જલ્સા કરોને જેંતીલાલ

ભારતના પ્રખર નેતા, પ્રખર વક્તા એવા અતિ આદરણીય પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષે નિધન

ગઈકાલે મોડી રાત્રે દેશના પૂર્વ વિદેશ મંત્રી તેમજ ભાજપના પ્રખર નેતા સુષમા સ્વરાજનું નિધન થયું છે. તેમની તબિયત લથડતાં તેમને દીલ્લીની એમ્સ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા જેના સમાચાર મળતાં જ નિતિન ગડકરી, ડૉ. હર્ષવર્ધન, રાજનાથ સિંહ અને સ્મૃતિ ઇરાની જેવા બીજેપીના દીગ્ગજ નેતાઓ એમ્સ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

સુષ્મા સ્વરાજ માત્ર કહેવાના નેતા નહોતા પણ ખરા અર્થમાં સામાન્ય જનતા ના નેતા હતા અને લોકોમાં ખુબ પ્રિય પણ હતા. તેમના ટ્વીટર અકાઉન્ટ પર એક કરોડ વીસ લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. તેમનું છેલ્લુ ટ્વિટ જમ્મુ કશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં પાસ થયા બાદ તેમણે કર્યું હતું જેમાં તેણી ખુબ જ ખુશ લાગતા હતા.

તેમણે પોતાના ટ્વિટમાં પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવતા લખ્યું હતું, “પ્રધાનમંત્રી જી – તમને ખુબ ખુબ અભિનનંદન, હું મારા જીવનમા આ દિવસ જોવાની રાહ જોઈ રહી હતી.”

જ્યારે બીજા ટ્વીટમાં તેમણે મોદી સરકારને બિરદાવતા લખ્યું હતું કે ખુબ જ સાહસુ અને ઐતિહાસિક નિર્ણય. શ્રેષ્ઠ ભારત – એક ભારતના અભિનંદન.
તેઓ એક વખત દીલ્લીના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા હતા. તેમણે ખુબ જ નાની ઉંમરે મંત્રી પદ ભોગવેલું છે. આ ઉપરાંત તેમણે અટલ બિહારી બાજપેયીના નેતૃત્વ હેઠળની એડીએ સરકારમા પણ સુચના તેમજ પ્રસારણ મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીનાં પદ ખુબ જ નિપુણતાથી નિભાવ્યાં હતાં.

પ્રધાન મંત્રીએ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે, “ભારતીય રાજનિતિમાં એક ગૌરવશાળી અધ્યાયનો અંત થઈ ગયો. ભારત એક અસામાન્ય નેતાના નિધનથી શોકાતુર છે, જેમણે લોકસેવા અને ગરીબોના જીવનને સુધારવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સુષ્મા સ્વરાજ તેમના પોતાનામાં જ એક ખાસ વ્યક્તિ હતા અને કરોડો લોકો માટે પ્રેરણાસ્રોત હતા.”

આ ઉપરાંત વિરોધપક્ષના નેતા પ્રણવ મુખર્જીએ પણ પોતાનો શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટર દ્વારા જણાવ્યું છે કે શ્રીમતી સુષ્મા સ્વરાજના નિધનથી અત્યંત આઘાત લાગ્યો છે. અને તેણી પોતાના કામ માટે હંમેશા યાદ રાખવામાં આવશે.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરતાં લખ્યું છે, “સુષ્મા સ્વરાજજીના નિધનના સમાચાર સાંભળી મને આઘાત લાગ્યો છે. તેણી એક અસામાન્ય રાજકીય નેતા હતા, એક ઉત્તમ વક્તા હતા અને એક અસાધારણ મંત્રી પણ હતાં. તેમના કુટુંબને હું આ દુઃખની ઘડીમાં શોકની લાગણી વ્યક્ત કરું છું. ભગવાન તેમની આત્માને શાંતી આપે.”

