જલ્સા કરોને જેંતીલાલ

શું તમે જાણો છો આપણા આ ક્રીકેટર્સ સાઇડ બિઝનેસ તરીકે રેસ્ટોરન્ટ પણ ચલાવે છે ?

આપણા લોક પ્રિય ક્રીકેટર્સ આપણે જાણીએ છીએ તેમ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં તો અવારનવાર જોવા મળતા જ હોય છે. અને આપણે સારી રીતે જાણીએ છીએ કે તેમને ક્રીકેટ કરતાં તેમની આ પ્રવૃત્તિમાંથી વધારે આવક મળે છે. પણ આ ઉપરાંત પણ તે લોકો અન્ય ઘણા બધા વ્યવસાયો સાથે સંકળાયેલા છે. પણ આજે અમે જણાવીશું કેટલાક એવા ભારતીય ક્રિકેટરો વિષે જે પોતાના રેસ્ટોરન્ટ પણ ધરાવે છે.


રવિન્દ્ર જાડેજાનું ‘jaddu’s food field’ રેસ્ટોરન્ટ

ભારતિય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 2012માં પોતાનું આ રેસ્ટોરન્ટ ખોલ્યું હતું. જો કે તે સમયે હજુ તેણે ઇન્ડિયન ક્રીકેટ ટીમમાં કાયમી જગ્યા બનાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે જ્યારે આ રેસ્ટેરન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે રવિન્દ્ર જાડેજા હાજર નહોતા તેઓ તે સમયે ઇન્ડિયન ક્રીકેટ ટીમ સાથે બહાર હતાં.


તેમણે પાછળથી મિડિયાને જણાવ્યું હતું કે તેમણે 12-12-12ના રોજ ગુજરાતના રાજકોટ ખાતે રેસ્ટોરન્ટ ખોલ્યું છે. તેમણે વધારામા આ સ્પેશિયલ તારીખ બાબતે પણ જણાવ્યું હતું કે આ તારીખ તેમના માટે ખુબ લકી છે. કારણ કે તેમનો જન્મ 12માં મહિનામાં થયો હતો. તેમજ તે 12 નંબરની જરસી પણ પહેરે છે અને તેમની ટેસ્ટ મેચ માટે પસંદગી પણ 2012ના 12માં મહિને એટલે કે ડીસેમ્બરમાં કરવામાં આવી હતી.


ક્યાં આવેલું છેઃ ક્રોસ રોડ બિલ્ડિંગ, જુના જકાત નાકા નજીક, કાલાવાડ રોડ, કોટેચા નગર, રાજકોટ

તો હવે જ્યારે રાજકોટની મુલાકાત લો તો રવિન્દ્ર જાડેજાના રેસ્ટોરન્ટમાં જવાનું ન ભુલતા અને સોશિયલ મિડિયા પર ત્યાં લીધેલી એક સેલ્ફી તો ચોક્કસ શેયર કરજો.


વિરાટ કોહલીનું Nueva હાઈ એન્ડ રેસ્ટોરન્ટ

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ પોતાનું રેસ્ટોરન્ટ 2017માં ભારતની રાજધાની દીલ્લીમાં ખોલ્યું છે. વિરાટ કોહલીના ક્રીકેટ સિવાયના અન્ય વ્યવસાયોમાં આનો સમાવેશ થાય છે. વિરાટના રેસ્ટેરન્ટમાં તમને પ્યોર સાઉથ અમેરિકન ફૂડની સાથે સાથે બીજી ઘણીબધી કન્ટીનેન્ટલ ડીશ જેમ કે સ્પેનિશ, ઇટાલિયન, પોર્ટુગીઝ, ફ્રેન્જ તેમજ જાપાનીઝ પણ મળશે.


વિરાટ પોતાની રેસ્ટેરન્ટની અવારનવાર મુલાકાત લે છે. વિરાટનો મોટા ભાગનો સમય ભલે મુંબઈમાં પસાર થતો હોય પણ તેમનું હોમ ટાઉન તો દીલ્હી જ છે. તે તેની પત્ની અનુષ્કા સાથે પણ ઘણીવાર પોતાના રેસ્ટોરન્ટમાં જમી ચુક્યો છે. આ ઉપરાંત તે ક્રીકેટ સીરીઝ દરમિયાન સાથી ટીમમેટ ઉપરાંત અન્ય દેશના ક્રીકેટરોને પણ પોતાના રેસ્ટોરન્ટમાં લઈ જાય છે.

ક્યાં આવેલું છેઃ ગ્રાઉન્ડ ફ્લોર, સંગમ કોર્ટયાર્ડ, આર.કે. પુરમ, નવી દિલ્લી


મહેન્દ્ર સિંહ ધેનીનું માહિ રેસ્ટોરન્ટ

મહેન્દ્ર સિંહ ધોની પોતાના હોમ ટાઉન રાંચીમાં માહી નામનું રેસ્ટેરન્ટ ધરાવે છે. જે સ્થાનીક લોકોમાં ખુબ જ ફેમસ છે. ધોની પણ વિવિધ જાતના એન્ડોર્સમેન્ટ ઉપરાંત આવકના સ્ત્રોત તરીકે ઘણા બધા વ્યવસાયો ધરાવે છે. જેમાંનો એક આ રેસ્ટોરન્ટ વ્યવસાય પણ છે.


