જલ્સા કરોને જેંતીલાલ

ભારતીય સૈન્યની આ સુપર એટ્રેક્ટિવ ગાડીઓ એકપણ ભારતીય નાગરીક નથી ખરીદી શકતો ! જાણો શા માટે

ભારતના સૈન્યને વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું સૈન્યબળ માવામાં આવે છે. ભારત ઉત્તરોત્તર પોતાની આંતરિક તેમજ સરહદ પરની સુરક્ષાઓ વધારવા માટે તેને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરતું રહે છે. પછી તે આપણું પોતાનું ઉત્પાદન હોય કે પછી અમેરિકા, રશિયા કે યુરોપના કોઈ દેશ પાસેથી ખરીદેલા કોઈ સાધન કે હથિયાર હોય. ભારતીય સેના આજે દરેક રીતે સંપૂર્ણ છે, સશક્ત છે અને તૈયાર છે.

ભારતીય સૈન્યના માત્ર હથિયારો કે પછી યુનિફોર્મમાંનો જવાન જ લોકોના આકર્ષણનું કેન્દ્ર નથી પણ તેની ગાડીઓ પણ લોકોમાં એક અનેખો રસ ઉત્પન્ન કરે છે. આ ગાડીઓની ખાસ વાત એ હોય છે કે તે હથિયારથી સજ્જ હોય છે. આજે પણ જ્યારે કોઈ આર્મી ટ્રક કે પછી જીપ રસ્તા પરથી પસાર થતી હોય તો એક નજર તો તેના તરફ ખેંચાઈ જ જાય છે.

પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ભારતીય સૈન્યમાં કેટલીક એવી અફલાતુન કારોનો સમાવેશ થાય છે જેને ભારતનો એક સામાન્ય નાગરિક ખરીદી નથી શકતો. ના, અહીં પૈસાની વાત નથી પણ ડીસીપ્લીનની વાત છે તમારી પાસે કરોડો રૂપિયા હોય તો પણ ભારતીય સૈન્યના પ્રોટોકોલ મુજબ તમે આ ગાડીઓ ખરીદી શકતા નથી. અને હવે તો એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે રસ્તા પર દોડતી બુલેટ બાઈકનો રંગ પણ મિલેટ્રીની બાઈકો જેવો ન હોવો જોઈએ તેમ થશે તો દંડ ભરવો પડશે.

તો ચાલો જાણીએ આ સુપર એટ્રેક્ટિવ મિલેટ્રી વેહિકલ્સ વિશે.

ટાટા મોટર્સની જીએસ 800

આ વાહનને ટાટા મોટર્સ દ્વારા ખાસ કરીને ભારતીય આર્મી માટે જ ડિઝાઈન કરવામાં આવ્યું છે. આર્મી માટે ટાટા મોટર્સે પોતાના આ મોડેલમાં કેટલાક ફેરફાર કર્યા છે જેમાં તેનો રંગ, તેના સસ્પેન્શન અને તેના રિયર લૂકને બદલ્યો છે. આ એક 4×4 એસયુવી છે. આ પ્રકારની 1300 ગાડીઓ ટાટામોટર્સ દ્વારા ભારતીય સૈન્યને ડીલીવર કરાઈ છે.

ટાટા મર્લિન

આ ગાડીને પણ એક સામાન્ય ભારતીય વ્યક્તિ નથી ખરીદી શકતો. હા તેના સાદા મોડેલ ટાટા પાસે ઉપલબ્ધ છે જેને સામાન્ય નાગરિક ખરીદી શકે છે પણ મિલેટરી માટે તૈયાર કરવામાં આવેલા આ સ્પેશિયલ મોડેલ નથી ખરીદી શકતા. મર્લિન 4×4 એલએસવી વેહિકલ છે. આ ગાડી પર બોમ્બ ધાડાકાની પણ અસર નથી થતી. તેની બૉડી અત્યંત મજબુત એવા એલ્યુમિનિયથી બનેલી છે.

રેનોલ્ટની શેરપા એસયુવી

રેનોલ્ટની આ અત્યંત આકર્ષક શેરપા એસયુવી ખાસ કરીને ભારતના એનએસજી (નેશનલ સિક્યોરીટી ગાર્ડ્સ) માટે વાપરવામાં આવે છે. આ વેહિકલનો ઉપયોગ મોટાભાગે રમખાણોમાં તેમજ ભીડવાળા વિસ્તારોમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વેહિકલ માત્ર ભારત જ નહીં પણ અમેરિકા તેમજ યુરોપના પણ કેટલાક દેશોમાં વાપરવામાં આવે છે.

આ એક 4×4 વેહિકલ છે 11000 કી.ગ્રામના વજન સાથે આ વાહન 110 કી.મી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. અને તેની પેટ્રોલ સંગ્રહ કરવાની શક્તિ એટલી છે કે તે એક જ વારમાં અવિરત પણે 1000 કી.મીનુ સફર કાપી શકે છે.

ટાટા 6X6 મોબીલીટી વેહિકલ

આ ગાડી ટાટા દ્વારા બનાવવામાં આવેલું ડિફેંસ માઇન પ્રોટેક્ટેડ વેહિકલ છે. જે 6×6 વ્હિલ્ડ ડ્રાઈવ છે. જેમાં છ લોકો બેસી શકે છે. આ વેહિકલનો ઉપયોગ હંમેશા ભારતીય સૈન્ય લેન્ડમાઈલ વાળી જગ્યાઓ પર કરે છે કારણ કે લેન્ડ માઇન્સની આ ટ્રક પર કોઈ જ અસર નથી થતી. 2015માં આવી 1239 ટ્રકો ટાટા મોટર્સે ઇન્ડિયન આર્મીને ડીલીવર કરી હતી અને ત્યાર બાદ બીજી 619 ટ્રકોનો ઓર્ડર તેમને મળ્યો હતો.

આ ઉપરાંત ટાટા મોટર્સ બીજા ઘણા બધા હેવી યુટીલીટી વેહિકલ ભારતીય સૈન્ય માટે ડીઝાઈન કરીને તેમને વેચે છે.

અશોક લેલેન્ડ સ્ટેલિયન ટ્રક

અશોક લેલેન્ડ ભારતીય સૈન્યને ઘણા બધા આર્મી વેહિકલ પુરા પાડે છે. જેમાં અશોક લેલેન્ડ સ્ટેલિયન ટ્રકનો સમાવેશ થાય છે. હાલ આ પ્રકારના 50000 વેહિકલ ભારતીય સૈન્ય પાસે છે. મોટે ભાગે આ વાહનનો ઉપયોગ ફોર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવામા આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version