આ જાણીતી હસ્તીઓ ચલાવે છે ભારતની સૌથી મોંઘી ગાડીઓ, પણ અહીં અંબાણી પ્રથમ નથી

પૈસો પૈસો પૈસો… “હા, પૈસો તમારી ખુશી નથી ખરીદી શકતો, પણ સાઈકલ પર રડવા કરતાં બીએમડબલ્યુમાં રડવું વધારે કમ્ફર્ટેબલ છે.” અજાણ્યો લેખક.

વાત કડવી છે પણ સાચી છે પૈસો ભલે બધું ન ખરીદી શકે પણ પૈસા વગર તમે ધણું બધું નથી ખરીદી શકતા. હા પૈસાથી તમે લોકોના દીલ નથી જીતી શકતાં, સાચો પ્રેમ નથી જીતી શકતા પણ તમારા જીવનને સરળ ચોક્કસ બનાવી શકો છો.

આજનો આ લેખ તમને ભારતના એવા સેલિબ્રિટીઓ વિષે જણાવશે કે જેમની પાસે ભારતની મોંઘામાં મોંઘી ગાડીઓ છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેમાં મુકેશ અંબાણી પ્રથમ ક્રમાંક પર નથી. તો ચાલો જાણીએ કરોડોની કાર ધરાવતા સેલિબ્રિટીઓ વિષે.

 

View this post on Instagram

 

A post shared by KİNG KHAN (@_kingshahrukhkhan_) on


શાહરુખ ખાન

શાહરુખ ખાન એ હિન્દી ઇન્ડસ્ટ્રીઝનો બાદશાહ છે અને તે માત્ર એક્ટીંગમાં જ બાદશાહ નથી પણ તેનો સમાવેશ ફોર્બ્સના ધનવાન એક્ટર્સની યાદીમાં પણ કવરામાં આવ્યો હતો. શાહરુખ કાન પાસે કરોડોની સંપત્તિ ભારત તેમજ વિદેશમાં છે. તેની પાસે દુબઈમાં પ્રોપર્ટી છે તો લંડનમાં પણ પ્રોપર્ટી છે અને ફિલ્મ પ્રોડક્શન કંપની તો ખરી જ. આમ પૈસો પૈસાને ખેંચી રહ્યો છે અને શાહરુખખાનની સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by carsfever234 (@cars._.world234) on


શાહરુખ ખાનને મોંઘી ગાડીઓનો ખુબ શોખ છે. તે એક વિશાળ લક્ઝરી કાર કલેક્શન ધરાવે છે. તેની પાસે છે બીએમડબલ્યુ 7 સીરીઝ, જેની કીંમત છે લગભગ બે કરોડ રૂપિયા આ ઉપરાંત તેની પાસે છે બીએમડબલ્યુ 760, પણ જેના કારણે તેનો આ યાદીમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે તે છે તેની બુગાડી વેરોન જે લગભગ 12 કરોડની છે. આ કાર વિશ્વની સૌથી ફાસ્ટ કારોમાંની એક છે. આ ઉપરાંત તેની પાસે છે રોલ્સ રોય્સ ફેન્ટમ કન્વર્ટીબલ જે લગભઘ ચાર કરેડ રૂપિયાની છે આ ઉપરાંત બેન્ટલી કન્ટીનેન્ટલ જીટી કાર પણ તે ધરાવે છે જેની કીંમત પણ 4 કરોડ આસપાસ છે.


આમીર ખાન

આમીર ખાન હમણાથી સમાજ કલ્યાણ હેતુથી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. અને ઘણા બધા દાન પણ કરે છે. પણ સાથે સાથે તે પોતાની લાઈફને એન્જોય પણ કરે છે. આમીર ખાનનું જીવન ભલે તમને સાદુ લાગતુ હોય પણ તેને લક્ઝરી કાર્સનો ભારે શોખ છે. તેને વસ્ત્રોનો શોખ નથી તેટલો કાર્સનો શોખ છે.

