કાઠીયાવાડી ભરેલા રવૈયા બટાકા શાક – હવે જયારે પણ ભરેલા રવૈયાનું શાક બનાવો તો આવીરીતે બનાવજો

સવારે પડે ને આપણે ને વિચાર એક આવે આજ બપોર શું બનાવીએ, એક નું એક શાક ખાઈને પણ કંટાળી જવાય, બાળકો ને, ગણી વાર નખરા હોય મમ્મી તો નવું નવું ટેસ્ટી ટેસ્ટી ખાવાનું બનાવી આપ, આજે એક દમ ટેસ્ટ માં પણ સરસ બનતું શાક હોય કાઠીયાવાડી ભરેલા રવૈયા બટાકા શાક, આ શાક તમે પરાઠા, રોટલી, રોટલો , ભાત સાથ પણ ખાવાની મજા આવે છે. ઘર ના લોકો ને બાળકો ને પણ આ શાક ખાવાની મજા પડે છે.

સામગ્રી

  • ૨૫૦ ગ્રામ રવૈયા
  • ૨ બટાકા
  • એક નાનો કપ ચણા નો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ મરચું કાશ્મીરી જરૂર મુજબ
  • ૧૦ નંગ શેકેલી સીંગ
  • તલ ૨ચમચી
  • સૂકું લસણ જરૂર મુજબ
  • ૧ ચમચી ખાંડ
  • એક ચમચી હળદર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ધાણાજીરૂ
  • ૧ ચમચી રાઈ
  • 1 ચમચી જીરૂ
  • અડધી ચમચી હિંગ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તીખું મરચું જરૂર મુજબ
  • શેકેલી શીંગ ૧૦ નંગ

રીત:

સ્ટેપ: સૌ પ્રથમ રવૈયા અને બટાકા પાણી થી ત્રણ વાર ધોઈ દેવા.

સ્ટેપ: બટાકાને છાલ કાઢીને સમારી લેવા.

સ્ટેપ: સિંગ ને શેકીને ખલ માં વાટવી.

સ્ટેપ: સુકુ લસણ ની કળી ઝીણી વાટી લેવી.

સ્ટેપ: એક વાડકામાં ચણાનો લોટ લેવો, તેમાં લાલ , મરચું, તલ, હળદર ધાણાજીરુ, મીઠું, ગરમ મસાલો, વાટેલું લસણ સિંગદાણાનો ભૂકો છીણેલું બટેકુ,તેલ નાખીને મિક્સ કરો.

સ્ટેપ: રવૈયા ને એક ઉભો અને આડો વચ્ચેથી કટ કરો.

સ્ટેપ: પછી બનાવેલો મસાલો હાથના મદદથી રવૈયા માં ભરો.

સ્ટેપ: ગેસ ચાલુ કરીને પેનમાં તેલ નાખીને ગરમ કરવા મુકો.

સ્ટેપ: તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખો, અને હિંગ નાખો., સુકુ લસણ સમારેલી નાખો.

સ્ટેપ: પછી બટેટા સમારેલા નાખો હળદર ,લાલ મરચું અડધી ચમચી મીઠું નાખો.થોડીવાર પાંચ મિનિટ બટાકા ચડવા દો.

સ્ટેપ: પછી એક-એક રવૈયા નાખો, ચમચા ના મદદથી ધીમેથી શાક મિક્સ કરો.,

સ્ટેપ: ગેસ ધીમો રાખવો અને ઉપર થાળી ૩ મિનિટ સુધી ઢાંકી દેવી

સ્ટેપ: શાક વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવું, પછી અડધી વાટકી પાણી નાખવું. ને થાળી ઢાંકી દેવી

સ્ટેપ: શાક ચેક કરતા રહેવું બટેકુ અને રવૈયા કાચા લાગે તો પાણી ઉમેરી શકાય છે,

સ્ટેપ: હવે શાક આપણું ચડી જાય પછી ગેસ બંધ કરીને એક બાઉલમાં તેને સર્વ કરવું.

આ શાક ઉપર તમે કોથમીર નાખી શકો છો, આ શાક તમે રોટલી રોટલો પરાઠા સાથ સર્વ કરો.

આ શાક તેલ થોડું વધારે નાખવું તો જ વધારે સારું લાગશે, આ શાક માં આ સાતમી ઉપર દહીં નાખીને પણ ખાઈ શકાય છે. અને ખટાશ માં ચણાના લોટમાં લીંબૂનો રસ ગમતો હોય તો લીંબુનો રસ નાખી શકાય છે ખાંડ કરતાં ગોળ પણ ગળપણ ગમતું હોય તો પણ નાખી શકાય છે જૉ મારી રેસીપી ગમી હોય તો લાઈક, સેર કરજો.

રસોઈની રાણી : ફોરમ ભોજક અમદાવાદ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.