જલ્સા કરોને જેંતીલાલ

ભારતી સિંહે કહ્યું કે…’ખોટી રીતે અડતા હતા લોકો’, કરિયરની શરૂઆતમાં જ…પૂરી ઘટના વાંચીને તમારી પણ ધ્રુજારી છૂટી જશે

કોમેડિયન ભારતી સિંહ આજે કોઈ પરિચયની મોહતાજ નથી. એમને ઇન્ડસ્ટ્રીમાં કેટલા સંઘર્ષો પછી પોતાની જગ્યા બનાવી છે એનાથી તો બધા જ વાકેફ છે. ભારતી સિંહ લોકોને પળવારમાં હસવાવવાનો દમ રાખે છે પણ હાલમાં જ કોમેડિયનના અમુક ખુલાસા સાંભળીને દરેક વ્યક્તિ હેરાન છે. ભારતી સિંહે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા રહસ્ય શેર કર્યા છે જે કદાચ જ અત્યાર સુધી કોઈ જાણતું હોય. ભારતીના સંઘર્ષ અને એમના ફર્શથી અર્શ સુધી પહોંચવાની સ્ટોરી કોઈ પ્રેરણાથી કમ નથી. એ દરમિયાન એમને જણાવ્યું કે કઈ રીતે એ પોતાના કરિયરની શરૂઆતમાં પોતાની માતાની સાથે સેટ પર જતી હતું. એ પાછળ એક ખાસ કારણ હતું.

image source

હાલમાં જ મનીષ પોલના પોડકાસ્ટ ચેટ શોમાં ભારતી સિંહે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે. ભારતી સિંહે જણાવ્યું કે એ શોમાં પોતાની માતાને સાથે લઈને જતી હતી. લોકો દ્વારા કરવામાં આવેલા એક્શનને એ ઘણીવાર સમજી જ નહોતી શક્તિ. એ લગભગ દરેક શોમાં પોતાની માતાને સાથે લઈને જતી હતી.

image source

ભારતી સિંહે કહ્યું કે મારી માતા મારી સાથે શોમાં જતી હતી. એ સમયે પિતા યંગ ટેલેન્ટ સાથે ટ્રાવેલ કરતા હતા પણ મારી સાથે મારી માતા ટ્રાવેલ કરતી હતી. લોકો કહેતા હતા કે આંટી ચિંતા ન કરો અમે તમારું ધ્યાન રાખીશું. મને મોર્ડન વસ્તુઓ વિશે ખૂબ જ ઓછી જાણકારી હતી. કોઈને મારી કમર પર હાથ ઘસ્યો, મને ખબર ન પડી કે આ છોકરીઓ માટે ખરાબ રીતે ટચ કરવું માનવામાં આવે છે. જે કોઓર્ડીનેટરસ તમને પૈસા આપે છે, તમારી કમર પર હાથ ઘશે છે. હું જાણું છું કે એ સારી ફીલિંગ નથી હોતી પણ એ મારા અંકલ સમાન છે. એ ખોટા ન હોઈ શકે. હું એ સમયે નહોતી જાણતી કે આ વસ્તુઓ ખરાબ હોય છે.

image soucre

ભારતી આગળ કહે છે કે ભગવાને દરેક સ્ત્રીને એક ઓવર આપ્યો છે જેમાં એ સમજી શકે છે કે સામે વાળા માણસનો ઈરાદો શુ છે. જ્યારે કોઈના ઈરાદા સારા ન લાગે તો સ્ત્રીને ખબર પડી જાય છે. મને હવે લાગે છે કે હું બેવકૂફ હતી કે આ વસ્તુઓને સમજતી જ નહોતી.

image soucre

ભારતી સિંહ કહે છે કે એ સમયે કરિયરની શરૂઆતમાં મને એ વિરૂદ્ધ બોલવાની મારામાં હિંમત નહોતી. હવે હું મારા વિશે અવાજ ઉઠાવવાનું જાણું છું. મારી બોડી માટે લડાઈ કરવાનું જાણું છું. લડાઈ કરવા માટે મારી અંદર હિંમત આવી ગઈ છે. મારી અંદર હિંમત આવી ગઈ છે એ બોલવાની અને પૂછવાની કે તમે શું જોઈ રહ્યા છો? અમે બધા હવે બહાર નીકળીએ છીએ, પોતાની જિંદગી પોતાની મરજી મુજબ જીવીએ છીએ. હું પોતાની માટે બોલી શકું છું. એ સમયે જ્યારે મારી સાથે શોમાં આવું થતું તો હું મારું સ્ટેન્ડ નહોતી લઈ શકતી.

image soucre

એ ઓહેલ ભારતીએ કહ્યું હતું કે મારી જિંદગીમાં ફક્ત માતા જ હતી, પિતા નહોતા. જ્યારે હું બે વર્ષની હતી તો એમની ડેથ થઈ ગઈ હતી. મેં એમને જોયા પણ નહોતા, ના મારા ઘરમાં એમનો કોઈ ફોટો છે, હું એમનો કોઈ ફોટો ઘરમાં લગાવવા નથી દેતી. મારી બહેન અને ભાઈને પિતાનો પ્રેમ મળ્યો પણ મને નહિ. પણ મને તો મારા ભાઈનો પણ પ્રેમ ન મળ્યો કારણ કે બધા પોતપોતાના કામમાં બીઝી હતા. હવે લગ્ન પછી મને મારા પતિ હર્ષનો ઓરેમ મળ્યો તો ખબર પડે છે કે કોઈ છોકરો તમારી કેર કરે તો કેવું લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version