જલ્સા કરોને જેંતીલાલ

ભરેલું ડુંગળી-દુધીનું શાક – દૂધી બટેકા અને દૂધી ચણાની દાળનું શાક તો બહુ ખાધું હવે બનાવો આ નવીન શાક…

ભરેલું ડુંગળી-દુધીનું શાક:

હંમેશા દરેક રસોડે શાક બનતા હોય છે. સાદુ એક જ વઘારેલું શાક, મિક્ષ શાક કે ભરેલું શાક …એમ અલગ પ્રકારના શાક બનતા હોય છે. મિક્ષ શાક અને ભરેલા શાક વધારે સ્પાયસી હોય છે. લોકોને વધારે ભાવે છે.

ઉંધિયું એ મેથીની ઢોકળી ઉમેરીને બનાવેલુ એક પ્રકારનું સ્પાયસી મિક્ષ શાક જ છે. તો ભરેલા રિંગણ- બટેટા, ભરેલા કેળા-મરચા વગેરે જેવા મિક્ષ ઉપરાંત ભરેલા શાક પણ બનાવવામાં આવે છે. કે પછી માત્ર ભરેલા ભીંડા કે ભરેલા બટેટા કે ભરેલી ડુંગળી…. જેવા એક જ પ્રકારના ભરેલા સ્પાયસી શાકો બનાવવામાં આવતા હોય છે. આવા અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ શાકો પરાઠા, પુરી, રોટલી કે રોટલા સાથે ખવાતા હોય છે.

અહીં આજે હું ‘ ભરેલું ડુંગળી-દુધીનું શાક ‘ ની રેસિપિ આપી રહી છું. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને બનાવજો, ખુબજ સ્વાદિષ્ટ બનશે. ભરેલું ડુંગળી-દુધીનું શાક બનાવવા માટેની સામગ્રી :

સૌ પ્રથમ કુકરમાં બટેટા અને દુધી બાફી લ્યો. કુકરમાં પાણીમાં બટેટા રાખીને તેનાં પર હોલ વાળી પ્લેટ રાખી તેના પર દુધીની છાલ કાઢીને ધોઇને વરાળે બાફવા માટે રાખી દ્યો. જેથી દુધીમાં વધારે પાણી ચડી ના જાય. (પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે). 3 વ્હિસલ કરી કૂક કરી લ્યો.

ડુંગળીના ફોતરા કાઢી ધોઈને સ્ટફીંગ ભરવા માટે તેના પર એક એક કાપો પાડો. (પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે). ડુંગળીમાં ઉપરના ભાગે રહેલો હાર્ડ ભાગ કાઢવો નહી, તેમ કરવાથી તેની બધી પેટલ્સ છુટી પડી જશે.

હવે દુધી બફાઇ ગયા બાદ પ્રથમ તેમાંથી કાળજી પૂર્વક ચપ્પુ વડે બી વાળો ભાગ રીમુવ કરો. દુધી પછી જ કટ કરવી.

ત્યારબાદ સ્ટફીંગ કરવા માટે ચપ્પુ વડે કાપીને તેના જાડા સર્કલ કાપી લ્યો. જેથી તેમાં સારી રીતે સ્ટફીંગ ભરી શકાય.

ડુંગળી-દુધીનું શાકના સ્ટફીંગ માટેની સામગ્રી :

બધું મિક્ષ કરી લેવું.

એક બાઉલમાં બાફેલા બટેટા લઈ તેને અધકચરા મેશ કરી લ્યો. તેમાં 1 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્બ્સ, ½ ટી સ્પુન હળદર પાવડર, 2 ટી સ્પુન ધાણાજીરુ પાવડર, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, સ્વાદ મુજબ સોલ્ટ, ½ ટી સ્પુન સુગર, ½ ટી સ્પુન ગરમ મસાલો અને ½ ટી સ્પુન ચાટ મસાલો ઉમેરી બધું સરસથી મિક્ષ કરી લેવું.

હવે બી કાઢીને તૈયાર કરેલ દુધીના સર્કલમાં આ સ્ટફીંગ જરા પ્રેસ કરીને ભરી લ્યો. હથેળીમાં દુધીનું સર્કલ રાખી તેમાં સ્ટફીંગ ભરવાથી સારી રીતે સ્ટફ કરી શકાશે. (પીક્ચર માં બતાવ્યા પ્રમાણે).

