ભારતની સૌથી મોંઘી ચા પીવા માટે તમારે તમારા ખીસ્સા નહીં પણ બેંકબેલેન્સ હળવું કરવુ પડશે.

કોઈ ચાના રસિયા સમક્ષ ચાનો માત્ર ઉચ્ચાર કરવામાં આવે કે તરત જ તેને ચાની તલબ લાગી જાય છે. ચા ન પિનારાને પણ ચાની સ્મેલ તો ગમતી જ હોય છે. ઘણા લોકોને ચાનો ચસ્કો એવો લાગેલો હોય છે કે દીવસની દસ-દસ પ્યાલીઓ ચા પી જતા હોય છે. પણ જો તમે આ ગોલ્ડ ચાનો ભાવ જાણશો તો ચા પીવાનું જ ભૂલી જશો.

SONY DSC

ચાનું નામ આવે એટલે ચાના રસિયાઓને તેની સુગંધ આવવા લાગે પણ સામાન્ય લોકો સમક્ષ ચાનું નામ આવે એટલે તેમને ચાનો પ્યાલો અને આસમના ટીગાર્ડન નજર સમક્ષ આવી જાય. આ મોંઘી ચા ભારતમાં ચાના ઉત્પાદનમાં મોખરે એવા આસામમાં ઉગાડવામાં આવે છે. પણ ભારતિય ચાના રસિયાઓ માટે એ સમચાર સારા છે કે આ ચાની પેદાશ અહીં ભારતમાં જ થાય છે. ચા ઉત્પન્ન કરવામાં ભારતના આસામનો જોટો જડે તેમ નથી.

અને આ મોંઘી ચા આસામની જ પેદાઈશ છે. અહીં એક ગોલ્ડ વેરાયટી ચા ઉગાડવામાં આવે છે જેની કીંમત પ્રતિ કી.ગ્રામ 50000 રૂપિયા છે. એટલે કે જો માત્ર 100 ગ્રામ ચા તમારે લેવી હોય તો તેના માટે તમારે 500 રૂપિયા ચુકવવા પડશે.

વાસ્તવમાં અહીં દર વર્ષે ઉત્તમોત્તમ ચા માટે હરાજીઓ બોલાવવામાં આવે છે. પણ ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે ચાની હજારીમાં તેની કીંમત આટલી ઉંચી બોલી હોય. આ ઓક્શન એટલે કે ચાની નીલામી ગુવાહાટીમાં થઈ હતી.

ગુવાહાટીના ચા નિલામી કેન્દ્ર પર મનોહારી ચાના બગીચાની ગોલ્ડ સ્પેશિયલ ચાને સૌરભ ટી ટ્રેડર્સે રૂપિયા 50000 પ્રતિ કિલોના ભાવે ખરીદી છે. ગયા વર્ષે જ્યારે આવી રીતે ચા માટે ઓક્શન કરવામાં આવ્યું હતું ત્યારે એક ચાની કીંમત 39001 રૂપિયા પ્રતિ કીલોગ્રામે પહોંચી હતી. અને તે પહેલાં અરુણાચલની બેસ્ટ ક્વોલીટી ચાને હરાજીમાં 40000 રૂપિયા પ્રતિ કીલોગ્રામે વેચવામાં આવી હતી. આ ચાનું નામ હતું ગોલ્ડ નીડલ ટી.

હાલ જે 50000 રૂપિયે પ્રતિ કીલો ચાની હરાજી બોલાઈ છે તેમાં અનેક પ્રકારની ખાસિયતો સમાયેલી છે. આ ચાની કળીઓ ખુબ જ નાની હોય છે. જેને ખુબ જ ધીરજથી તોડવી પડે છે. આ ઉપરાંત આ ચાના છોડની જે પાંદડીઓ હોય છે તેના પર એક સોનેરી રંગનું આવરણ હોય છે, જે ખુબ જ સુંવાળુ મલમલ જેવું હોય છે.

આ વર્ષે આ ચાનું માત્ર 5 કી.ગ્રામ જ ઉત્પાદન થઈ શક્યું છે. કારણ કે તેની ખેતી માટે અનુકુળ વાતાવરણ નહોતું. જો સારું વાતાવરણ મળ્યું હોત તો તો આ ઉત્પાદન ઘણું વધારે હોત. વિશ્વમાં ભારતની ચાની ખુબ માંગ છે.

આ પહેલાં 2014માં દાર્જીલિંગમાં આવેલી 155 વર્ષ જુની ટી એસ્ટેટ કંપનીએ સૌથી મોંઘી ચા વેચવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જેને જાપાન, અમેરિકા અને ઇંગ્લેન્ડના વેપારીઓએ ખરીદી હતી. આ ચાનું નામ હતું સિલ્વર ટીપ્સ ઇમ્પિરિયલ. જેને તે સમયે 1850 ડોલર પ્રતિ કી.ગ્રામના ભાવે ખરીદવામાં આવી હતી.

આ ચા વિષે જાપાનિઝ ગ્રાહકે જણાવ્યું હતું કે આ ચાને ટોકિયોની રીટ્સ કાર્લટન ટોકિયો રોપિંગ હોટેલમાં એક કપના 45 ડોલરના ભાવે સર્વ કરવામાં આવશે. આ વિષે આ ટી એસ્ટેટના ચેરમેને જણાવ્યું હતું કે આ ખાસ પ્રકારની ચાના પાંદડાને પૂનમની રાત્રે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન તોડવામાં આવે છે. એમનું કહેવું હતું કે પુનમની રાત્રે તોડવામાં આવતી ચાની પાંદડીઓમાંથી ઉત્તમ ચા બને છે.

ચાની ખરી ક્વોલિટી તો ચા પીનારા રસિયા જ જાણે. ચાના રસિયાઓને ઘરમાં ચા ઉકળતી હોય ને ખબર પડી જાય છે કે ચા કઈ કંપનીની છે. જો તમે પણ ચાના રસિયા હોવ તો આસામ જાઓ ત્યારે આ મોંઘેરી ચાનો સ્વાદ ચોક્કસ ચાખજો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