ઉનાળો શરૂ થતાં જાણે બધા શાક ગાયબ થઈ જાય છે. શિયાળા માં મળતા તાજા , કુણા અઢળક શાક માંથી બસ 2 કે 4 જ ઉનાળા માં દેખાય છે. ઉનાળા માં મૂળ રીતે દૂધી, તુરિયા એવા પાણી વાળા અને પચવા માં હલકા એવા શાક વધારે મળે છે.
પણ મારા ઘરે આ દૂધી અને તુરિયા કોઈ ને નથી ભાવતા.. તમારા ઘરે પણ એવું જ હશે. પણ જો આ જ તુરિયા ને એક સરસ twist આપીને બનાઇવીએ તો 100% , ઘર ના બધા આંગળા ચાટી ને ખાશે. ચાલો બનાવીએ આ સ્વાદિષ્ટ અને ફ્લેવરવાળું તુરિયા નું ભરેલું શાક.
સામગ્રી ::
મસાલા માટે
• 1/2 વાડકો દાળિયા
• 2 ચમચી આખા સૂકા ધાણા
• 1/4 વાડકો ખમણેલું સૂકું ટોપરું
• 1 ચમચી આખું જીરું
• 2 મોટી ચમચી શેકેલા શીંગદાના , ભૂકો
• 3 થી 4 લાલ સૂકા મરચાં
• 2 ચમચી તેલ
• 1/2 ચમચી હળદર
• 2 ચમચી લાલ મરચું
• મીઠું
• 1 kg તાજા કુણા તુરિયા
• 4 થી 5 ચમચી તેલ
• 1/2 ચમચી હિંગ
• 2 થી 3 ચમચી બારીક સમારેલી કોથમીર
• સ્વાદાનુસાર લીંબુ નો રસ
રીત ::
મસાલા માટે દર્શાવેલી બધી સામગ્રી તૈયાર કરો. વધારે ફ્લેવર માટે જીરું અને દાળિયા ને થોડા શેકી લો. હવે તેલ સિવાય ની બધી સામગ્રી મિક્સર માં ભેગી કરી વાટી લો. તેલ ઉમેરી મસાલો તૈયાર કરો. તુરિયા ની ધોઈ એની છાલ ઉતારી , 2 થી 2.5 વેઢા જેટલા લાંબા કટકા કરો.
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.