જલ્સા કરોને જેંતીલાલ

હીન્દુ મુસ્લિમ ભાઈચારાના આ બે ઉત્તમ ઉદાહરણ શીખવે છે કે પહેલાં માણસ થઈએ…

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતવાસીઓને કોઈ પણ ધર્મ કોઈ પણ બંધન વગર અપનાવવાની છૂટ આપવામાં આવે છે. તેની સાબિતી એ છે કે અહીં મુખ્ય ધર્મોના મુખ્ય તહેવાર પર જાહેર રજાઓ આપવામાં આવે છે. આવું તમને ક્યારેય કોઈ બીજા દેશમાં જોવા નહીં મળે.

સામાન્ય રીતે તો તમને વિશ્વમાં ગણ્યાગાંઠ્યા દેશ એવા જોવા મળશે જે બિનસાંપ્રદાયિક હોય. અને જો જોવા મળે તો ત્યાં તેમના દેશા મુખ્ય ધર્મ સીવાય બીજા કોઈ ધર્મને જગ્યા આપવામાં આવતી નથી. હા ચોક્કસ તેમને તેમના ધર્મ છૂટથી અપનાવવા દેવામાં આવે છે. અને ભારતમાં ભલે હીન્દુ-મુસ્લિમ રમખાણો થયા હોય પણ અવારનવાર આ બન્ને ધર્મના લોકો એકતાનું ઉદાહરણ પણ આપતા જ રહે છે.


તાજેતરમાં જ એક સાથે બે ઉદાહરણ સામે આવ્યા છે એકમાં મુસ્લિમ પરિવારે પોતાના હીન્દુ કર્મચારીનો સંપૂર્ણ હીન્દુ વીધીથી અંતિમ સંસ્કાર કર્યો તો બીજી બાજુ અયોધ્યામાં હીન્દુઓએ મુસ્લીમોના કબ્રસ્તાન માટે જમીન દાન કરી.છેને અદ્ભુદ એકતા ! બન્યું હતું એવું કે મુસ્લિમ કુટુંબની પેઢીમાં એક હીન્દુ કર્મચારી મુરારી લાલ શ્રીવાસ્તવ કામ કરતો હતો તે અવસાન પામ્યો.


પેઢીના માલિકો ઇરફાન અને ફરીદ ખાને પોતાના આ કર્મચારીનો હીન્દુ વિધિથી અંતિમ સંસ્કાર કર્યો. અને માત્ર તેટલું જ નહીં પણ તેનું તેરમું પણ રાખવામાં આવ્યું અને તેના માટે સામુહિક ભોજન પણ રાખવામાં આવ્યું. જેમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયના સેંકડો લોકોએ હાજરી આપી હતી. ઇરફાન અને ફરીદ ખાને પોતાના કર્મચારીના તેરમા માટે સ્પેશિયલ કાર્ડ છપાવ્યા હતા. જેમાં નિમંત્રક તરીકે તે બન્નેના નામ અને તેમની પેઢીનું નામ લખવામાં આવ્યું હતું. અને તેમણે ઘરે ઘરે જઈને લોકોને તેરમાંમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.


મળેલી માહિતી અનુસાર 65 વર્ષિય મુરારી લાલને ખેતરમાં કોઈ ઝેરી ઝાનવર કરડી ગયું હતું જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. મુરારીના કુટુંબમાં કોઈ જ નહોતું. માટે તેમના અંતિમ સંસ્કારની જવાબદારી તેમના મુસ્લિમ માલિકોએ લીધી. અને બન્નેએ પુર્ણ હીન્દુ વિધીથી મુરારીના અંતિમ સંસ્કાર કર્યા. બીજી ઘટના અયોધ્યાની છે. અયોધ્યાનું નામ આવતા જ મનમાં રામ મંદીર અને બાબરી મસ્જીદ આવી જ જાય. અને સાથે સાથે યાદ આવે હીન્દુ-મુસ્લિમના ઝઘડા પણ આ જ અયોધ્યામાં હીન્દુ-મુસ્લિમનો અજબનો ભાયચારો જોવા મળ્યો છે.


વાત એમ છે કે ગોંસાઈ ગંજ ખાતે મુસ્લિમો એક જગ્યાનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરતાં હતા જે કેટલાએ વખતથી માલિકિના વિવાદમાં અટકેલી હતી. પણ આ વિવાદનો હંમેશ માટે અંત લાવવા સ્થાનીક સંત સૂર્ય કુમાર ઝીનકન મહારાજે જમીનના શેયર ધારકોને મનાવ્યા અને જમીન કબ્રસ્તાન માટેના ઉપયોગ માટે આપી દેવા જણાવ્યું. તેમણે જણાવ્યું કે તેમણે પોતાના પૂર્વજો દ્વારા આપવામા આવેલા વચનને અનુસરતા અમારા માલિકીના હક્કને જતો કર્યો છે અને મુસ્લિમ કબ્રસ્તાન કમીટીના પક્ષમાં રજીસ્ટર્ડ દાન પત્ર લખી દીધો છે.

આ તો માત્ર બે જ ઉદાહરણ છે જે પ્રકાશમાં આવ્યા છે આ ઉપરાંત એવા ઘણા બધા પ્રસંગો ભારતમાં બનતા હોય છે જે ધર્મ સહિષ્ણુતાનું ઉદાહરણ પુરુ પાડે. છેવટે ધર્મ તો માનવતાનો જ હોવો જોઈએ. પછી ભલે તેને અલગ અલગ રીતે નિભાવવામાં કેમ ન આવે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version