ભારતની ૫ રોમાંચક જગ્યા જ્યાં બહુ ઓછા લોકો જાય છે…કઈ છે એ ?

હિલ સ્ટેશન, ધાર્મિક સ્થળો જેવી જગ્યાએ તો આપણે ફરીએ જ છીએ, પણ એ બધાની સાથે સાથે આવી કેટલીક રોમાંચથી ભરપુર જગ્યાએ પણ ટ્રીપ મારવી જોઈએ. તો આજે તમારી ડાયરીમાં આ જગ્યા ઉમેરવાનું ચુકતા નહિ.

૧. જંગલમાં આવેલી ગુફાઓ

રાજ્ય: મેઘાલય

ભારતનું મેઘાલય સૌથી લાંબી અને સૌથી મોટી ગુફાઓને કારણે દુનિયાભરમાં જાણીતું છે જેને કારણે દુનિયાભરના મુસાફરો અહી આવે છે. ખાસી પર્વત, જૈનતીલા પર્વત અને ગારો પર્વતમાં લગભગ ૧૩૫૦થી પણ વધારે ગુફાઓ છે અને ૪૦૦ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલી છે જે કુદરતી રીતે બનેલી ગુફાઓની જાળ બનાવે છે.

૨. સુંદરવનના દલદલીય જંગલ, રાજ્ય: પશ્ચિમ બંગાળ

ગંગા-બ્રહ્મપુત્ર ડેલ્ટાને કારણે સર્જાયેલા સુંદરવનના સુંદર જંગલો દુનિયાના સૌથી મોટા મેન્ગૃવ જંગલો છે. આ જંગલો તેની ઈકો-સીસ્ટમ અને વાઈલ્ડલાઈફને કારણે ખુબ જ પ્રસિદ્ધ છે.

૩. રેતીનો દરિયો  . રાજ્ય: રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ગુજરાત

૨ લાખ કિલોમીટરથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલા થારના રણને રેતીના દરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રણ ઘણા બધા જંગલી પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર છે. અહીની યુનિક ઇકો સીસ્ટમ પણ આ જગ્યાની ખાસિયત છે.

૪. સફેદ રણ

રાજ્ય: ગુજરાત

દુનિયાનું સૌથી મોટુ સફેદ રણ ગુજરાતના પશ્ચિમી વિસ્તારમાં આવેલા કચ્છમાં આવેલું છે. આ રણ ૭૫૦૫.૨૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. અહી, મીઠું બનાવવાની ઘણી બધી ઇન્ડસ્ટ્રી અહી આવેલી છે. ભારતનું ૭૦ %મીઠું અહીથી જ બનાવવામાં આવે છે. આટલું જ નહિ, દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન અહી ‘રણોત્સવ’નું આયોજન કરવામાં આવે છે જ્યાં ઘણા બધા મુસાફરો દર વર્ષે આવે છે.

૫. હિમાલયના બર્ફીલા પહાડો

દુનિયાના સૌથી મોટા પહાડ, માઉન્ટ એવરેસ્ટની સાથે સાથે અન્ય ૧૦૦થી વધુ પર્વતો ધરાવતા હિમાલયની આટલી ઊંચાઈએ પણ સરોવરો, નદીઓ છે જેની અલૌકિક સુંદરતા જતાવવા શબ્દો પણ ઓછા પડે એમ છે.