ભારતીય લોકો આ ૫ સુંદર દેશોમાં ઓન અરાઈવલ વિઝા મેળવી શકે છે ! જાણો શું છે એ…

એક ભારતીય તરીકે તમારે મોટા ભાગના દેશોમાં જવા માટે વિઝાની જરૂર પડતી હોય છે. ૨૦૧૮ માં, ભારતીય પાસપોર્ટને ૬૬મો નંબર આપવામાં આવ્યો જયારે સિંગાપુરના પાસપોર્ટને વિશ્વનો સૌથી પાવરફુલ પાસપોર્ટ તરીકે નીમવામાં આવ્યો. આ પ્રમાણે વિશ્વમાં ૨૫ દેશો એવા છે જે ભારતને વિઝા વગર આવવાની મંજુરી આપે છે અને ૪૧ દેશોમાં ઓન અરાઈવલ વિઝા મળી શકે છે. જયારે ૧૩૨ દેશોમાં જતા પહેલા વિઝા લેવા જરૂરી છે.
આજે અમે ૫ સુંદર દેશો વિશે માહિતી લાવ્યા છીએ જ્યાં ઓન અરાઈવલ વિઝા મેળવી શકાય છે.

૧. શ્રીલંકા

  • વિઝા ફીસ : $ ૨૦ એટલે ૧૪૫૩ રૂપિયા (લગભગ)
  • સમયગાળો: ૩૦ દિવસ સુધી

શ્રીલંકા એક નાનકડો દેશ છે જે ચારેય બાજુથી દરિયાથી ઘેરાયેલો છે. તેમજ, આ ટાપુ સાથે હિંદુ ધર્મની પૌરાણિક વાર્તા એટલે કે રામાયણનો મહત્વ ભાગ જોડાયેલો છે.

શ્રીલંકા, તેના આકર્ષણ અને સુંદરતાથી ભરપુર એવા દરિયાકિનારાને કારણે જાણીતું છે. કેન્ડી, જાફના, ગાળી, નુવારા એલિયા જેવા શહેરો છે અને દરેકની કોઈક ને કોઈક ખાસિયત પણ છે. કોલંબો અહીની રાજધાની છે.

શ્રીલંકા જવાનો બેસ્ટ ટાઈમ:

ડીસેમ્બરથી માર્ચ દરમિયાન પશ્ચિમ અને દક્ષિણ શ્રીલંકામાં આવેલા પહાડી વિસ્તારમાં ફરવાનો બેસ્ટ સમય છે. અપ્રિલથી સપ્ટેમ્બરનો સમયગાળો પૂર્વ શ્રીલંકા માટે વધારે યોગ્ય છે.

  • ૨. થાઈલેન્ડ
  • વિઝા ફીસ : ૨૦૦૦ બાહ્ટ એટલે કે ૪૪૫૨ રુપિયા
  • સમયગાળો : ૧૫ દિવસ

થાઈલેન્ડની રાજધાની બેંગકોક ખુબ જ રસપ્રદ જગ્યા છે. પત્તાયા, હુઆ હીન, શીયંગ રાઈ, શિઆન્ગ માઈ વગેરે થાઈલેન્ડની જાણીતી જગ્યા છે.આ ઉપરાંત પતોંગ, ક્રાબી જેવી જગ્યાએ ખુબ જ સુંદર દરિયા કિનારાઓ આવેલા છે.

  • ૩. જોર્ડન
  • વિઝા ફીસ : $૫૬.૫ એટલે કે ૪૧૦૪ રુપિયા
  • સમયગાળો : ૩૦ દિવસ

જોર્ડનમાં આવેલું વાડી રમ, જ્યાં મંગલ ગ્રહને લગતી હોલીવુડની ફિલ્મ ‘માર્શિયન’નું શુટિંગ કર્યું હતું. જોર્ડનના આ રણને, મંગલ ગ્રહ પરની લાલ જમીન તરીકે બતાવવામાં આવી હતી. ખડકોમાં કોતરણી કામ કરી બનાવેલા શિલ્પ, એ જોર્ડનમાં આવેલા પેટ્રાનું મુખ્ય આકર્ષણ પણ છે. આ ઉપરાંત ‘ડેડ સી’ અને અહીની રાજધાની અમાન પણ ખુબ જ સુંદર છે.સપ્ટેમ્બરથી માર્ચ અહી આવવા માટેનો યોગ્ય સમયગાળો ગણી શકાય.

૪. કેન્યા

  • વિઝા ફીસ : $ ૫૧ એટલે કે ૩૭૦૫ રૂપિયા
  • સમયગાળો : ૩ મહિના

પર્વ આફ્રિકન દેશ કેન્યા તેની વાઈલ્ડ લાઈફ માટે જાણીતો છે ખાસ કરીને માસાઈ મારા રિસર્વ વાઈલ્ડ લાઈફ સફારી. કેન્યાની રાજધાની નૈરોબી છે જે વિકસિત છે અને તેના અભયારણ્યમાં બ્લેક રાઈનો જોવા મળે છે જે પર્યટકો માટે આકર્ષણ બની રહે છે. કેન્યા વાઈલ્ડ લાઈફ માટે પ્રખ્યાત હોવાથી અહી જવા માટે જુનથી ઓક્ટોબર સુધીનો સમયગાળો બેસ્ટ રહે છે.

૫. કંબોડિયા

અહી આવેલું અંગકોર વાટ, દુનિયાનું સૌથી પ્રતિષ્ઠિત મંદિરમાંનું એક છે. સીહાનૌકવીલ પાસે ઘણા બધા સુંદર દરિયા કિનારા છે. તેની રાજધાની ફ્નોમ પેન્હમાં પગોડા, મંદિર અને ચાલી શકાય એવો નદી કિનારો પણ આવેલો છે. આ રાજધાની, ૨ નદીઓ મેકોંગ અને ટોનલ સેપ જ્યાં મળે છે ત્યાં આવેલી છે.

લેખન.સંકલન : યશ મોદી