સાંજના નાસ્તામાં આ રીતે બનાવો ભાતની પકોડી..

ભાતની પકોડી ઘરે બનાવેલા જે ભાત બચ્યા હોય તેમાંથી બનાવવામાં આવે છે. આ પકોડી માત્ર ભાત જ નહિ પરંતુ મસાલા ભાત બચ્યા હોય તો તેમાં થી પણ બનાવી શકાય છે. ચોમાસા ની સીઝન માં તો આ પકોડી ખુબજ સ્વદીસ્ટ લાગે છે. તેમજ આ ભાત ની પકોડી ચા તેમજ દહીં ની ચટણી જોડે ખુબ જ સરસ લાગે છે.

સામગ્રી:

 • ૧ બાઉલ ભાત,
 • ૧ ચમચી રવા નો લોટ,
 • ૧ બાઉલ ચણા નો લોટ,
 • ૧/૨ વાડકો દહીં/છાસ,
 • ૧ ચમચી નમક,
 • ૧ ચમચી મરચું પાઉડર,
 • ૧ ગ્લાસ પાણી,
 • ૨ નંગ ડુંગળી,
 • ૪-૫ નંગ લીલા મરચા,
 • તેલ તળવા માટે.
 • સર્વિંગ માટે…
 • ટમેટો સોસ,
 • દહીં ની ચટણી.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું વધેલા ભાત. આ ભાત ની પકોડી એટલી સરસ થાય છે કે તેના માટે લોકો સ્પેસીઅલ ભાત બનાવે છે.ભાત બનાવેલા અને છુટા હશે તો વધારે સરસ લાગશે.

હવે આપણે એક બાઉલ માં ભાત કાઢી લઈશું. ત્યાર બાદ તેમાં ચણા નો લોટ ઉમેરવો. અને થોડો જ રવા નો લોટ ઉમેરવો જેથી પકોડી ક્રિસ્પી બનશે. ત્યાર બાદ તેમાં થોડું દહીં ઉમેરીશું. તેના અથવા માં તમે છાસ પણ લઇ શકો છો. ત્યાર બાદ ભાત જોડે જે પણ ઉમેરવું હોય તે સામગ્રીઓ ઉમેરી દેવી. મેં તેના માટે ડુંગળી અને મરચા ઉમેર્યા છે.

હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ અને પકોડી માટે નું ખુબ જ સરસ લોટ ડોઇ લેવો. જેટલી થીક્નેસ ભજીયા ના લોટ માં રાખીએ એવું જ રાખવું.

હવે તેમાં વધારે બટેટા કે ડુંગળી જે પસંદ હોય તેની ગોળ રીંગ કાપી ને ઉમેરવી. જેથી પકોડી સરસ સેપ ની બનશે. મેં તેના માટે ડુંગળી ની રીંગ કટ કરી ને ઉમેરી છે.

હવે આપણી પાસે ખુબજ સરસ લોટ તૈયાર થઇ ગયો છે. જેમાંથી આપણે પકોડી બનાવી શકીશું.

હવે એક પેન માં તેલ ગરમ કરી લેવું. ત્યાર બાદ ડોયેલા લોટ માંથી હાથ વડે નાની નાની પકોડી વાળી સીધી તેલ માં જ મૂકી દેવી. ત્યાર બાદ તેને બને તરફ ધીમી આંચ ઉપર બરાબર શેકવા દેવું. અને જારા ની મદદ થી બધું તેલ નીતરી અને પકોડી કાઢી લેવી.

હવે આવી જ રીતે બધી પકોડી બનાવી અને તેને એક ડીશ માં કાઢી લેવી.

તો તૈયાર છે. ગરમા ગરમ પકોડી જેને ચા તેમજ ચટણી કે સોસ જોડે ખુબ જ સરસ લાગશે.ત હવે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી ચટણી તેમજ ટમેટો સોસ જોડે સર્વ કરો..

નોંધ:

ભાતની પકોડી બનાવવા માં જો દહીં ઉમેરવામાં આવે તો પકોડી ખુબ જ સરસ બને છે.

તેમજ તેમાં ભાત, ડુંગળી અને મરચા ઉમેરવાના ના લીધે પકોડી તીખી તીખી અને સ્વાદીસ્ટ બને છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી