દેશી બાબુ – ઇંગ્લીશ મેમ ભારતીય ખેડૂત પર આવ્યો અમેરિકન ગોરીને પ્રેમ , અમેરિકન સીટીઝનશીપ છોડી બની ભારતીય !

ભારતના આ ખેડૂત દીકરા ઉપર આવી ગયું આ વિદેશી છોકરીનું દિલ, કરી બેઠી પ્રેમ અને બની ગઈ ખેડૂત ભારતની અમેરિકન નાગરિત્વ છોડી !!!

એવું સંભાળ્યું જ હશે કે પ્રેમ આંધળો હોય છે. અને પ્રેમ કરનાર ક્યારેય નાત જાત કે પછી ધર્મ જોતાં નથી. એ તો બસ પ્રેમમાં પાગલ બની જાય છે કે તે ગમે તે કરવા તત્પર બની જાય છે. આવી જ એ ઘટના તાજેતરમાં જ એમ.પીના હોશંગાબાદમાં બની છે.

જ્યાં એક વિદેશી છોકરીનું દિલ આવી ગયું આ ગામના છોકરા ઉપર ને કરી બેઠી બેજાન મુહબ્બત ને સાતેય સમુંદર પાર પોતાના પ્રેમી સાથે રહેવા ચાલી આવી. તો ચાલો જોઈએ આ અનોખી લવ સ્ટોરીની કહાની.

આમ તો આપણાં ભારત દેશમાં લવ મેરેજ કરવાની કોઈ નવાઈ નથી. અહીંયા દિન પ્રતિદિન એવા કિસ્સા સામે આવ્યા જ કરે છે જેમાં છોકરો અને છોકરી બીજી જ્ઞાતિમાં લગ્ન કરતાં હોય છે. પરંતુ આજે અમે તમારી સમક્ષ એવી લવ સ્ટોરીનો કિસ્સો લાવ્યા છીએ જેમાં છોકરી બીજી જ્ઞાતિની નહી પરંતુ વિદેશની છે.

થયું ને આશ્ચર્ય ? પરંતુ આ જ હકીકત છે. વિદેશી છોકરીનું દિલ મોહી પડ્યું આ ભારતીય ખેડૂત ઉપર. અને છેક અમેરિકાથી પોતાનું બધુ જ છોડીને પોતાના પ્રેમી સાથે રહેવા હંમેશ માટે ભારત આવી જાય છે.

સિવાની માલવાના જ આવેલું એક ગામડું જેનું નામ બાસૌનીકલાના છે. આ ગામમાં એક ખેડૂત રહે છે જેનું નામ દીપક રાજપૂત છે. અને હાલ તે 36 વર્ષનો છે.

તે ફેસબુકના માધ્યમથી અમેરિકામાં રહેતી એક છોકરીજેલીકા લીજેથ ટેરાજસને મળ્યો હતો. જેનું નિકનેમ જુલી છે અને તેની હાલની ઉંમર અત્યારે 40 વર્ષની છે. પોતાના પ્રેમને નામ આપવા માટે હોળી ધૂળેટીના ત્યોહારમાં તેઓ બંને લગ્નગ્રથીથી જોડાઈ ગયા છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જેલીકા અમેરીકામાં માનવ સંસાધન વિભાગમાં એક અધિકારી તરીકેની ફરજ બજાવે જ્યારે દિપક ભારતમાં રહીને ખેતી કરે છે. ફેસબુકના માધ્યમથી બંને મિત્રો બન્યા ને વોટ્સએપની ચેટના માધ્યમથી બંને નજીક આવ્યા. પછી તો ફોન પર વાતચીતનો દોર ચાલુ થયો અને બાદમાં બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી.

પછી તો બંને એકબીજાને મળ્યા, એક વાર નહી ઘણીવાર મળ્યા. પછી આખરે બંનેએ નક્કી કર્યું કે આપણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જઈએ ને હોળીના પવિત્ર દિવસે નર્મદા કિનારે આવેલ એક મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા.ને સાતેય ભવના બંધનમાં બંધાઈ ગયા.

જેલીકા અમેરિકના ટોસ શહેરની રહેવાસી છે અને તે લગભગ છેલ્લા 3 વર્ષથી દિપક ને સારી રીતે ઓળખે છે. જ્યારે દિપક સાથે પહેલીવાર વાત થઈ ત્યારે જેલીકાએ જાણ્યું કે, દિપક એક ખેડૂત છે અને તેને બીકોમ કરેલું છે. પરંતુ તેની વાત કરવાની સ્ટાઈલથી જેલીકા દિપક પ્રત્યે આકર્ષિત થઈ.

દિપક ખેડૂત હોવા છ્તા સારી રીતે અંગ્રેજી બોલી શકતો હતો અને જેસિલા સાથે તે અંગ્રેજીમાં જ વાત કરતો હતો.

એક દિવસ વાત વાતમાં દીપકે જેલીકા સમક્ષ લગ્ન માટેની વાત કરી અને જેલિકાએ પણ તેનો હોંશે હોંશે સ્વીકાર કર્યો. હાલ જેલિકા ભારતના પ્રવાસે છે અને તેને ભારતના લોકો અને તેમનો લાગણીશીલ સ્વભાવ ખૂબ જ ગમે છે.

દીપકે પોતાના લગ્ન માટે પહેલા તો કાયકીય રીતે વકીલની સલાહ લીધી અને દીપકના વકીલ દૂબેએ લીગલ દસ્તાવેજ બનાવી આપ્યા એ બાદ જ દીપકે જેલિકા સાથે શાસ્ત્રોક્ત વિધીથી લગ્ન કર્યા હતા.

બસ પોતાના પ્રેમ પર વિશ્વાસ હોવો જોઈએ. અંતે આ બંને પ્રેમી પંખીડાએ એ સાબિત કરી જ બતાવ્યુ.

“ફોટો પ્રતિકાત્મક છે”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