જલ્સા કરોને જેંતીલાલ

ભારતીય ક્રિકેટ ટીમ લીડ્સના રસ્તાઓ પર ટહેલતી જોવા મળી…

ભારત હાલ ચાલી રહેલા વર્લ્ડ કપમાં શાનદાન પ્રદર્શન કરી રહ્યું છે. ઇંગ્લેન્ડ સામેની હાર સિવાય ભારત બીજી કોઈ જ મેચ હાર્યું નથી. અને હાલ ઇંગ્લેન્ડની સાથેસાથે ભારત પણ વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.


હાલ ભારતીય ક્રીકેટ ટીમ આગળની મેચો માટે સઘન તૈયારીયો કરી રહી છે. ફૂલ ટાઇમ પ્રેક્ટિસ કરી રહી છે. પણ તાજેતરમાં જ હાર્દીક પંડ્યાએ પોતાન સોશિયલ અકાઉન્ટ પર પોતાના સાથી ટીમમેટ્સ સાથેની એક તસ્વીર શેયર કરી. જેમાં તે લોકો લીડ્સ શહેરના રસ્તાઓ પર ટહેલતા જોઈ શકાય છે.


હાર્દીક પંડ્યાએ તસ્વીર સાથે લખ્યું છે – બોય્ઝ ડે આઉટ. આ તસ્વીર જોશો એટલે તમે જોઈ શકશો કે આપણી ટીમના ખેલાડીઓ કેટલા ફ્રેશ લાગી રહ્યા છે. બુમરાને તમે ક્યારેય ગ્રાઉન્ડ પર ચશ્મામાં નહીં જોયો હોય તો અહીં જોઈ લો. કેટલો ક્યુટ લાગે છે. બૂમરા આજે વર્લ્ડ બેસ્ટ બોલર છે. તો વળી ધોનીએ સરસમજાનું જેકેટ પહેર્યું છે. આખી ટોળી જાણે મસ્તીના મૂડમાં છે.

એવું જરૂરી નથી કે તમે વર્લ્ડકપ રમતા હોવ તો તમારે 24×7 માત્ર મેચ જીતવાની તૈયારીમાં જ મસ્ત રહેવું. જીત માટે તમારું મેન્ટલ સ્ટેટસ પણ તાજુ રહે તે પણ જરૂરી છે. છેવટે મહત્ત્વના નિર્ણય તો તમારે તમારા મગજથી લેવાના હોય છે. માટે કોઈ પણ ટીમે રીલેક્સ થવું પણ તેટલું જ જરૂરી છે.
આ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડ પહોંચી ત્યારે વર્લ્ડકપ શરૂ થાય તે પહેલાં તેમની ટ્રેનિંગના હિસ્સા રૂપે તેમણે એક એડવેન્પાચર પાર્કની મુલાકાત લીધી હતી જેની પણ તસ્વીરો વાયરલ થઈ હતી.


આ ઉપરાંત વિરાટે પણ અનુશ્કા સાથેના તાજા જ ફોટો પોતાના સોશિયલ મિડિયા પર શેયર કર્યા છે. આપણી ક્રીકેટ ટીમ આજે ઉત્તમ પ્રદર્શન કરી રહી છે અને તે આવનારી મેચો માટે મેન્ટલી રીલેક્સ રહે તે પણ જરૂરી છે. માટે તેમણે રમતમાંથી થોડો સમય કાઢીને પણ રીલેક્સ થઈ જવું જોઈએ.


જો કે જ્યારે જ્યારે આવી રીતે વર્લ્ડ કપ દરમિયાન ક્રીકેટરો દ્વારા તેમના સોશિયલ અકાઉન્ટ પર તસ્વીરો શેયર કરવામાં આવે છે ત્યારે ત્યારે કેટલીક નેગેટીવ કમેન્ટ્સનો સામનો પણ તેમણે કરવો પડ્યો છે. માત્ર વિરાટ અને હાર્દીક જ નહીં પણ ધોનીએ પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તસ્વીર શેયર કરી છે. આ ઉપરાંત ચહલે પણ પોતાનો ફોટો શેયર કર્યા છે. ચહલે પોતાના માતાપિતા સાથે ઇંગ્લેન્ડ ફરવા ગયો હતો તે દરમિયાનની તસ્વીરો શેયર કરી હતી.


આ વર્લ્ડ કપમાં આપણને ઘણું બધું અવનવું જોવા તેમજ જાણવા મળ્યું છે. અને સોશિયલ મિડિયાના વ્યાપક ઉપયોગથી માત્ર ગ્રાઉન્ડ પર જ નહીં પણ સ્ટેડિયમના સ્ટેન્ડમાં શું થઈ રહ્યું છે અને સ્ટેડિયમની બહાર ઇંગ્લેન્ડની સડકો પરની પણ રજ રજની માહિતી આપણને મળતી રહી છે.


લાસ્ટ મેચ દરમિયાન ધોની જ્યારે થોડી વાર માટે ગ્રાઉન્ડ પરથી ગાયબ થઈ ગયો હતો ત્યારે તેના ઇન્જર્ડ હોવાની અફવા ફેલાઈ હતી. જો કે તે થોડીવાર બાદ પાછો પણ આવી ગયો હતો. આ ઉપરાંત તે જ મેચમાં પેલા ગુજરાતી માજીએ તો જાણે લોકોના દીલ જીતી લીધા હતા. તો પછી ચિંતા ન કરો પણ મેચ અને તેની સાથે જોડાયેલી જાણીઅજાણી વાતો જાણી મજા કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version