આ ઉપરાંત આપ પાર્ટીના ભૂતપૂર્વ નેતા કુમાર વિશ્વાસે સુષ્મા સ્વરાજના એનસીસી કેડેટના યુનિફોર્મ વાળો ફોટો ટ્વીટ કર્યો છે અને સાથે પોતાનો શોક વ્યક્ત કરતાં કંઈક આમ લખ્યું છે.

“ભારતના રાજનૈતિક શ્રી અનંતમાં વિલુપ્ત થઈ ગયા ! જનભાષાની સંસદીય સુષ્મા સમાપ્ત થઈ ગયા ! વૈયક્તિક આભાનો એક યુગ જીવી આપણા સમયની શ્રેષ્ઠ વિદુષી, અટલજી પછીના સર્વાધિક સંતુલિત તેમજ સમ્મોહક સંસદીય વક્તાની વાણીએ વિરામ લીધો ! ઇશ્વરની આલોક સભામાં પદ સંભાળો સુષ્મા સ્વરાજ દીદી.”

સુષ્મા સ્વરાજ એક શ્રેષ્ઠ વકતા અને એક ઉત્કૃષ્ઠ નેતૃત્વ ધરાવતા હતા તેઓ માત્ર ભારતના નાગરીકોમાં જ પ્રિય નહોતાં પણ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ લોકપ્રિયતા ધરાવતા હતા.

એક વિદેશ મંત્રી તરીકે તેમણે જે સમર્પણ ભાવનાથી પોતાની ફરજ નિભાવી તે ખરેખર આવનારા વિદેશમંત્રીઓ માટે એક મોડલરૂપ છે. કૂવેત, પાકિસ્તાન, બાંગ્લાદેશ ગમે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ તેમને ટ્વીટ કરીને તેમની તકલીફ બતાવે કે તરત જ સુષ્મા સ્વરાજ દરેક શક્ય મદદ માટે તૈયાર રહેતા.

આ ઉપરાંત વિદેશમાં રહેતાં ભારતીય લોકો જ્યારે ક્યારેય પણ મુશ્કેલીમાં હોય અને તેમની પાસેથી મદદ માગી હોય ત્યારે સુષ્મા સ્વરાજે જરા પણ વિલંબ કર્યા વગર તેમને મદદ કરી છે અને તેના કારણે જ કદાચ માત્ર ભારત જ નહીં પણ સંપૂર્ણ વિશ્વમાં વસતા ભારતિયોને તેમના નિધને એક મોટા આઘાતમાં સરકાવી દીધા છે.

તેઓ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક ભારતીય નાગરીક અને એક પ્રખર તેમજ હંમેશા તૈયાર રહે તેવા મંત્રી તરીકે અત્યંત સક્રીય રહેતા હતા. ગત એપ્રિલમાં કુવૈતમાં રહેતી એક એનઆરઆઈ સ્ત્રીએ પોતાની આપવિતિની એક વડિયો પોસ્ટ કરી હતી અને સુષ્મા સ્વરાજ પાસે મદદ માગ હતી.

તરત જ સુષ્મા સ્વરાજે કુવૈત ખાતેની ભારતીય એંબેસીનો સંપર્ક કરી તેમને જરુરી પગલા લેવાનો આદેશ આપ્યો હતો. અને તેણીને તરત જ ભારતિય એંબેસીએ મદદ કરી હતી અને પોતાના શેલ્ટરમાં રાખી હતી અને જરૂરી પ્રક્રિયાઓ પણ શરૂ કરી દીધી હતી. આવા તો કંઈ કેટલાએ કિસ્સા છે જેમાં વિદેશ મંત્રી રહીને સુષ્મા સ્વરાજે વિદેશમાં રહેતા ભારતીયોની મદદ કરી હતી.

