ભારત-શ્રીલંકા સીરિઝને મોટો ફટકો, કોરોનાનું એવું ગ્રહણ લાગ્યું કે તારીખ બદલવી પડી, 13ના બદલે આ જુલાઈએ શરૂ થશે મેચ

કોરોનાએ લોકોની જિંદગી ઉલટ પુલટ કરી નાખી છે. તહેવારો અને ઉત્સવો સાથે ઘણી બાબત લોકો માટે બદલાઈ છે અને રદ પણ થઈ છે. ત્યારે હવે ફરીવાર એક નવી માહિતી સામે આવી રહી છે કે જેમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જાણે વાત કંઈક એમ છે કે હાલમાં જ ઈંગ્લેન્ડથી પરત ફરલ શ્રીલંકાની ટીમના બેટિંગ કોચ અને ડેટા એનાલિસ્ટ કોરોના પોઝિટિવ મળ્યા છે. શ્રીલંકાની ટીમમાં કોરોના વિસ્ફોટ થયા બાદ ભારત અને શ્રીલંકા સીરિઝ પર હવે ગ્રહણ લાગી ગયું છે.

image source

હવે નક્કી એવું કરવામાં આવ્યું છે કે 13 જુલાઈએ ભારત અને શ્રીલંકા વચ્ચે વન ડે સીરિઝ શરૂ થવાની હતી. પણ હવે કોરોનાને કારણે આ મેચ 17 જુલાઈથી શરૂ કરવામાં આવશે. જેના કારણે ક્રિકેટ રસિયાઓમાં પણ નિરાશા વ્યાપેલી જોવા મળી રહી છે.

તો બીજી તરફ એવી પણ વાત છે કે ભારત અને શ્રીલંકા વનડે સીરિઝ પર કોરોનાનો ખતરો મંડરાય રહ્યો છે. બેટિંગ કોટ ગ્રાન્ટ ફ્લાવરના સંક્રમિત થયા બાદ શ્રીલંકાઈ ટીમમાં શુક્રવારે વધુ એક કોરોનાનો મામલો સામે આવ્યો છે.

image source

હવે હાલમાં ટીમની હાલત એવી થઈ ગઈ છે કે ટીમના ડેટા વિશ્લેષક જીટી નિરોશન કોરોના પોઝિટિવ મળ્યા છે. આ બંને સભ્યો કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા છે. આ પહેલાની વાત જો કરવામાં આવે તો ગુરુવારે શ્રીલંકા ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઈંગ્લેન્ડથી પરત ફરતાં જ બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર સહિત શ્રીલંકાના તમામ ખેલાડીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટમાં કોચ ફ્લાવર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું અને હાહાકાર મચી ગયો હતો.

image source

મળતી માહિતી પ્રમાણે ભારતના શ્રીલંકા પ્રવાસ પર 3 વન ડે અને 3 ટી20 ઈન્ટરનેશનલ મેચની સીરિઝ રમવાની છે. આ પ્રવાસ પર પાંચ ભારતીય ખેલાડીઓને પહેલી વાર ભારતીય ટીમમાં સામેલ કરાયા છે. જેમાં ગૌતમ, દેવદત્ત પડીક્કલ, નીતિશ રાણા, ઋતુરાજ ગાયકવાડ અને ચેતન સાકરિયા સામેલ છે. આ સાથે જ તમને માહિતી આપી દઈએ કે ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ શ્રીલંકાઈ ખેલાડીઓને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી નથી. આ ખેલાડીઓને કોલંબોની હોટેલમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હાલમાં આ મેચ પાછળ ઠેલવવામાં આવી છે અને જો પરિસ્થિતિ કટ્રોલમાં નહીં હોય તો આગળના કાર્યક્રમોમાં પણ ફેરફાર થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong