ભાતને એકદમ છુટ્ટો અને દાણાદાર બનાવવા અપનાવો આ ટીપ્સ…

ભાત લગભગ દરેક ઘરની અંદર બનાવવામાં આવે છે.ભાત બનાવતા સમય અમુક વાતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ભાત કાચા રહી શકે છે,વધારે બફાઈને ગળી શકે છે કે તેમા સ્વાદ અને સુગંધ નથી મળી શકતી.આવો જાભાત બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.


ભાતની સુંગધ અને સ્વાદની જે ક્વોલિટી આપણે બજારમાંથી લઈ આવીએ છીએ એ તેના પર ખૂબ નિર્ભર કરે છે.બજારમાં ઘણા પ્રકારનાં ભાત મળે છે.જેમ કે પરમલ,સેલા,બાસમતી વગેરે પ્રકારની ક્વોલિટી મળે છે.અલગ અલગ ડિશ બનાવવા માટે અલગ વેરાયટી કામમાં લેવામાં આવે છે.ઈડલી ઢોસા બનાવવા હોય,પુલાવ બનાવવા હોય,બિરયાની બનાવવી હોય,ખિચડી બનાવવી હોય કે સાદા ભાત બનાવવા હોય તો અલગ અલગ પ્રકારનાં ચોખા લેવાથી જ પરિણામ અલગ મળે છે.

બાસમતી ચોખા પોતાની સુગંધ અને સ્વાદનાં કારણે આખા વિશ્વમાં ઓળખવામાં આવે છે.તેના સિવાય બ્રાઉન રાઈસ સ્વાસ્થય તરફ સચેત લોકોમાં લોકપ્રિય છે.ચોખાની ઘણી સાઈઝ પણ બજારમાં ઉપલબ્ધ છે. અલગ અલગ સાઈઝ પ્રમાણે તેના નામ આપવામાં આવે છે.જેમ કે દુબાર, તિબાર, મોગરા, કણકી, નક્કૂ વગેરે


ચોખા જેટલા વધારે જુના હોય છે એટલા જ સારા બને હોય છે. બફાયા બાદ જુના ચોખાના સ્વાદ અને સુગંધ વધી જાય છે. નીચે આપેલા ઉપાય અજમાવી ભાતને બનાવો એકદમ છૂટા.

ભાતને બનાવો આવી રીતે :

બાસમતી ચોખા બનાવવાની સાચી રીત


એક વાસણમાં બે કપ પાણી લઈ તેને ઉકાળવા માટે રાખો. પાણી ઉકળવા લાગે ત્યારે એક કપ ચોખા નાખી દો.એક નાની ચમચી મીઠું નાખી દો. અડધી ચમચી ઘી,બે ત્રણ ટીપા લીંબુનો રસ નાખી દો. ઢાંકણ બંધ કરી મિડિયમ તાપ પર દસ મિનિટ પકાવી ગેસ બંધ કરી દો.ઢાંકણ દસ મિનિટ સુધી વધારે બંધ રહેવા દો.સફેદ અને દાણેદાર ભાતનો આનંદ ઉઠાવો.

પ્રેશર કુકરમાં ભાત કઈ રીતે બનાવવા

જો પ્રેશર કુકરમાં ચોખા તમે બનાવી રહ્યા છો તો ઉપરની વિધી અનુસાર સામગ્રી પાણી,ચોખા,મીઠું,ઘી અને લીંબુનો રસ પ્રેશર કુકરમાં નાખી ગેસ પર રાખી દો.કુકરની એક સીટી વાગતા જ તરત ગેસ બંધ કરી દો.કુકર ઠંડુ થયા બાદ ઢાંકણ ખોલો. એકદમ છૂટ્ટા ભાત તૈયાર મળશે.


અમુક લોકો પાણી વધારે લઈને ચોખા ઉકાળે છે.પછી વધારાનું પાણી તારવીને કાઢી નાખે છે . પરંતુ આમ કરવાથી ચોખામાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. જુના ચોખાની અપેક્ષામાં નવા ચોખા જલ્દી ગળી જતા હોય છે એટલે ધ્યાનથી બનાવો. ચોખા બનાવતા સમય પાણી સાથે લીંબુનો રસ ઉમેરવાથી ચોખા વધારે છૂટ્ટા,સફેદ અને સ્વાદિષ્ટ બનશે. બ્રાઉન રાઈસને ફ્રિજમાં સંગ્રહ કરીને રાખવા જોઈએ .કારણ કે એ જલ્દી બગડી જતા હોય છે. જો ચોખા પલાળીને બનાવવા ઈચ્છો છો તો જે પાણીમાં પલાળો એ ની અંદર જ પકાવો.જેથી પૌષ્ટિક તત્વો વ્યર્થ ન જાય. ચોખા બફાઈ જાય પછી દસ મિનિટ સુધી તેનું ઢાંકણ ન ખોલો ચોખા કદમાં મોટા બનશે.


ભાતઆ ઓસામણને ફેંકો નહિ.એ પૌષ્ટિક હોય છે.તેને લોટ બાંધવાનાં ઉપયોગમાં લઈ લો કે દાળમાં નાખી દો. ચોખા બનવવા માટે પહેલા ધોવામાં આવે છે.તેને બે વારથી વધુ ન ધોવા જોઈએ નહિતર ચોખાની ઉપરની પરતનાં ખૂબ પોષક તત્વ પાણી સાથે નિકળી જાય છે. ચોખા બાફયા પહેલા બે ચમચી મીઠું નાખેલા પાણીમાં પલાળી દો ચોખા તૂટશે નહિ.


પહેલા સુકા ચોખાને થોડા ઘી કે તેલમાં શેકો,પછી પાણી નાખી ઉકાળો ચોખા વધારે છૂટ્ટા અને સ્વાદિષ્ટ બનશે. ભાત ગળી ચૂક્યા છે પરંતુ પાણી વધારે દેખાઈ રહ્યું છે તો ભાતની ઉપર બ્રેડ રાખી દો.બ્રેડ પાણી શોષી લેશે.તમને છૂટ્ટા ભાત મળી જશે.

ચોખા ખરાબ થવાથી કેમ બચાવવા ?


ચોખાને સંગ્રહ કરવા માટે તેની અંદર સાબુત હળદરની એક ગાંઠ નાખી દો. ચોખામાં બોરિક પાઉડર મિક્સ કરીને રાખો.ચોખા ખરાબ નહિ થાય.પરંતું બનાવ્યા પહેલા ધોવાનું ભૂલશો નહિ. જો ચોખા લાંબા સમય સુધી સંગ્રહ કરીને રાખવા છે તો ચોખાને તેલવાળા કરીને ડબ્બામાં સંગ્રહ કરી શકાય છે.