હવે કાપો પાડેલી બધી ડુંગળીમાં પણ સ્ટફીંગ ભરી લ્યો. વધેલું સ્ટફીંગ એક બાજુ રાખો. હવે 2 મોટા ટમેટા બારીક કાપી ને ગ્રાઈંડ કરી લ્યો, જેથી જરા પણ અધકચરા ના રહે. એજ પ્રમાણે ડુંગળી પણ ફોતરા કાઢી સમારીને ગ્રાઈંડ કરી લ્યો.

બન્નેને અલગ અલગ ગ્રાઇન્ડ કરવા.

ભરેલું ડુંગળી-દુધીનું શાકનો વઘાર કરવા માટેની સામગ્રી:

વઘાર કરવાની રીત :

એક પેન લઈ તેમાં 5 ટેબલસ્પુન ઓઇલ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.

હવે ઓઇલ વઘારવા જેટલું ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઈ અને ½ ટી સ્પુન આખુ જીરુ ઉમેરી તતડવા દ્યો. હવે તેમાં 1 તજ પત્તુ, 1 બાદિયાનનું ફુલ, 5 કાળા આખા મરી, 3 લવિંગ, 1 ઇંચ તજનો ટુકડો ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન હિંગ અને 1 મીઠા લીમડાની સ્ટ્રીંગ ઉમેરો. તરત જ તેમાં ગ્રાઇંડ કરેલી ડુગળીની પેસ્ટ ઉમેરો.

મિક્ષ કરી પેસ્ટ અધકચરી કૂક થાય એટલે તેમાં ગ્રાઈન્ડ કરેલા ટમેટાની પેસ્ટ ઉમેરો. સાથે તેમાં ½ ટેબલ સ્પુન વ્હાઈટ તલ, લીલા મરચા – લસણની પેસ્ટ, ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર

¼ થી ½ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી બધું મિક્ષ કરી લ્યો. 2 મિનિટ મિડિયમ ફ્લૈમ પર કૂક કરી તેમાં ભરેલી ડુગળી ઉમેરી દ્યો.

હવે તેને મિક્ષ કર્યા વગર જ ઢાંકીને કૂક કરો. અધકચરી કૂક થાય એટલે તેમાં વધેલો સ્ટફીંગનો મસાલો ઉમેરી 3 મિનિટ ઢાંકીને કૂક કરો. હવે તેમાં ¾ કપ પાણી ઉમેરો.

ત્યારબાદ તેમાં દુધીના સ્ટફીંગ ભરેલા સર્કલ પણ ઉમેરી દ્યો. ડુંગળી બરાબર કૂક થઈ જાય ત્યાં સુધી ઢાંકીને કૂક કરો.

ઢાંકણ ખોલીને સરસથી હલકા હાથે સ્પુનથી મસાલો અને ભરેલી ડુંગળી ત્થા ભરેલી દુધીના સર્કલ મિક્ષ કરી લ્યો. ¼ કપ પાણી ઉમેરી 1 મિનિટ માટે ફરી થી કૂક કરો જેથી મસાલા બરાબર શાકમાં સેટ થઈ જાય. જરા ઓઇલ છુટું પડતું દેખાય એટલે ફ્લૈમ બંધ કરી દ્યો.

ઉપરથી બારીક સમારેલી કોથમરી ઉમેરી લ્યો. (સ્ટફીંગમાં ચાટ મસાલો ઉમેરેલ છે સાથે ટમેટાની પેસ્ટ પણ છે. તેથી જરુર પડે તો તમારા સ્વાદ મુજબ લેમન જ્યુસ ઉમરો). તો હવે ગરમા ગરમ ભરેલુ ડુંગળી-દુધીનું ખૂબજ હેલધી અને સ્વાદિષ્ટ શાક રેડી છે. ગરમા ગરમ રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.

ઘરના જ રસોડામાંથી મળી જતી સામગ્રીમાંથી બની જતું આ સ્પાયસી, હેલ્ધી અને ટેસ્ટી એવું ભરેલું શાક બધાને ખાવું ખૂબજ પસંદ પડશે.

તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version