જલ્સા કરોને જેંતીલાલ

ભારતના સૌથી રીચેસ્ટ ૪ સીટી જેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોરની સાથે આપણાં અમદાવાદનું નામ જોડાયું છે!

ફોર્બસ મેગેઝિન એવું સામાયિક છે જે દુનિયાભરના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરવર્ષે એક યાદી બનાવે છે. આ સામયિક એટલું પોપ્યુલર છે કે તેના ટોપ ૧૦૦માં જો તમારું નામાંકન થઈ જાય તો તમારો જીવતર સફળ થઈ ગયો સમજો!

આપણાં દેશમાં સૌથી ધનવાન ચાર એવાં શહેરોનો આ મેગેઝિનના નવા એડિશનમાં નામ આવ્યું છે જે જાણીને ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ ઘેલમાં આવી જશે! જાણીને આનંદ થશે કે ભારતના સૌથી રીચેસ્ટ ૪ સીટી જેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોરની સાથે આપણાં અમદાવાદનું નામ જોડાયું છે!

અદાણી ગ્રુપના સર્વેસર્વા ગૌતમ અદાણીની મિક્લત 8.7 બિલિયન ડોલર્સ એટલે કે રૂ. 596 અબજ જેટલી જાહેર થી છે અને એ આંકડા સાથે તેઓ પ્રથમ સ્થાન પામ્યા છે. ખરેખર તો આ લીસ્ટ જોઈને નવાઈ લાગે તેવું છે જ નહીં કેમ કે તેમાં, નિરમા ગૃપ્સના કરસનભાઈ, ટોરેન્ટના સુધીર મહેતા અને સમીર મહેતા, ઈન્ટાસ ફાર્માના બિનિશ હસમુખ ચૂડગર અને ઝાયડસ ગ્રુપના પંકજ પટેલનો સમાવેશ પણ થયો છે.

આ લીસ્ટ જોઈને આનંદની વાત એ પણ છે કે અમદાવાદને નવી ઓળખ આપનાર ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ એઆઈએ એન્જિ.ના ભદ્રેશ શાહ; સિમ્ફનીના અચલ બકેરી અને એસ્ટ્રલના સંદીપ એન્જિનિયરનું નામ પણ જોડાયું છે. આ એક એવું લીસ્ટ છે જેમાં પોતાના દેશના કેટલા લોકો અબજોના માલિક છે એ જોવા ફાંફા મારે છે ત્યારે એક જ શહેરમાંથી આટલા બધાં નામ આવ્યાં છે જે ખરેખર દેશ માટે ગૌરવ કરવા જેવી બાબત ચોક્કસ છે.

એવું તે શું છે અમદાવાદમાં કે બન્યું સીટી ઓફ બિલિનિયોર?

સતત દોડતું અને સાહસિક શહેર જ્યાં ૨૪ કલાક લોકો કાર્યરત રહે છે એવું તો તમે પણ અમદાવાદમાં પગ મૂકતાં જ અનુભવ્યું હશે. જેણે તાજેતરમાં ખાસ્સી એવી નામના મેળવી છે એવા એ.આઈ.એ ઇન્જિનરીંગના ભદ્રેશ શાહનું માનવું છે કે આ શહેરની હવામાં જ સાહસ અને ઉત્સાહ ભરેલો છે. અહીંના લોકો મહેનતુ છે અને પોતાનું કામ નિષ્ઠાથી કરી જાણે છે. ખરેખર જો આવા ગુણ હોય એ શહેરની પ્રગતિને કોણ રોકી શકે?

જેમનો પ્રથમ ક્રમાંક આવ્યો છે એવા ગૌતમ અદાણી અને તેમના આખા સંકુલની કાર્યક્ષમતા ખૂબ જ પ્રેરણાદાયી છે. વર્ષ ૨૦૦૯માં જ તેમના પુત્ર કરણે પણ તેમની કંપની જોઈન કરી છે અને સંસ્થાને વધુ ઉંચાઈએ લઈ જવાના લક્ષ્ય બનાવી રહ્યા છે. નવીનત્તમ વિચારધારા સાથે પરિવારની પ્રતિષ્ઠાને પણ તેઓ મહત્વ આપીને સાહસવૃત્તિ સાથે પોર્ટ ઇન્ડસ્ટ્રી અને અન્ય વ્યવસાયો હાથ ધરી રહ્યા છે ત્યારે શહેરમાં અને રાજ્યમાં વધુ રોજગારીની તકો જરૂર ઊભી થાય અને સાથે તેમનો વિકાસ પણ શક્ય બને જ છે.

અમદાવાદીઓ પ્રગતિના પંથે છે એ જોઈને રાજી થવાય તેવું છે કેમ કે વેપારની સમજ અને ચડાવ ઉતારમાં રાખવી પડતી ધીરજ તેમની મૂળ શક્તિ છે એવું કહેવું ખોટું નથી…

Exit mobile version