તેમણે પાકિસ્તાનમાં વસતા હિંદુઓની પણ ચિંતા રહેતી હતી અને તેઓ તેમના પર પણ સતત નજર રાખતા હતા. ગત માર્ચ મહિનામાં જ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે સગીર હિન્દુ બહેનોનું અપહરણ કરીને તેમનું બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવા અને તેમના લગ્ન કરાવી દેવાની ઘટના સામે આવી હતી. જેના કારણે પાકિસ્તાનમા હિન્દુઓએ વિરોધ કર્યો હતો. જેની તેમણે કઠોર શબ્દોમાં નિંદા કરી હતી અને પાકિસ્તાન ખાતેના હાઇ કમિશ્નર પાસે રિપોર્ટ પણ માંગી હતી.

સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ થયો હતો. હરિયાણાની અંબાલા છાવણીમાં જન્મેલા સુષ્મા સ્વરાજે પોતાનો બીએ સુધીનો અભ્યાસ ત્યાં જ કર્યો હતો જ્યારે ચંડીગઢ ખાતેની પંજાબ યુનિવર્સિટિમાંથી તેમણે કાયદાની ડીગ્રી મેળવી હતી. તેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવકના મુખ્ય સભ્ય હતા. તેઓ કોલેજના એનસીસી કેડેટ પણ હતા જેમાં તેઓ સતત ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ કેડેટ રહ્યા હતા.

તેમણે 1973માં સુપ્રિમકોર્ટમાં વકિલાત કરવાની શરુ કરી દીધી હતી અને સુપ્રિમ કોર્ટમાં જ વકીલાત કરતા સ્વરાજ કૌશલ સાથે તેમણે લગ્ન કરી લીધા હતા. તેમના પતિ સાંસદ પણ રહી ચુક્યા છે અને મિઝોરમના રાજ્યપાલ પણ રહી ચુક્યા છે. તેમની એક દીકરી છે બાંસુરી તેણી પણ લંડનના ઇનર ટેમ્પલમાં વકિલાત કરી રહી છે.

તેમણે પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને જ રાજકારણથી નિવૃત્તિ લીધી હતી અને છેલ્લી ચુંટણીમાં તેમણે સક્રીય રીતે ભાગ નહોતો લીધો. સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને આજે ત્રણ કલાક માટે ભાજપના મુખ્યાલયમાં મુકવામા આવશે જ્યાં પાર્ટીના કાર્યકર્તા તેમજ નેતાઓ તેમને શ્રદ્ધાંજલી આપશે. તેમના અંતિમ સંસ્કાર લોધી રોડ પર સ્થિત સ્મશાનગૃહમાં બપોરે ત્રણ વાગે સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે.


સુષ્મા સ્વરાજના નામે નોંધાયેલા રાજનિતિના આ રેકોર્ટ કદાચ ક્યારેય નહીં ટુટે

આગળ જણાવ્યું તેમ સુષ્મા સ્વરાજ થોડા સમય માટે દીલ્લીના મુખ્યમંત્રી પણ બન્યા હતા. અને તે સાથે જ તેમણે દીલ્લીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનો તેમજ ભાજપના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. જો કે થોડાજ અઠવાડિયા બાદ તેમણે તેમની આ ખુરશી છોડવી પડી હતી.

તેઓ મૂળે હરિયાણાના છે અને તેમણે પોતાની રાજનિતિક કારકીર્દીની શરૂઆત પણ હરિયાણાથી જ કરી હતી અને તેઓ હરિયાણાના મંત્રી મંડળમાં જોડાનાર સૌથી નાની ઉંમરના એટલે કે માત્ર 25 વર્ષે નેતા બન્યા હતા.

આ ઉપરાંત તેણી ભારતના એવા પ્રથમ મહિલા વિદેશ પ્રધાન છે જેઓ સતત પાંચ વર્ષ સુધી વિદેશ પ્રધાન રહી ચુક્યા છે. ઇન્દીરા ગાંધી પણ વિદેશમંત્રી રહી ચુક્યા હતા પણ તેમનો કાર્યકાળ ખુબ જ ટુંકો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version