયગાળામાં બ્રુનેટને સખત પડકાર આપ્યો.

ભવાની દેવીએ 9.48 મિનિટ ફાઈટ કરી

પ્રથમ ગાળામાં ભવાની દેવી 2-8થી પાછળ હતી. બ્રુનેટે પણ બીજા સમયગાળાની શરૂઆત સારી બનાવી અને સ્કોર 11-2થી કરી દીધો. ભવાનીએ ત્યારબાદ સતત ચાર પોઇન્ટ મેળવ્યા પરંતુ તે નવ મિનિટ અને 48 સેકન્ડ સુધી ચાલેલી મેચમાં બ્રુનેટને પહેલા 15 પોઇન્ટ સુધી પહોંચતા રોકી શકી નહીં. આ સ્પર્ધામાં પ્રથમ 15 પોઇન્ટ મેળવનારા તલવારબાજને વિજેતા જાહેર કરવામાં આવે છે. ભવાની દેવીએ કહ્યું કે, ‘આ મારી પ્રથમ ઓલિમ્પિક્સ છે અને હું દેશની પ્રથમ તલવારબાજ છું જે ઓલિમ્પિકમાં ભાગ લેશે. હું અહીં ભારતનું પ્રતિનિધિત્વ કરી અને પ્રથમ મેચ જીતીને ખુશ છું.

6 મિનિટ 14 સેકન્ડમાં મેચ જીતી લીધી

image socure

આ અગાઉ ભવાનીએ શરૂઆતથી અજીજી સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે અજીજીના ખુલ્લા ‘વલણ’ નો લાભ લીધો. આનાથી તેને પોઇન્ટ મેળવવામાં મદદ મળી. 27 વર્ષીય ભવાનીએ ત્રણ મિનિટના પ્રથમ ગાળામાં એક પણ પોઇન્ટ ગુમાવ્યો ન હતો અને 8-0થી મજબૂત લીડ લીધી હતી. બીજા ગાળામાં નાદિયાએ થોડો સુધારો કર્યો હતો પરંતુ ભારતે તેની લીડ મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું હતું અને 6 મિનિટ 14 સેકન્ડમાં મેચ જીતી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong