ભારતીય મૂળની આ દીકરીએ અમેરિકાની ચૂંટણી જીતીને ગાંધીજીને યાદ કર્યાઃ જાણો કોણ છે આ મોના દાસ…

૪૭ વર્ષના મોના દાસ, તેણીના માતાપિતા સાથે ૧૯૭૧માં યુ.એસ. આવી ગયાં હતાં, ત્યારે તેઓ ફક્ત આઠ મહિનાના હતી. ડેમોક્રેટ, ચૂંટણી પરના તેમના સંદેશમાં તેણીએ કહ્યું, “મહિલા કલ્યાણ, સબકા માન! જય હિન્દ અને ભારત માતા કી જય.”

ભારત માટે આ ખરેખર ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાય, બિહારમાં જન્મેલા મોના દાસને અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના ૪૭માં જિલ્લાના પ્રથમ પ્રયાસમાં સેનેટર તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેણી ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે.

આ ૧૪મી જાન્યુઆરીના રોજ ગીતા સાથે રાખીને સેનેટર તરીકે શપથ લીધા મોના દાસે, તેના પરિવાર આ માટે ગૌરવ લે છે. મોના દાસ ભારતીય મૂળના છે અને એમના પરિવાર વિશે વિગતે વાત કરીએ તો તેમના પૂર્વજો બિહારના મુંગર જિલ્લાના ખારગપુર વિભાગના દરીપુર ગામના હતા.

તેમના દાદા ડૉ. જી.એન. દાસ ગોપાલગાંજ જીલ્લાના નિવૃત્ત નાગરિક સર્જન છે. તેમણે ભાગલપુર મેડિકલ કૉલેજ હોસ્પિટલ અને દરભંગા મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં કામ કર્યું હતું. મોના દાસનો જન્મ ૧૯૭૧માં દરભંગા મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં થયો હતો. તેના પિતા સુબોધ દાસ એક એન્જિનિયર છે અને સેન્ટ લૂઇઝ એમ.ઓ.માં રહે છે.

જે દિવસે તેમણે શપથ લીધા હતા ત્યારે તેમણે પોતાના સંદેશમાં ભારત અને તેની સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેનો ભરપૂર પ્રેમ વ્યક્ત કર્યો હતો. સિનસિનાટી યુનિવર્સિટીના મનોવિજ્ઞાનમાં સ્નાતક છે.

મકર સંક્રાંતિના પ્રસંગે શુભેચ્છાઓ સાથે તેમનો સંદેશ પ્રારંભ થયો હતો, જે એક દિવસ પછી ૧૫મી જાન્યુઆરીએ ભારતમાં ઉજવવામાં આવવાનો હતો. “નમસ્કાર અને પ્રણામ આપ સબો કો… મકર સંક્રાંતી કી બધાઈ હો આપ સબ કો.”

મોના દાસે આગળ જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધીની જેમ અને વર્તમાન મહાન અને ગતિશીલ નેતા વડા પ્રધાન મોદી જીએ કહ્યું હતું કે, જીવનમાં કન્યાઓની સફળતા માટે શિક્ષણ એ ચાવીરૂપ છે. એક છોકરીને શિક્ષિત કરીને તમે સમગ્ર પરિવાર અને અનુગામી પેઢીઓને પણ શિક્ષણ આપ્યું છે. આ શબ્દો તેણીએ તેના સંદેશમાં કહ્યા હતા.

ચૂંટાયેલા સેનેટર તરીકે, તેણીએ છોકરીઓને આગળ ધપાવવા અને અગણિત તકના દરવાજા ખખડાવવા પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે.

મોના દાસ પણ તેના પૂર્વજોના ગામની મુલાકાત લેવાની ઇચ્છા છે. તે ભારત આવવાની યોજના ધરાવે છે. તેણીએ કહ્યું હતું કે, “બિહારના દારાપુરમાં એક દિવસ મારા પૂર્વજોના ઘરે જવાનું મન છે અને મારા મૂળ દેશની અત્યંત વૈવિધ્યસભર સંસ્કૃતિ વિશે વધુ જાણવા માટે ભારતના બાકીના ભાગની યાત્રા કરવી છે.”

વોશિંગ્ટન સ્ટેટ સેનેટર તરીકેની તેમની ક્ષમતામાં, તેણી મહિલાઓ માટે શૈક્ષણિક તકો સુધારવા અને તેમના માટે વધુ સારા ભવિષ્યને પ્રદાન કરવાના તેમના પ્રયત્નોમાં માર્ગદર્શન આપવા ગામોમાં ચાવીરૂપ વ્યક્તિઓ સાથે મળીને પોતાને સક્ષમ બનાવવા માંગે છે. આ હેતુને સર કરવા તે, સમાજને સંપૂર્ણ લાભદાયી નિવડશે. એમ તેમણે જણાવ્યું હતું.

તેણીનો સંદેશો આ જ રીતે શરૂ થયો હતો. “મહિલા કલ્યાણ, સબકા માન! (મહિલા કલ્યાણ, દરેકનો આદર!) જય હિન્દ અને ભારત માતા કી જય.”

મોના દાસ, જેણે બે વખત બેઠક ધરાવતી રિપબ્લિકન પાર્ટી સેનેટર જૉ ફેનને હરાવ્યો હતો, સેનેટ હાઉસિંગ સ્ટેબિલીટી એન્ડ એફોર્ડેબિલીટી કમિટીના વાઇસ અધ્યક્ષ તરીકે સેવા આપશે. તેણી સેનેટ ટ્રાન્સપોર્ટેશન કમિટી, સેનેટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયુશન્સ, ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ટ્રેડ કમિટી અને સેનેટ એન્વાયર્નમેન્ટ, એનર્જી એન્ડ ટેક્નોલૉજી કમિટી પર પણ સેવા આપશે. આ સત્ર, તેણીએ પર્યાવરણ, સમુદાયો અને મહિલાઓ માટે ઇક્વિટી માટે હિમાયત કરવાની યોજના બનાવી છે.

ભલે મોના દાસ દેશમાં નથી રહ્યાં ક્યારેય પણ તેમના દિલમાં ભારતીય હોવાનો ઉત્સાહ અને એમની કામ કરવાનો જુસ્સો જોઈને ખરેખર એમની વિચારધારા પર ગર્વ થાય તેવું છે.