ભરેલા પરવર બટાકાનુ શાક ખૂબ સ્વાદિષ્ટ બન્યું છે, તમે પણ ટ્રાય કરજો !!

ભરેલા પરવર બટાકાનુ શાક

ઉનાળામાં શું શાક બનાવું એ બહુ મુશ્કેલ છે કેમકે ઉનાળામાં અમુક જ શાક મળે જેમકે દૂધી,તૂરીયા ,ગવાર ,પરવર વગેરે

પણ મારી દિકરી અને મને આ પરવર નથી ભાવતા ત્યારે મારા માસી એ મને આ પરવરનુ શાક બનાવીને ખવડાવી યુ તો મને ભાવીયુ .તો આજે હુ તમારી સાથે એ રેસીપી શેયર કરું છુ કદાચ તમારા ઘરે પણ પરવર ન ભાવતા હોયતો આ રીતે ટ્રાય કરી જોજો.

સામગ્રી :-

 • * ૨૦૦ ગ્રામ પરવર,
 • * ૩ થી ૪ બટાકા,
 • * ૧/૨ કપ ચણાનો લોટ,
 • * ૨ ટે.સ્પૂન સીગંદાણાનો ભૂક્કો,
 • * ૧ ૧/૨ ટે.સ્પૂન લાલ મરચું,
 • * ૧ ટે.સ્પૂન ધાણાજીરું,
 • * ૧/૪ ટી.સ્પૂન હળદર,
 • * ૧ ટે.સ્પૂન ખાંડ,
 • * ૧ લીંબુ નો રસ,
 • * મીઠું સ્વાદ પ્રમાણે,
 • * ૨ થી ૩ ટે.સ્પૂન તેલ,
 • * ૧/૨ ટી.સ્પૂન તલ ,જીરું વધાર માટે

રીત :- સૌ પ્રથમ પરવરની છાલ કાઢી તેના ઉભા કાપા કરી તેમાં થી બીયા કાઢી નાંખો. એજ રીતે બટાકાના પણ ચાર કટકા કરવા.

એક કડાઈમાં તેલ મૂકી તેમા વઘારની સામગ્રી નાખો. 

તેમાં પરવર અને બટાકા , મીઠું ,હળદર નાખી ચઢવા દેવું.શાક અધૅકચરુ ચઢે એટલે તેમાં બેસન, અને બીજો મસાલો નાખી ફરી તેને ચડવા મૂકવું જો નીચે ચોટતુ હોય તો કડાઈની નીચે લોઢી મૂકવી.

શાક ચઢી જાય એટલે તેને ગરમ ગરમ સવૅ કરવું.

નોંધ : –

* આજ રીતે ટીંડોળાનુ પણ શાક થાય.

રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી