ભરેલા ગુંદા અને મરચાંનું શાક – આ શાક સિઝનેબલ હોવાથી આ સિઝનમાં જ બનાવી ને ટેસ્ટ કરજો, ખુબ જ સ્વાદિષ્ટ છે…..

ભરેલા ગુંદા અને મરચાંનું શાક

ઉનાળો આવી ગયો છે. એટલે આપણે કેરી અને ગુંદા ની સીઝન આવી ગઈ એમ કેહવાય. એટલે આપણે શરબત હોય કે આથાણું બધું જ કેરી ગુંદા માંથી બનાવીએ છે. તો આજે આપણે એજ ગુંદા માંથી બનાવીશું એક ખુબ જ સરસ શાક. એ પણ ભરેલુ. ભરેલા શાક નું નામ સંભાળતા જ ભૂખ વધી જાય ને. તો ચાલો આજે ભરેલા માં પણ નવું સીઝનલ શાક બનાવીએ. ગુંદા અને મરચાં નું શાક. જેમાં મેં વધારાના બટેટા પણ ઉમેર્યા છે. જેથી બાળકો માટે કઈ બીજું શાક અલગ થી બનાવવાની પણ જરૂર નહિ પડે.

સામગ્રી:

 • ૧૦૦ ગ્રામ ગુંદા,
 • ૧૦-૧૨ નંગ લીલા મોટા મરચાં,
 • ૫-૬ નંગ રીંગણા,
 • ૫-૬ નંગ બટેટા,
 • ૧ વાડકો ચણા નો લોટ,
 • ૫-૬ કળી લસણ
 • ૧ નંગ લાલ મરચું,
 • ૧ ગ્લાસ પાણી,
  મસાલા….
 • ૧ ચમચી નમક,
 • ૨ ચમચી લાલ મરચું,
 • ૨ ચમચી ધાણાજીરું,
 • ૧ ચમચી હળદળ,
 • ૧ ચમચી ખાંડ,
 • થોડી કોથમરી.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું ગુંદા, મરચાં, રિંગણા અને બટેટા. બધા જ ને પેલા ધોઈ છાલ કાઢી અને તેમાં મસાલો ભરી શકાય એવી રીતે સાઈડ માંથી થી કટ કરી લઈશું.ત્યાર બાદ આપણે લઈશું ચણા નો લોટ. જેને એક પેન ગરમ કરી તેમાં ચણા નો લોટ ઉમેરી શેકી લેવો. તેનો કલર બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તેને શેકવા દેવો.ત્યાર બાદ આપણે એક પેસ્ટ બનાવી લઈશું. જેને આપણે ખાંડણી દસ્તા માં ખાંડી ને બનાવીશું જેથી તેનો નેચરલ ટેસ્ટ જળવાઈ રેહશે. તેમાં આપણે લસણ અને તીખા લીલા મરચા ને આધકચરા ખાંડી તેની પેસ્ટ બનાવીશું.ત્યાર બાદ મસાલો બનાવવા માટે આપણે લઈશું. સેકેલો ચણા નો લોટ, નમક, લાલ મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું , ખાંડ, મરચું લસણ ની પેસ્ટ અને તેલ.એક બાઉલ માં ચણા નો લોટ લઇ તેના પર બધા જ મસાલાઓ ઉમેરી અને પેસ્ટ ઉમેરી લો તેને મિક્ષ કરી લો. તેના પર તેલ રેળો. જરૂર મુજબ તેલ લેતા જાવ અને તેનો એક સરસ મસાલો તૈયાર કરી લો. તેને પોચો ના રાખવો એકદમ કડક લોટ ની જેમ કરી લેવો.ત્યાર બાદ આકા પડેલા મરચા, રીંગણ, ગુંદા અને બટેટા લઇ તેમાં તૈયાર કરેલો મસાલો ભરી લો. મસાલો સમાઈ એટલો ભરી લેવો અને વધે તેને શાક માં ઉપરથી ઉમેરવા માટે મુકી દેવો. જેથી તેની સરસ મજાની શાક ની ગ્રેવી બનાવી શકીએ.હવે એક કુકર માં તેલ ગરમ મુકો. તેમાં ચપટી જેટલી હિંગ ઉમેરો. ત્યાર બાદ કુકર માં આપણે ભરેલા શાક ઉમેરીશું. શાક ને ધીમે થી કુકર માં મુકવા જેથી મસાલો છુટી ના જાય.ત્યાર બાદ શાક માં ભરવા માટે જે મસાલો બનાવ્યો હતો તે કુકર માં ઉમેરીશું. આ ઉપરાંત શાક માં કોઈ મસાલા ઉમેરવાની જરૂર પડતી નથી.ત્યાર બાદ તેને ખુબ જ થઇ જવાદો શાક ચડી જાય એટલે તેમાં પાણી ઉમેરીશું. જરૂર મુજબ પાણી ઉમેરી કુકર બંદ કરી ૨-૩ સીટી થાય ત્યાં સુધી તેને પાકવાદો .ત્યાર બાદ કુકર ખોલી ને ચેક કરી લો. તો તૈયાર છે ગરમા ગરમ સીઝનલ શાક. ભરેલા ગુંદા અને મરચા નું. જેને સેર્વિંગ પ્લેટ માં કાઢી. કોથમરી વડે સજાવી સેર્વ કરો.

નોંધ:

આ શાક માં બટેટા, રીંગણ જેવા શાકભાજી ઉમેર્યા છે જેથી જેને ગુંદા મરચા ના ભાવે તે બટેટા ખાઈ શકે. પરંતુ આ સીઝન નું ખાસ શાક બનાવવું હોય તો એકલા ગુંદા અને મરચાં નું પણ બનાવી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી