ભારતના કેટલાક મંદિરો જ્યાં પુરુષોને જવાની મનાઈ છે…

અત્યાર સુધી તમે એવું સાંભળ્યું હશે કે આ મંદિરમાં સ્ત્રીઓનો પ્રવેશ નિષેધ છે. પરંતુ વૈવિધ્યતાથી ભરપુર એવા ભારત દેશમાં એવા પણ મંદિરો છે જ્યાં પુરુષોનો પ્રવેશ નિષેધ છે. જાણો ક્યાં છે આવા મંદિર અને શું છે તેની પાછળનો ઈતિહાસ.

૧. બ્રહ્મદેવનું મંદિર

૧૪મી સદીનું બ્રહ્મદેવનું રાજસ્થાનના પુષ્કરમાં આવેલું મંદિર વિશ્વનું એક જ એવું બ્રહ્મદેવનું મંદિર છે જેમાં પરિણીત પુરુષોને નથી આવવા દેતા.

પુરાણોમાં આ મંદિર વિશે એવું લખ્યું છે કે બ્રહ્મદેવ અને સરસ્વતી દેવીએ પુષ્કર સરોવર પાસે એક યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં સરસ્વતી દેવી મોડા પડ્યા હતા. આથી બ્રહ્મદેવે ગાયત્રી દેવી સાથે લગ્ન કરી લીધા અને આ કારણે સરસ્વતી દેવીએ એ મંદિરને શ્રાપ આપ્યો કે કોઈ પણ પરિણીત પુરુષ આ મંદિર માં નહિ આવી શકે અને જો કોઈ પુરુષ આવી હિમ્મત કરશે તો તેના લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવશે.

અને આ જ કારણે, કોઈ પણ પુરુષ આ મંદિરમાં નથી આવતો.

૨. કામરૂપ કામાખ્યા મંદિર

આસામમાં આવેલા આ મંદિરમાં સ્ત્રીઓને ફક્ત માસિક ચક્ર દરમિયાન જ પ્રવેશ આપવામાં આવે છે. ફક્ત સ્ત્રી સંન્યાસી અને પુજારી જ આ મંદિરમાં સેવા આપી શકે છે. એવું માનવામાં આવે છે કે અહીના મંદિરની દેવીને પણ માસિક આવે છે અને એ દરમિયાન જે કપડું વાપર્યું હોય, તેને ખુબ જ પવિત્ર હોય છે જે ભક્તોને આપી દેવામાં આવે છે.

૩. ચક્કુંલાઠુંકાવું મંદિર

આ બીજું એક સ્ત્રીપ્રધાન મંદિર છે જે કેરલમાં આવેલું છે જેમાં ભગવતી દેવીની પૂજા કરવામાં આવે છે. અહી ‘નારી પૂજા’ નામનો વાર્ષિક ઉત્સવ હોય છે જેમાં પુજારી દરેક મહિલા જેમણે ૧૦ દિવસ સુધી ઉપવાસ કર્યો હોય તેમના ડિસેમ્બર મહિનાના પહેલા શુક્રવારે પગ ધોવે છે. આ દિવસને ‘ધાનું’ તરીકે ઓળખવામાં આવે છે. ‘નારી પૂજા’ દરમિયાન કોઈ પણ પુરુષને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

૪. ભગતી માંનું મંદિર

આ મંદિર કન્યાકુમારીમાં આવેલું છે જ્યાં ભગવતી દુર્ગામાંની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેઓ સમુદ્રની વચ્ચે તપસ્યા કરવા ગયા હતા કે જેથી ભગવાન શિવને તેમના પતિ બનાવી શકે અને એ પછી તેઓ દેખાયા નહતા. તેમને સંન્યાસની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ કારણે સન્યાસી લોકોને મંદિરના દરવાજા સુધી આવવા દેવામાં આવે છે જયારે પરિણીત પુરુષોનો મંદિરમાં પ્રવેશ નિષેધ છે.

૫. અત્તુકાલ મંદિર

કેરલમાં આવેલું અત્તુકાલ ભગવતી મંદિર સ્ત્રીઓની પૂજા કરે છે. આટલું જ નહિ, આ મંદિરનો ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અનોખું સ્થાન છે કારણ કે પોંગલ તહેવાર દરમિયાન અહી ૩૦ લાખથી પણ વધારે મહિલાઓએ પૂજા કરી હતી. આ દરમિયાન કોઈ પણ પુરુષનો મંદિરમાં પ્રવેશ નિષેધ હોય છે.

૬. સંતોષી માંનું વ્રત

સંતોષી માંનું વ્રત સમગ્ર ભારતમાં થાય છે જે ફક્ત મહિલાઓ જ રાખી શકે. આ વ્રત દરમિયાન તેઓ ફક્ત ફળો જ ખાઈ શકે છે. આ ઉપરાંત પુરુષો સંતોષી દેવીના દર્શન દુરથી કરી શકે છે. એમાં પણ શુક્રવારે પુરુષોનો મંદિરમાં નિષેધ રાખવામાં આવે છે.

લેખન.સંકલન : યશ મોદી