 

View this post on Instagram

 

A post shared by RollsRoyce (@rollsroyce_veer) on


તેની પાસે પણ શાહરુખની જેમ કાર્સનું મોટું કલેક્શન છે. જેમાં મર્સીડીઝ બેન્ઝ એસ-ક્લાસનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેની પાસે છે મર્સીડીઝ એસ 600 જેની કીંમત છે 10 કરોડ રૂપિયા અને માટે જ તેનો આ યાદીમાં બીજો નંબર છે. આ ઉપરાંત આમિર ખાન પાસે છે રોલ્સ રોય્સ ઘોસ્ટ. જે વિશ્વની સૌથી લક્ઝરીયસ કારમાંની એક છે. આ ઉપરાંત શાહરુખની જેમ તેની પાસે પણ બેન્ટલી કન્ટીનેન્ટલ છે અને રેન્જ રોવર પણ ખરી.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Ambani (@mukeshambaniofficial) on


મુકેશ અંબાણી

ભારતના સૌથી ધનાડ્ય વ્યક્તિ મુકેશ અંબાણી પાસે બની શકે કે આમીર ખાન અને શાહરુખ ખાન કરતાં વધારે મોટું લક્ઝરી કાર કલેક્શન હશે. તેમની પાસે એવી એવી લક્ઝરી કાર્સ છે કે જેના વિષે આપણે સ્વપ્ને પણ વિચાર નહીં કર્યો હોય. અને તેમના આ કાર કલેક્શન માટે જ ભારતના સૌથી મોંઘા ઘર તેવા એન્ટિલિયમાં છ માળ માત્રને માત્ર કાર્સને જ ફાળવવામાં આવ્યા છે. તેમના ગેરેજમાં લગભગ 168 ગાડીઓ છે.

 

View this post on Instagram

 

A post shared by Rapid Spotters Mumbai (@rsm610) on


તેમની પાસે છે મર્સીડીઝ મે બેક 62. આ કાર તેમને તેમની પત્નિ નિતા અંબાણી પાસેથી ભેટ સ્વરૂપે મળી હતી તેમના બર્થડે નિમિતે. તેમણે તેને કસ્ટમાઇઝ પણ કરાવી હતી. આ કારની કીંમત છે 5.15 કરોડ આ કારની ઝડપ 250 કી.મી. પ્રતિ કલાકની છે. આ ઉપરાંત મુકેશ અંબાણી પાસે છે બેન્ટલી, બીએમડબલ્યુ 760, રોલ્સ રોય્સ ફેન્ટમ ડીસી જેની લગભગ કીંમત છે 7.6 કરોડ. આ કારને 240ની સ્પીડ પર પહોંચતા માત્ર પાંચ સેકન્ડ અને અમુક મિલિ સેકેન્ડનો સમય લાગે છે. દેશમાં આવી કાર માત્ર છ જ છે.

 

View this post on Instagram

 

A post shared by RAM CHARAN 💪🏽 (@ramcharan_) on


સાઉથ સ્ટાર રામ ચરન

સાઉથના સુપર સ્ટાર રામ ચરન પોતાની લક્ઝરિયસ લાઈફસ્ટાઇલ માટે જાણીતા છે. રામ ચરનને ખુબ જ થોડા સમયમાં સાઉથ ફિલ્મઇન્ડસ્ટ્રીમાં પોતાનો ઇક્કો જમાવી દીધો હતો. રામ ચરન સાઉથ મેગા સ્ટાર ચિરનજીવીના દીકરા છે. એવું કહેવાય છે કે રામચરન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા પહેલા એક્ટર છે જેણે એસ્ટન માર્ટીન વી8 વિન્ટેજ જેવી કાર લીધી હોય. આ કારની કિંમત લગભગ બે કરોડની છે. તમે જો જેમ્સબોન્ડની ફિલ્મો જોતા હશો તો તમને ખ્યાલ હશે કે જેમ્સબોન્ડને પણ આ કાર ખુબ જ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by RAM CHARAN 💪🏽 (@ramcharan_) on


