ભારતનું આ સુંદર ગામડું તમે જાણે યુરોપમાં છો તેવો આભાસ કરાવશે ! તેટલું જ સ્વચ્છ ! તેટલું જ હરિયાળુ ! તેટલું જ શાંત !

જો તમે વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છો અને યુરોપ ફરી આવ્યા છો તો યુરોપની હરિયાળી, તેની સ્વચ્છતા તેની શાંતિએ તમને ખુબ જ આકર્ષ્યા હશે. અને જો તમે વિદેશ પ્રવાસ ન કર્યો હોય તો તમે આપણા બોલીવૂડ ફિલ્મોમાં ઘણીવાર યુરોપને જોયું જ હશે અને આ જ બધા ગુણો તમે તેમાં જોયા હશે અને તમને પણ ક્યારેક ત્યાં જવાની ઇચ્છા થઈ હશે અને આજે પણ તમે તમારા બકેટ લીસ્ટમાં યુરોપ ટુઅર તો રાખી જ હશે.

તો પછી યુરોપ જવા માટે રૂપિયા ભેગા થવાની રાહ જોતા હોવ તો રાહ ન જોતાં તેની જગ્યાએ ભારતમાં જ આવેલા આ યુરોપ જેવા નાનકડા ગામડાની એક મુલાકાત લઈ આવો. તમને ત્યાં યુરોપ જેટલી જ શાંતિ અને હરિયાળી જોવા મળશે.

આ ગામનું નામ છે માહે, તે કેરાલાના પશ્ચિમ કિનારે આવેલું છે. પહેલી નજરે આ ગામ ફ્રેન્ચ સંસ્કૃતિથિ રંગાયેલું હોય તેવું લાગે છે. આ ગામ ભલે વિદેશી સંસ્કૃતિથિ રંગાયેલું હોય પણ તમને જણાવી દઈએ કે આ ગામમાં અગણિત દેશભક્તોએ જન્મ લીધો છે.

ત્રણથી ચાર દાયકા પહેલાં લોકો અહીં તેના ઉછળતા કુદતા મોજાના કારણે સર્ફિંગ માટે અહીં આવતા હતા. તમને જણાવી દઈએ કે હોલીવૂડના પ્રસિદ્ધ ફિલ્મ ડીરેક્ટર એમ નાઇટ શ્યામલન પણ આ જ ગામના છે.

માહે એ પુડુચેરીના કેન્દ્રશાસિત પ્રદેશનો એક નાનકડો જિલ્લો છે. જે પહેલાં કેરાલાનો જ એક ભાગ હતો. માહે ગામ એક અત્યંત હરિયાળી અને હંમેશા ઉછળતી કૂદતી માહે નદીના કાંઠે આવેલું છે. આ ગામ એક સમયે ફ્રેન્ચ કોલોની હતું અને તેના કારણે આજે પણ ત્યાં ફ્રેન્ચ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે.

અહીં એક અત્યંત પ્રસિદ્ધ સેઇન્ટ ટેરેસા ચર્ચ આવેલું છે. આ ચર્ચમાં શ્રીલંકા, સિંગાપોર તેમજ અન્ય દેશોમાંથી ક્રિશ્ચિયન શ્રદ્ધાળુઓ મુલાકાતે આવે છે. અહીં 1724માં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સ્થાપેલો એક કિલો પણ આવેલો છે

આ ઉપરાંત અહીં સમુદ્ર કિનારે એક હીરાના શેપનો વૉક-વે છે જે ખુબ જ રોમેંટીક છે અને યુવાન જોડીઓ અહીં આંટો મારવાનું ખુબ પસંદ કરે છે. સમુદ્ર કિનારા ઉપરાંત ગોદાવરી નદીનો કાંઠો પણ અત્યંત રળિયામણો અને મનમોહક છે. અહીં પણ તમારો આખો દિવસ વિતિ જશે અને તમને ખબર નહીં પડે.

માહેના પ્રવાસન આકર્ષણો

અહીં એક સુંદર લાઈટ હાઉસ છે, અહીં આવેલા સદિયો જુના કિલ્લા પરથી તમે સુંદર સૂર્યાસ્તને જોઈ શકો છો. અહીં પણ પ્રવાસીઓને બોટમાં રહેવાની સગવડ આપવામાં આવે છે. આ ઉપરાંત માહે રિવરમાં તમે સ્પિડ બોટ, પેડલ બોટ અને કાયાક બોટની સવારી કરી શકો છો.

બીજા આકર્ષણોમાં થાલોચી ઓથેનાનનો કીલો, જુમા મસ્જિદ, શ્રી કૃષ્ણ મંદીર, સેન્ટ જ્યોર્જ ફોર્ટ, પુથાલામ ભગવથી ટેમ્બલ છે. અને જો આ બધા જ સ્થળો તમે ન જોવા માગતા હોવ તો બસ આ સુંદર મજાના નાનકડા ગામમની હોટેલમાં અથવા તો હાઉસ બોટમાં રૂમ રાખી લેવો અને કુદરતી દ્રશ્યોને એન્જોય કરવા.

માહેની મુલાકાત લેવા માટે જૂન-જુલાઈ-ઓગસ્ટ અથવા તો પછી ડીસેમ્બર-જાન્યુઆરીનો સમયગાળો ઉત્તમ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