93 વર્ષની વયે મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીમહારાજ મધ્યરાતે 2:30 વાગ્યે લીધા અંતિમશ્વાસ

સમસ્ત સાધુ સમાજ અને ભક્તગણ માટે એક શોકના સમાચાર આવ્યા છે. ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીમહારાજ મધ્યરાતે 2:30 કલાકે બ્રહ્મલીન થયા છે. મળતી માહિતી પ્રમાણે નાદુરસ્ત તબિયત હોવાને કારણે મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા છે.

image source

આ સમાચર મળતા જ સમગ્ર ભક્ત ગણમાં શોકની લાણી પ્રસરી ગઈ છે. તો બીજી તરફ સવારે 8:30થી 9:30 સુધી એક કલાક સુધી ભક્તોને અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમ ભક્તોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમના નશ્વરદેહને જુનાગઢના ભારતી આશ્રમ ખાતે લઈ જવાયો છે. જ્યાં તેમને સમાધિ આપવામાં આવશે. નોંધનિય છે કે ભારતીજી બાપુ સમગ્ર સાધુ સમાજમા એક મોટુ નામ હતું, તેમના બ્રહ્મલીન થવાથી સાધુ સમાજમાં પણ શોકની લાગણી ફેલાય છે.

image socure

તમને જણાવી દઈએ કે સરખેજ ભારતી આશ્રમ તેમજ જુનાગઢ ભવનાથ ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતીબાપુ 93 વર્ષની વયે ગઈકાલ મોડી રાત્રે 2: 30 કલાકે બ્રહ્મલીન થયા છે. નોંધનિય છે કે મહામંડલેશ્વર ભારતીબાપુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા. આ ઉપરાંત સમગ્ર ભારતના સાધુ સમાજમાં પણ તેમનુ ખુબ જ મોટુ નામ હતું. નોંધનિય છે કે ભવનાથ તમામ સાધુ સમાજના અખાડામાં પણ તેઓ પૂજનીય સંત તરીકે પૂજાતા હતા. તમને જણાવી દઈએ કે તેઓ છેલ્લે 1 મહિના પહેલા મહાશિવરાત્રી પર્વ ઉપર રાત્રિના નાગા બાવાની રવેળીમાં દર્શન આપ્યા હતા.

image socure

આ ઉપરાંત તેમનો જન્મદિવસ સરખેજ ખાતે ઉજવવામાં આવ્યો હતો. 2 એપ્રિલના રોજ ભારતીજી બાપુના 93માં જન્મદિનની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરખેજ આશ્રમ ખાતે એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં સંતો અને ભક્તોની હાજરીમાં બાપુને ફૂલહાર કરી અને તેમનું પૂજન કરવામાં આવ્યું હતું.

image socure

તમને જણાવી દઈએ કે પૂજ્ય ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો. નોંધનિય છે કે, 4 જાન્યુઆરી 1965ના રોજ તેમણે દિગંબર દીક્ષા કરાઈ હતી. ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી અને 1992માં તેઓ મહામંડલેશ્વર બન્યા હતા. તેઓ અનેક સામાજિક કાર્યો સાથે જોડાયેલા હતા અને લાખો લોકોના તેમણે મદદ કરી છે. તમને જણાવી દઈએ કે ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કર્યું હતું. નોંધનિય છે કે સરકાર દ્વારા શરૂ એવા વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત ભારતી બાપુએ સરખેજ આશ્રમ ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી. બાપુએ આ વેક્સીન લઈને તમામ લોકોને વેક્સીન લેવા માટે આહ્મવાન કર્યુ હતું.

image source

નોંધનિય છે કે, ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા. આ ઉપરાંત ભારતીબાપુ સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં આર્યુવેદ દવાઓનું ઔષધાલય પણ ચલાવતા હતા અને સૌથી મહત્વની વાત એ છે કે અહીં દર્દીઓને મફતમાં સારવાર કરવામાં આવતી હતી અને દવાઓ પણ આપવામાં આવતી હતી. નોંધનિય છે કે, ભારતી આશ્રમ સ્વયંસંચાલીત ગુરુકુળ પણ ચલાવે છે જેમાં વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ ફી લીધા વિના ઉચ્ચશિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત ભારતી આશ્રમમાં તમામ તહેવારો ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!