પણ જે કારના કારણે રામચરણનું નામ આ યાદીમાં શામેલ કરવામાં આવ્યું છે તે છે તેની રોલ્સ રોય્સ. જેની કીંમત છે લગભગ 3.5 કરોડ રૂપિયા. રામચરનને બ્રીટીશ કાર માટે કંઈક અલગ જ લગાવ છે. આ કાર વિશ્વના ઘણા બધા સેલિબ્રિટીઓની મનપસંદ કાર છે. આ ઉપરાંત તેની પાસે છે સાત કરોડની રોલ્સ રોયસ્ત ફેન્ટમ. કંપનીની પોલીસી પ્રમાણે તેઓ પોતાની કાર કોઈ રેપ્યુટેબલ વ્યક્તિને જ વેચે છે. તેઓ પોતાની છવીને બગાડી શકે તેવી વ્યક્તિને કાર વેચવા માટે ના પણ પાડી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Martin Mikulčík (@mikulcikmartin) on


અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન પણ અન્ય ફિલ્મી સેલિબ્રીટીઓની જેમ ઘણી બધી લક્ઝરી કાર્સ ધરાવે છે. તેમાંની ઘણી કાર્સ તો તેમને ભેટ સ્વરૂપે પણ મળેલી છે. અમિતાભ બચ્ચન પાસે છે રોલ્સ રોયસ્સ ફેન્ટમ જેની કીંમત છે ત્રણ કરોડ રૂપિયા.

 

View this post on Instagram

 

A post shared by Audi R8 (@audi_r8_india) on


વિરાટ કોહલી

ભારતીય ક્રીકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી કે જેમણે ટીમને સેમી ફાઈનલ સુધી પહોંચાડી તેમની પાસે છે ઓડી આર 8 જેની ભારતમાં 2.64 કરોડની કીંમત છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીનું નામ ગયા વર્ષે ફોર્બ્સના સૌથી ધનવાન એથલિટ્સની યાદીમાં આવ્યું હતું. વિશ્વવા બીજા કોઈ જ ક્રિકેટરનું નામ આ યાદીમાં આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Yash More (@addicted_cam) on


સચીન તેંડુલકર

સચીન તેંડુલકરને ફાસ્ટ કાર્સનો ખુબ શોખ છે. તેમને ક્રીકેટ ઉપરાંત ફાસ્ટ કાર ડ્રાઈવીંગ કરવી ખુબ પસંદ છે. તેમના નામે ક્રીકેટમાં અગણિત રેકોર્ડ નોંધાયેલા છે. તેમની પાસેના કાર કલેક્શનમાં સૌથી મોંઘી કાર છે બીએમડબલ્યુ 18 જેની ભારતમાં કીંમત છે 2.2 કરોડ રૂપિયા.

 

View this post on Instagram

 

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on


સચીન તેંડુલકરની પ્રથમ કાર હતી મારુતી 800, ત્યાર બાદ તેમણે ફિયાટ પાલિયો ખરીદી હતી. તે વખતે તેઓ આ કંપનીના ભારત ખાતેના બ્રાન્ડ એમ્બેસેડર હતા. આ ઉપરાંત સચીનના કાર કલેક્શનમાં જે નોંધનીય કાર હતી તે હતી ફેરારી 360એમ. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ કાર વ્યક્તિગત રીતે માઇકલ શૂમાકર કે જે ફોર્મ્યુલા વનના નંબર વન રેસર છે તેમણે હેન્ડઓવર કરી હતી. જો કે સચીને તે કાર ઘણા વખત પહેલાં કોઈ બિઝનેસમેનને વેચી દીધી હતી. પણ તે વખતે આ કારની ભારતમાં ખુબ જ ચર્ચા થઈ હતી.

સચીનને કારનો ખુબ શોખ છે તાજેતરમાં પુરા થયેલા વર્લ્ડકપ દરમિયાન તેમણે ઇંગ્લેન્ડમાં એક વિન્ટેજ કારની ડ્રાઇવ પણ ટ્રાય કરી હતી જેની વિડિયો તેમણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