માસ્ટર બ્લાસ્ટર સચીન તેન્ડુલકર

સચીને વર્ષ 2002માં ક્રીકેટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સિવાયના વ્યવસાયમાં પ્રથમ વાર પગ મુક્યો. તેમણે પોતાનું રેસ્ટેરન્ટ મુંબઈ ખાતે તેન્ડુલકર્સના નામે ખોલ્યું. આ માટે તેમણે જાણીતા હોટેલીયર સંજય નારંગ સાથે ભાગીદારી કરી હતી. આ રેસ્ટોરન્ટમાં સફળતા મળતાં તેમણે પોતાની બીજી બે રેસ્ટોરન્ટ સચીન્સ મુંબઈમાં અને બેંગલુરુમાં ખોલી.


સચીનને ક્રીકેટ સિવાય પોતાના આ બિઝનેસમાં પણ ખુબ રસ છે. તેને પોતાના શેફના એપ્રનની ડીઝાઈનમાં પણ રસ લેવો ગમે છે. તેણે તેમના એપ્રનમાં ખાસ પાઇપલાઈન મુકાવડાવી હતી.

જો કે શરુઆતમા તેના રેસ્ટોરન્ટ ખુબ ચાલ્યા હતા પણ ત્યાર બાદ તેણે તેના આ મુંબઈ અને બેંગલુરુ ખાતેના સચીન્સ નામના રેસ્ટોરન્ટ બંધ કરવા પડ્યા હતા.


ઝહીર ખાનનું ડાઈન ફાઈન રેસ્ટોરન્ટ

ઝરીર ખાનને રેસ્ટોરન્ટ બિઝનેસમાં ખુબ સફળતા મળી છે. તેણે પોતાની પ્રથમ હોટેલ 2005માં લોન્ચ કરી હતી. જેને ખુબ જ સફળતા મળી હતી ત્યાર બાદ તેણે 2013માં પોતાની બીજી એક રેસ્ટોરન્ટ ખોલી જેનું નામ છે “ટોસ સ્પોર્ટ્સ લોન્જ” તેની ડાઈન ફાઈન રેસ્ટોરન્ટની બે શાખાઓ છે જ્યારે ટોસ સ્પોર્ટ્સ લોન્જની એક શાખા છે. આ ત્રણે રેસ્ટોરન્ટ તેની કંપની ઝહીર ખાન્સ હોસ્પિટાલીટી પ્રાઇવેટ લીમીટેડ હેઠળ આવે છે.


તેના આ રેસ્ટોરન્ટ તેની તંદુરી વાનગીઓ તેમજ કન્ટીનેન્ટલ અને ઓરિએન્ટલ ડીશો માટે ફેમસ છે જ્યારે તેની સ્પોર્ટ્સ લોન્જ તેના પીણા અને લાઈવ સ્પોર્ટીંગ ઇવેન્ટ્સ માટે પ્રખ્યાત છે. આમ તેનો હોટેલ વ્યવસાયને તેની ક્રીકેટ કેરીયર કરતાં વધારે સફળતા મળી છે.

ક્યાં આવેલું છેઃ ઝહીર ખાન્સ ડાઈન ફાઈન આવેલું છે ગ્રાઉન્ડ ફ્લોર, વિનર્સ કોર્ટ, 23 સહાની સુજન પાર્ક, NIBMની નજીક, લુલા નગર, કોન્ઢવા, પૂણે

જ્યારે તેનું ટોસ સ્પોર્ટ્સ લોન્જ આવેલું છે. સેકન્ડ ફ્લોર, વિનર્સ કોર્ટ, 23 સહાની સુજન પાર્ક, NIBMની નજીક, લુલા નગર, કોન્ઢવા, પૂણે


મહિલા જયવર્ધને અને કુમાર સાંગાકારા ભાગીદારીમાં મિનિસ્ટ્રી ઓફ ક્રેબ નામની ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટ ચેઈન ધરાવે છે

હા, આ શ્રીલંકન ક્રીકેટરો પણ કેટલાક ભારતીય ક્રીકેટરોની જેમ પોતાના રેસ્ટોરન્ટ ધરાવે છે જો કે તેમને આ બિઝનેસમાં ભારતીય ક્રીકેટરો કરતાં વધારે સફળતા મળી છે. તેમની રેસ્ટોરન્ટ ઇન્ટરનેશન ચેઈન ધરાવે છે. જેનું નામ છે મિનિસ્ટ્રી ઓફ ક્રેબ નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં ક્રેબની સ્પેશિયલ વાનગીઓ પિરસવામાં આવે છે. આ સિવાય અન્ય સીફૂડ સ્પેશિયાલીટી તો ખરી જ.

આ રેસ્ટોરન્ટની એક શાખા મુંબઈમાં પણ આવેલી છે. આ ઉપરાંત તેઓ કોલંબો ઉપરાંત અન્ય દેશોમાં પણ શાખાઓ ધરાવે છે. આ રેસ્ટોરન્ટનું ઇન્ટીરીયર ખુબ જ સુંદર છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version