આ રહ્યા ભારતીય બજારમાં ઉપલબ્ધ સસ્તા અને જબરદસ્ત માઇલેજ આપતા સ્કૂટર, કિંમત અને ફિચર્સ જાણીને તમે પણ લઇ લેશો

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં દ્વિચક્રી વાહનોની માંગ રહેતી હોય છે. અસલમાં ભારતીય બજારમાં ઓછી કિંમત અને વધુ માઇલેજ આપતા વાહનોની માંગ વધુ રહે છે. સાથે જ લો મેન્ટનેસ વાળા વાહન મધ્યમવર્ગીય લોકોની જરૂરત પુરી કરે છે. ખિસ્સામાં પણ ભારે ન પડતી આ ઉપયોગીતાને કારણે સ્કૂટર બજારમાં તેજી જોવા મળે છે. નવા નાણાંકીય વર્ષમાં અનેક ઓટોમોબાઇલ કંપનીઓએ તેના વાહનોની કિંમતમાં ફેરફાર કર્યો છે. જો તમે પણ એક સસ્તું અને વધુ માઇલેજ આપતું સ્કૂટર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો અમે અહીં તમને આવા જ અમુક સસ્તા સ્કુટરો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

TVS Scooty Zest

image source

ચન્નાઈ સ્થિત ટીવીએસ મોટર કંપનીની ટીવીએસ સ્કૂટી Zest એક સારું અને કિફાયતી સ્કૂટર છે. આ સ્કુટરમાં 110 cc નું એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 7.81 PS નો પાવર અને 8.8 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીનમાં થ્રસ્ટ્ર ફ્યુલ ઇન્જેક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી સ્કુટરની માઇલેજ સારી આવે છે. આ સ્કુટરમાં 50 થી 55 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ મળે છે.

image source

આ સ્કુટરના ફિચર્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ ટોન સીટ્સ, એલઇડી ડે ટાઇમ રનિંગ લાઇટ્સ મળે છે. સાથે જ તેમાં 19 લીટરનો સ્ટોરેજ સ્પેસ મળે છે જેમાં લાઈટ પણ આપવામાં આવી છે. કંપની તેના આ કિફાયતી સ્કુટરમાં 4 રંગ ઓફર કરી રહી છે. TVS Scooty Zest ની એક્સ શોરૂમની શરૂઆતી કિંમત 61,345 રૂપિયા છે જે વધીને 64,980 રૂપિયા સુધી પહોંચે છે.

TVS Scooty Pep Plus

image source

કિફાયતી સ્કુટરની રેન્જમાં બીજું નામ પણ ટીવીએસની એક સ્કૂટીનું છે. કંપનીની સૌથી સસ્તી સ્કૂટી TVS Scooty Pep Plus પણ એક આકર્ષક વિકલ્પ છે. લગભગ દોઢ દશકાથી પણ વધુ સમયથી આ સ્કૂટર ભારતીય બજારમાં વેંચાય રહ્યું છે. કંપનીએ પ્રથમ વખત 2005 મા આ સ્કુટરને બજારમાં ઉતાર્યું હતું. આ સ્કૂટીમાં 87.8 cc નું સિલિન્ડર એન્જીન મળે છે. આ એન્જીન 5.4 PS નો પાવર અને 6.5 Nm નો પિકટોર્ક જનરેટ કરે છે. TVS Scooty Pep Plus માં 60 થી 65 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળે છે.

image source

પોતાના આ શાનદાર દેખાવ અને ઓછી કિંમતને કારણે આ સ્કૂટર ઘણું લોકપ્રિય બન્યું છે. ખાસ વાત તો એ કે આ સ્કૂટીમાં ડ્રમ બ્રેક અને ટ્યુબલેસ ટાયર પણ મળે છે. આ સ્કૂટીની ગ્લોસ અને મેટ એડિશન વેરીએન્ટમાં કુલ 7 રંગોનો વિકલ્પ મળે છે. આ સ્કુટરની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 56,009 રૂપિયા છે જે વધીને 58,759 રૂપિયા સુધી જાય છે.

Hero Pleasure Plus

image source

સૌથી સસ્તા સ્કુટરના લિસ્ટમાં હીરો મોટોકોર્પનું Hero Pleasure Plus પણ એક સારો વિકલપ છે. વિશ્વની સૌથી મોટી દ્વિચક્રી વાહન નિર્માતા કંપની પોતાના આ સ્કૂટર માં કુલ ત્રણ વેરિએન્ટ સ્ટીલ વ્હીલ, એલોય વ્હીલ અને પ્લેટિનમ એડિશનમાં વેંચે છે.આ સ્કુટરમાં કુલ 110.9 cc નું સિંગલ સિલિન્ડર એન્જીન મળે છે. આ એન્જીન 8.1 PS નો પાવર અને 8.7 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

image source

આ સ્કૂટર 65 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની જબરદસ્ત માઇલેજ આપે છે. આ સ્કુટરની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 58,900 રૂપિયા છે જે 64,100 રૂપિયા સુધી જાય છે.

image source

નોંધનીય છે કે અહીં આપેલા સ્કુટરોની કિંમત દિલ્હીના એક્સ શોરૂમની છે. સાથે જ સ્કુટરની જણાવેલી માઇલેજ પણ મીડિયા અહેવાલો પર આધારિત છે. વાહન નિર્માતાઓના જણાવ્યા મુજબ વાહનની માઇલેજ રોડની સ્થિતિ અને ડ્રાઇવિંગની રીત પર આધારિત છે. એટલા માટે વાસ્તવિક માઇલેજ અલગ હોય શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong