દુ:ખદ: રાજ્યસભાના સાંસદ અને પ્રતિષ્ઠિત વકિલ અભય ભારદ્વાજનું કોરોનાથી નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

ગુજરાત રાજ્ય (Gujrat)માં કોરોના વાયરસ સંક્રમણની મહામારી (Coronavirus Epidemic)નો જોર હજી ઘટ્યું છે નહી. કોરોના વાયરસ સંક્રમણની મહામારી દેશની સામાન્ય જનતાથી લઈને રાજકીય નેતાઓને પણ પોતાનો શિકાર બનાવી રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન વર્ષ ૨૦૨૦ના ઘણા દિગ્ગજ નેતાઓના મૃત્યુ થયા છે. આવા સમયમાં જ ગુજરાત રાજ્યના રાજ્યસભાના સાંસદ એવા અભય ભારદ્વાજ (Abhay Bhardvaj)નું કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે મૃત્યુ પામ્યા છે.

image soucre

અભય ભારદ્વાજને કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી કોરોના વાયરસ ધીરે ધીરે તેમના ફેફસા સુધી પહોચી જતા ફેફસામાં ન્યુમોનિયા થઈ ગયો અને ગઠ્ઠા જામી ગયા હોવાનું ડોકટરી તપાસમાં સામે આવ્યું હતું. ત્યાર બાદ આજ રોજ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું મૃત્યુ થઈ ગયું છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ૬૬ વર્ષની ઉમરે અંતિમ શ્વાસ લીધા છે. અભય ભારદ્વાજ ઘણા પ્રતિષ્ઠિત વકીલ હતા તેમજ અભય ભારદ્વાજ હંમેશા સમાજ સેવામાં અગ્રસર રહેતા હતા.

image soucre

આપને જણાવીએ કે, અભય ભારદ્વાજ કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી આગળની સારવાર માટે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. ચેન્નઈમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્વાસ્થ્ય સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ હતી. અભય ભારદ્વાજને ECMOની સારવાર પણ આપવામાં આવી હતી.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના મૃત્યુ થયાની જાણકારી મળતાની સાથે જ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપતા લખે છે કે, ‘અભય ભારદ્વાજ ગુજરાત રાજ્યના રાજ્યસભાના સાંસદ હોવાની સાથે સાથે એક પ્રતિષ્ઠિત વકીલ પણ હતા. અભય ભારદ્વાજ હંમેશા સમાજ સેવાના કાર્યો કરવામાં અગ્રસર રહેતા હતા. દુઃખદ વાત છે કે, આપણે એક તેજસ્વી અને સમજદાર વ્યક્તિને ખોઈ દીધા છે. અભય ભારદ્વાજ દેશના રાષ્ટ્રીય વિકાસ માટે જુસ્સાથી આગળ વધતા હતા. અભુ ભારદ્વાજના પરિવારના સભ્યો અને તેમના મિત્રો માટે મારી સંવેદના. ઓમ શાંતિ.’

image soucre

રાજ્યસભાના સાંસદ એવા અભય ભારદ્વાજ કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી તેમની સ્વાસ્થ્ય સ્થિતિ વધુ ગંભીર થઈ જતા અભય ભારદ્વાજને ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા અને આવી સ્થિતિમાં ડોક્ટર્સ દ્વારા અભય ભારદ્વાજને કૃત્રિમ ફેફસાની મદદથી ઘણા દિવસ સુધી શ્વાસ લેવમાં મદદ કરાઈ હતી તેમ છતાં અભય ભારદ્વાજના સ્વાસ્થ્યમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો નહી. જેના પરિણામે અંતે અભય ભારદ્વાજનું મૃત્યુ થઈ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